આક્રમક જિજ્ઞેશ મેવાણીનું હલ્લાબોલ

અમદાવાદમાં ચાલતા દારૂના અડ્ડાઓના મુદ્દે નવાસવા વિધાનસભ્યે ગોમતીપુર પોલીસ-સ્ટેશનનો ઘેરાવ કર્યો

jignesh

મહિલાઓ અને યુવાનોની ફરિયાદના પગલે તેમને સાથે રાખીને અમદાવાદમાં ધમધમતા દારૂના અડ્ડાઓના મુદ્દે દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ-સ્ટેશન પર ઘેરાવ કરીને હલ્લાબોલ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી, એટલું જ નહીં, ગઈ કાલે અમદાવાદના પોલીસ-કમિશનરને મળીને શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવાની રજૂઆત કરી હતી.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બુધવારે વડગામના અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીનો સન્માન-સમારોહ યોજાયો હતો જેમાં સ્થાનિક મહિલાઓએ દારૂના અડ્ડાઓ સંદર્ભે ધ્યાન દોર્યું હતું. દારૂના અડ્ડા બંધ કરાવવાના મુદ્દે ઊઠેલા લોકઆક્રોશને વાચા આપવા દલિત યુવા નેતા બુધવારે રાત્રે સ્થાનિક મહિલાઓ અને યુવાનો સાથે ગોમતીપુર પોલીસ-સ્ટેશન જઈને ઘેરાવ કર્યો હતો. પોલીસ સમક્ષ દારૂના અડ્ડા બંધ કરાવવાની માગણી કરતા ઉચ્ચ પોલીસ-અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.

jignesh1

જિજ્ઞેશ મેવાણીએ ગઈ કાલે અમદાવાદ શહેરના પોલીસ-કમિશનરને રૂબરૂ મળીને શહેરમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવાની રજૂઆત કરી હતી. જિજ્ઞેશ મેવાણીએ મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘પોલીસ-કમિશનરને મળીને ગોમતીપુર, વાડજ, મેઘાણીનગર સહિત અમદાવાદના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડા બંધ કરાવવા આવેદનપત્ર આપ્યું છે. તેઓએ ખાતરી આપી છે કે આ મુદ્દે ઍક્શન લેવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK