હાર્દિક પટેલ તેના ઘર પાસે જ આમરણ ઉપવાસ કરશે?

અમદાવાદના નિકોલમાં આંદોલનની મંજૂરી નહીં મïળતાં ગાંધીનગરમાં હવે ઉપવાસ કરવાની મંજૂરી માગી, ત્યાં પણ પરમિશન નહીં મળે તો પોતાના નિવાસસ્થાન પાસે જ કરશે અનશન

anshan



ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન પાર્ટ ટુની તડામાર તૈયારીઓ વચ્ચે અમદાવાદના નિકોલ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને આમરણાંત ઉપવાસની મંજૂરી હજી સુધી નહીં મળતાં ગાંધીનગરમાં ઉપવાસ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. જો ત્યાં પણ મંજૂરી નહીં મળે તો કોઈ પણ ભોગે આમરણાંત ઉપવાસ કરવા મક્કમ બનેલા હાર્દિક પટેલે તેના ઘરેથી આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ખેડૂતોની દેવામાફી અને પાટીદાર સમાજના યુવાનોને શિક્ષણ અને રોજગારીમાં અનામત મïળે એ માટે ૨૫ ઑગસ્ટથી અમદાવાદમાં હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને નિકોલ વિસ્તારમાં આ ઉપવાસ આંદોલન કરવા માટે સત્તાવાળાઓ પાસે મંજૂરી માગી હતી, પરંતુ હજી સુધી મંજૂરી નહીં મળતાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આમરણાંત ઉપવાસ કરવા ગાંધીનગરના મામલતદારને ગઈ કાલે અરજી આપીને મંજૂરી માગી છે. દરમ્યાન રવિવારે પ્રતીક ઉપવાસ કરવા જતા હાર્દિક પટેલ અને તેના સાથીદારોની પોલીસે અટકાયત કરી હતી, જેના કારણે ઉપવાસ આંદોલનનો મામલો ગરમાયો છે.

બીજી તરફ કોઈ પણ ભોગે આમરણાંત ઉપવાસ આંદોલન કરવા મક્કમ હાર્દિક પટેલે જો ગાંધીનગરમાં પણ મંજૂરી ન મળે તો અમદાવાદ નજીક પોતાના ઘર પાસે જ આમરણાંત ઉપવાસ કરવા મન બનાવી લીધું છે અને એના ભાગરૂપે પોતાના ઘર પાસે ઉપવાસ આંદોલન માટે શામિયાનો બાંધવાની શરૂઆત કરી દીધી છે. હાર્દિક પટેલે સોશ્યલ મીડિયામાં એવું પોસ્ટર વાઇરલ કર્યું છે કે ૨૫ ઑગસ્ટે સરકાર મંજૂરી આપે કે ન આપે, ઉપવાસ તો થશે જ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK