BJPએ ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલને રિપીટ કર્યા

૨૭મીએ નવા પ્રધાનમંડળની શપથવિધિ થાય એની પૂરેપૂરી શક્યતા

vijay1

શૈલેષ નાયક

ગુજરાત સહિત દેશ અને દુનિયાની જેના પર મીટ મંડાઈ હતી એનો નિર્ણય આખરે લેવાઈ ગયો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીની તેમ જ નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલની જોડીને યથાવત રખાઈ છે.

ગઈ કાલે કોબા ખાતે BJPના ટોચનાં અરુણ જેટલી, સરોજ પાંડે, ભૂપેન્દ્ર યાદવ, આનંદીબહેન પટેલ સહિતનાં નેતાઓની હાજરીમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. BJPના મુખ્ય કાર્યાલયમાં મળેલી BJPના વિધાનસભ્યોની બેઠકમાં નેતા અને ઉપનેતા તરીકે બન્નેની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. આ બન્ને નેતાઓની વરણી થતાં સમગ્ર ગુજરાતમાં ફટાકડા ફોડીને તેમ જ એકમેકનાં મોઢાં મીઠાં કરીને BJPના કાર્યકરોએ આનંદ વ્યક્ત કર્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બુધવારે શપથવિધિ થાય એવી પૂરેપૂરી શક્યતા છે.

આ બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં કેન્દ્રીય નિરીક્ષક અને કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘નવી સરકાર રચવાની પ્રક્રિયા વિજય રૂપાણી તેમના સાથીઓ સાથે મળીને કરશે અને નવી સરકારની શપથવિધિની તારીખની જાણ હવે પછી કરવામાં આવશે.’

મુખ્ય પ્રધાનપદે અને ઉપ-મુખ્ય પ્રધાનપદે વરણી થયા બાદ વિજય રૂપાણી અને નીતિન પટેલે એ ગુજરાતની જનતાને ખાતરી આપતાં કહ્યું હતું કે ‘કોઈ સાથે ભેદભાવ રાખવામાં નહીં આવે. ડેવલપમેન્ટ માટે સાડાછ કરોડ ગુજરાતીઓ માટે કમિટમેન્ટ છે. આવનારાં પાંચ વર્ષમાં ગુજરાતના નાગરિકોની આશા, અપેક્ષા અને સપનાં પૂરાં કરીશું.’

vijay

બીજું શું-શું કહ્યું?

બધાને ભરોસો અપાવું છું કે આવનારાં પાંચ વર્ષમાં નાગરિકોની આશા, અપેક્ષા અને સપનાંને પૂરાં કરીશું. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સબકા સાથ, સબકા વિકાસનો મંત્ર આપ્યો છે એને લઈને આગળ વધીશું. ગુજરાતનો વિકાસ રોલમૉડલ બની રહેશે. BJPને ક્લિયર મેજોરિટી લોકોએ આપી છે ત્યારે વિકાસયાત્રાને આગળ વધારીશું. સવા વર્ષમાં અમે બન્નેએ કામ કર્યું છે એમ સાથે મળીને કામ કરીશું.

હવે ૨૭ વર્ષનો મેન્ડેટ મળ્યો છે એ મોટો વિજય છે. જનતાનો અમારા પર ભરોસો છે. આ પરાજય નથી પણ મોટો વિજય છે. કોઈ ટેન્શનવાળી વાત નથી.

જ્યાં અમે હાર્યા છીએ ત્યાં કોઈ ભેદભાવ નહીં થાય. ડેવલપમેન્ટ માટે સાડાછ કરોડ ગુજરાતીઓ માટે કમિટમેન્ટ છે. તેમની સાથે કામ કરીશું. અમે હાર્યા છીએ ત્યાં એવો કોઈ ભેદભાવ નહીં થાય.

દરેક જ્ઞાતિ-જાતિને, વિસ્તારને નવી સરકારની કામગીરીનો લાભ થાય તેમ જ આ સરકાર અમારી સરકાર છે એ પ્રમાણેનું વાતાવરણ ઊભું થાય એ માટે અમે, તમામ વિધાનસભ્યો તેમ જ સંગઠન સાથે મળીને કામ કરીશું.

ભગવાનનો પાડ માન્યો

ફરી વાર ગુજરાતનો કાર્યભાર સંભાળતાં પહેલાં ગઈ કાલે રાત્રે વિજય રૂપાણી અને નીતિન પટેલે પરિવાર સાથે અમદાવાદસ્થિત વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજીનાં દર્શન કરી, વિશેષ પૂજાઅર્ચના કરી, આરતી ઉતારીને પ્રજાકલ્યાણ અને સુશાસન માટે આર્શીવાદ મેળવ્યા હતા. જગન્નાથજીનાં મંદિરમાં દર્શન કર્યા બાદ વિજય રૂપાણી અને નીતિન પટેલ અમદાવાદનાં નગરદેવી ગણાતાં ભદ્રકાળી માતાજીનાં દર્શન કરવા ગયા હતા અને માતાજીની પૂજાઅર્ચના કરીને આર્શીવાદ મેળવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK