વિજય રૂપાણી આજે નરેન્દ્ર મોદી સામે શપથ લેશે

કમુરતાંમાં અપશુકનિયાળ મેદાનમાં આજે રૂપાણીની શપથવિધિ યોજાશે

rupani

અનુભવી જૂના જોગીઓ સાથે નવા ચહેરાઓને મળી શકે છે ટીમ-રૂપાણીમાં સ્થાન : કૌશિક પટેલ, આર. સી. ફળદુ, જિતુ વાઘાણી સાથે પંકજ દેસાઈ, ભૂપેન્દ્ર પટેલ, હિતુ કનોડિયા, મનીષા વકીલ, પૂર્ણેશ મોદી સહિતના નવા ચહેરા બની શકે છે પ્રધાન

BJPએ સતત છઠ્ઠી વખત ગુજરાત સર કર્યા બાદ આજે ગાંધીનગરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિજય રૂપાણી સરકારના ‘વિજયી’ શપથ યોજાશે ત્યારે અનુભવી જૂના જોગીઓ સાથે નવા ચહેરાઓને ટીમ-રૂપાણીમાં સ્થાન મળશે.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલ સહિત પ્રધાનમંડળના સભ્યોની સોગંદવિધિ આજે ગાંધીનગરમાં સચિવાલય ગ્રાઉન્ડમાં યોજાશે.આ શપથવિધિ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય પ્રધાનમંડળના સભ્યો, મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિત BJPશાસિત ૧૮ રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમ જ નાયબ મુખ્ય પ્રધાનો, ઉદ્યોગપતિઓ, સંતો–મહંતો સહિતના અનેક શુભેચ્છકો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભામાં આ વખતે આર. સી. ફળદુ અને કૌશિક પટેલ જેવા જૂના જોગી જેવા નેતાઓ જીત્યા છે ત્યારે તેમને પ્રધાનમંડળમાં સ્થાન મળવાની શક્યતા દેખાઈ રહી છે.

આ વખતે ચૂંટણીમાં BJP ગુજરાતના પ્રદેશાધ્યક્ષ જિતુ વાઘાણીએ સારો દેખાવ કર્યો છે ત્યારે તેમને હાઈકમાન્ડ ગિફટમાં પ્રધાનપદું આપે તો નવાઈ નહીં. અગાઉની વિધાનસભામાં દંડક તરીકે રહેલા નડિયાદની બેઠક પરથી ચૂંટાયેલા પંકજ દેસાઈને તેમની કામગીરીને નજર સમક્ષ રાખીને પક્ષ દ્વારા પ્રધાન તરીકે પસંદગી મળી શકે છે. એ ઉપરાંત નવા ચહેરાઓમાં ઇડર બેઠક પરથી ચૂંટાયેલા ફિલ્મકલાકાર હિતુ કનોડિયા, વડોદરા શહેર બેઠકનાં વિજેતા મનીષા વકીલ, સુરત-પશ્ચિમની બેઠક પરથી જીત મેળવનાર પૂર્ણેશ મોદી, કેશોદ બેઠક કબજે કરનાર દેવાભાઈ માલમ, ગુજરાતમાં સૌથી વધુ લીડ સાથે ઘાટલોડિયાની બેઠક પરતી જીતેલા ભૂપેન્દ્ર પટેલ જેવા નવા ચહેરાઓને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે.

આજે યોજાનારી વિજય રૂપાણી સરકારમાં દ્વિસ્તરીય પ્રધાનમંડળ રચાવાની શક્યતા વધુ છે. એમાં કૅબિનેટ અને રાજ્યકક્ષા એમ દ્વિસ્તરીય પ્રધાનમંડળની શક્યતા છે.

અગાઉ કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખે આ જ જગ્યાએ શપથ લીધા પછી તેમની સરકાર પડી ભાંગતાં આવી જ આશંકા સેવાઈ રહી છે

રશ્મિન શાહ


આજે જ્યારે ગુજરાત સરકારના મુખ્ય પ્રધાન સહિત અન્ય પ્રધાનો જે જગ્યાએ શપથ લેવાના છે એ સચિવાલય સંકુલની જગ્યા ઑલરેડી અપશુકનિયાળ ગણાય છે. બ્લૉક-નંબર ૧ની સામેના ખુલ્લા મેદાનમાં આજે વિજય રૂપાણી અને તેમનું પ્રધાનમંડળ શપથ લેવાના છે. એ જગ્યાએ આ અગાઉ કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ શપથ લઈ ચૂક્યા છે અને આ ત્રણેત્રણ મુખ્ય પ્રધાનની ટર્મ પૂરી થાય એ પહેલાં જ તેમને રવાના કરી દેવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા એ પહેલાં આ ત્રણ મુખ્ય પ્રધાનો હતા જેમણે આ જગ્યાએ શપથ લીધા હતા અને અધૂરી ટર્મે જ સત્તાપલટો આવી ગયો હતો. નરેન્દ્ર મોદીને આ વાતની ખબર હતી એવું ગુજરાત સરકારના અધિકારીઓનું કહેવું છે અને મોદીએ પણ આ જ કારણસર ક્યારેય આ જગ્યાએ શપથ લીધા નથી. વિજય રૂપાણી અને તેમનું પ્રધાનમંડળ આજે જ્યારે શપથ લેવાના છે ત્યારે મોટા ભાગના પૉલિટિકલ બિગશૉટ્સનું માનવું છે કે વિજય રૂપાણીની સરકારને પણ સોએ સો ટકા તકલીફ પડશે.

હાસ્યાસ્પદ લાગે એવી આ વાત સાવ હસી કાઢવા જેવી તો નહીં જ હોય એવું વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે.

વીસેક જેટલા પ્રધાનો આજે વિજય રૂપાણી અને નીતિન પટેલ સાથે શપથ લેશે. મોટા ભાગના પ્રધાનોને રિપીટ કરવાનું એક કારણ કૉન્ગ્રેસ પણ છે. કૉન્ગ્રેસે ૮૦ બેઠક મેળવી લીધી હોવાથી જૂના પ્રધાનોને અસંતોષ ન થાય એ વાતની કાળજી રાખવાનું કહેણ BJP કોર કમિટી દ્વારા આવ્યું છે અને આ જ કારણસર એક તબક્કે નાનું પ્રધાનમંડળ રાખવાની જે નીતિ BJP દ્વારા રાખવામાં આવતી હતી એને તોડી નાખવામાં આવે એવી શક્યતા છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK