કૌન બનેગા ચીફ મિનિસ્ટર?

વિજય રૂપાણી, સ્મૃતિ ઈરાની, વજુભાઈ વાળા, મનસુખ માંડવિયા અને નીતિન પટેલમાંથી કોનો કેટલા ટકા ચાન્સ લાગે છે?

vaju


રશ્મિન શાહ

ગુજરાત વિધાનસભાના ઇલેક્શનનું રિઝલ્ટ આવ્યા પછી BJP અવઢવમાં મુકાય છે કે વિજય રૂપાણીને મુખ્ય પ્રધાનપદ પર કન્ટિન્યુ કરવા કે પછી ગુજરાતની સત્તા હવે બીજા કોઈના હાથમાં સોંપવી. આ અવઢવનું કારણ પણ સ્પષ્ટ છે. ગુજરાતમાં BJPને છેલ્લાં બાવીસ વર્ષની સૌથી ઓછી બેઠક આ વખતે મળી છે. આવા સમયે ગુજરાત BJPનો ગઢ ગણાતો હોય તો સ્વાભાવિક રીતે ગુજરાતમાં BJPને સ્ટ્રૉન્ગ કરવી પડે એવી નોબત આવી છે. આ ઉપરાંત ૨૦૧૯માં હવે લોકસભાનું ઇલેક્શન આવશે, એ સમયે પણ ગુજરાતમાં BJP સ્ટ્રૉન્ગ હોય તો એનો સીધો લાભ લોકસભાના ઇલેક્શનમાં મળે એવી શક્યતા છે અને આ બન્ને કારણો માટે ગુજરાતમાં મુખ્ય પ્રધાન પાવરફુલ હોય એ આવશ્યક હોવાને લીધે જ ગુજરાતમાં મુખ્ય પ્રધાનપદ કોને સોંપવું એની અવઢવ શરૂ થઈ છે. આ અવઢવ વચ્ચે અત્યારે મુખ્ય પ્રધાનપદની રેસમાં વિજય રૂપાણી સિવાય બીજાં ચાર નામ સૌથી આગળ છે. આ ચાર નામમાં પહેલું નામ સ્મૃતિ ઈરાનીનું છે તો બીજા નંબરે વજુભાઈ વાળા, ત્રીજા નંબરે મનસુખ માંડવિયા અને ચોથા નંબરે નીતિન પટેલ છે મુખ્ય પ્રધાનના નામની રેસમાં ચાલી રહેલાં આ નામો શું કામ ચર્ચામાં છે એ વિશે જરા જાણવું જોઈએ.

વિજય રૂપાણી - ૩૫%

આનંદીબહેન પટેલના રાજીનામા પછી શાસન સંભાળનારા વિજય રૂપાણી નિર્વિવાદ રહ્યા છે. અમિત શાહ અને નરેન્દ્ર મોદી કહે એટલું જ કરવામાં માનનારા વિજય રૂપાણી મોદી-શાહના રબરસ્ટૅમ્પ હોવાની વાત થતી રહી, પણ તેમણે ક્યારેય એ વાતનો વિરોધ પણ ન કર્યો અને ક્યારેય તેમણે ઉપરવટ જવાનું કામ પણ ન કર્યું, જે આનંદીબહેન કરી ચૂક્યાં હતાં અને એટલે જ તેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. વિજયભાઈને રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનું પણ પીઠબળ છે.

vijay

સ્મૃતિ ઈરાની - ૨૦%

કૅબિનેટમાં બેઠેલાં સ્મૃતિ ઈરાની મોદીનાં ખાસ છે અને એ જ કારણે મોદી ઇચ્છે છે કે તેમને ગુજરાત મોકલવામાં આવે. ઉત્તર પ્રદેશમાં યોગીને મૂક્યા પછી એ દાવ સફળ રહ્યો હોવાથી નરેન્દ્ર મોદીની આ ઇચ્છા છે. જોકે જો એવું થયું તો સ્મૃતિ ઈરાની અમિત શાહને દરેક બાબતના જવાબ આપતાં ફરે એવું બને એવી શક્યતા ઓછી હોવાથી જ તેમની શક્યતા ઘટી જાય છે. સ્મૃતિ ઈરાની કરાફાડ સ્વભાવ ધરાવતાં હોવાથી તે BJP અને ગુજરાતના અધિકારી સાથે કડક હાથે કામ લે એવી સંભાવના કોર કમિટી જુએ છે.

વજુભાઈ વાળા - ૧૫%

પીઢ રાજકારણી એવા વજુભાઈ ચાણક્યનીતિના ખેરખાં ગણાય છે. ૯૯ બેઠક સાથે BJP વિધાનસભામાં સરકાર બનાવશે ત્યારે પણ એણે પાટીદાર આંદોલન, દલિત આંદોલન અને OBC આંદોલનનો સામનો તો કરવાનો જ છ. અધૂરામાં પૂરું હવે તો અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી વિધાનસભ્યો છે એટલે કામગીરીમાં પણ વારંવાર અડચણ આવી શકે છે અને કૉન્ગ્રેસ પણ પહેલાં કરતાં સ્ટ્રૉન્ગ થઈ છે. આવી અનેક અડચણો વજુભાઈ ભૂતકાળમાં જોઈ ચૂક્યા હોવાથી તેમના અનુભવે તેમને દાવેદાર બનાવવાનું કામ કર્યું છે.

મનસુખ માંડવિયા - ૧૫%

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જબરદસ્ત પીઠબળ ધરાવતા મનસુખભાઈને દક્ષિણ ગુજરાતની જવાબદારી સોંપવામાં આવી હતી અને પરિણામ સૌકોઈની સામે છે. સૌથી નબળા માનવામાં આવતા આ વિસ્તારમાં BJPએ કલ્પનીય પરિણામ લાવીને દેખાડ્યું અને સુરત જિલ્લામાં તો ૧૬માંથી ૧૫ બેઠક BJPએ મેળવી, જે ખરેખર સરાહનીય છે. મનસુખભાઈ મુખ્ય પ્રધાન બને એવું સંઘ ઇચ્છે છે, પણ શાહ અને મોદી તેમનું પત્તું કાપે એવી શક્યતા પણ પૂરેપૂરી છે અને એનું કારણ પણ એ જ છે કે મનસુખભાઈ જૂની પેઢીના નેતા ગણાય છે.

નીતિન પટેલ - ૧૦%

ડેપ્યુટી ચીફ મિનિસ્ટર રહી ચૂકેલા નીતિન પટેલને પાટીદાર અનામત આંદોલનને કાયમ માટે ખતમ કરી નાખે એવી શરત સાથે મુખ્ય પ્રધાનપદ આપવામાં આવે એવી સંભાવના મૂકવામાં આવે છે. નીતિનભાઈ માત્ર પાટીદાર નહીં પણ ગુજરાતની અન્ય કમ્યુનિટી પણ સ્વીકારે એવું વ્યક્તિત્વ ધરાવે છે. જોકે નીતિનભાઈને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તો નારાજ સૌરાષ્ટ્ર વધુ નારાજ થાય અને આ એક જ વાત તેમના માટે નુકસાનકર્તા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK