રાજીનામાની રામાયણ

દિલ્હી દોડેલા નીતિન પટેલ કહે છે કે ગુજરાતમાં વિજયભાઈ જ મુખ્ય પ્રધાન છે : વિજયભાઈ પોતે કહે છે કે રાજીનામું રાજ્યપાલને દેવાનું હોય અને હું તેમને મળવા ગયો નથી

hardik

રશ્મિન શાહ

વિજય રૂપાણીના રાજીનામાની વાતોને વેગ આપવામાં આવતો હોય એ રીતે ગઈ કાલે રાજકોટ આવેલા હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને દાવા સાથે કહ્યું હતું કે ‘ગુજરાત BJP ગમેએટલી વાતો કરે, પણ હકીકત એ જ છે કે વિજય રૂપાણીનું રાજીનામું બે દિવસ પહેલાં લઈ લેવામાં આવ્યું છે. નવા મુખ્ય પ્રધાન પટેલ કે ક્ષત્રિયમાંથી કોઈને બનાવવામાં આવશે એ પણ નક્કી છે અને એ માટે ખાનગીમાં અત્યારે સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.’

nitin

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની નબળી કામગીરીને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોય એવો દાવો કરતાં હાર્દિક પટેલે કહ્યું હતું. હાર્દિકના કહેવા મુજબ વિજય રૂપાણી બધાં ક્ષેત્રમાં સરિયામ નિષ્ફળ ગયા છે અને હવે તે ફક્ત ઉદ્ઘાટન-પ્રધાન બનીને રહી ગયા હોવાથી પાર્ટીએ લોકસભાના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આ સ્ટેપ લીધું છે. BJP અત્યારે પાટીદારોમાં ભીખુભાઈ દલસાણિયાને અને ક્ષત્રિયમાં પ્રદીપસિંહ જાડેજાને મુખ્ય પ્રધાનપદ માટે દાવેદાર ગણી રહી છે.

હાર્દિકના કહેવા મુજબ વિજયભાઈની આગેવાનીમાં લોકસભાના ઇલેક્શનમાં ગુજરાતની ૨૬ બેઠકમાંથી આઠ જ બેઠક આવે એવી શક્યતા દેખાયા પછી નરેન્દ્ર મોદીએ પણ વિજય રૂપાણીને હટાવવાની પરમિશન આપી દીધી છે.

rupani

નીતિનભાઈ પહોંચ્યા દિલ્હી

વિજય રૂપાણીના રાજીનામાના આ દાવાને બળ મળતું હોય એમ ગઈ કાલે એકાએક ગુજરાતના ડેપ્યુટી મુખ્ય પ્રધાન નીતિન પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. નીતિનભાઈએ ગઈ કાલે ગુજરાતમાં ચાલી રહેલા શાળા મહોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી, જેમાં પણ તે હાજર નહોતા રહ્યા. દિલ્હીમાં નીતિનભાઈની મીટિંગ BJPની કોર કમિટી સાથે રાખવામાં આવી હતી. વિજયભાઈના સમર્થકોએ આ મીટિંગને જુદી રીતે લેવાની શરૂ કરી હતી અને વિજયભાઈના રાજીનામાની અફવા શું કામ ઊડી રહી છે એની તપાસ માટે નીતિનભાઈને બોલાવવામાં આવ્યા છે એવી વાતો શરૂ કરી હતી તો નીતિનભાઈના સમર્થકોએ આ મીટિંગનો હેતુ જુદો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાનપદ માટે નીતિનભાઈ તૈયાર છે કે કેમ એ જાણવા માટે તેમને બોલાવવામાં આવ્યા છે. જોકે દિલ્હીથી નીતિનભાઈએ ગઈ કાલે સાંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાતમાં મુખ્ય પ્રધાન વિજયભાઈ છે અને એમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો.’

વિજય રૂપાણી શું કહે છે?

હાર્દિક પટેલના સ્ટેટમેન્ટ પછી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે ‘રાજીનામું રાજ્યપાલને દેવાનું હોય અને હું રાજ્યપાલને મળવા ગયો નથી એ સૌકોઈ જાણે છે. હાર્દિક ગપગોળા ચલાવે છે અને ગુજરાતમાં જે પૉલિટિકલ શાંતિ છે એને ડહોળવા માગે છે, જેથી કૉન્ગ્રેસ એનો બેનિફિટ લઈ શકે, પણ ગુજરાતમાં કોઈ પરિવર્તનની વાત નથી. એવી કોઈ ચર્ચા પણ કોર કમિટીમાં નથી થઈ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK