પોષણ માસની ઉજવણી વચ્ચેનું આ છે સત્ય

ગ્રામીણ વિસ્તારમાં આ ટકાવારી 42.9 ટકા છે. એટલે કે દર 100એ શહેરોમાં 31  અને ગામડામાં 43 બાળકોનો વિકાસ અટકી જાય છે

malnutriotion1થી 7 સપ્ટેમ્બર એટલે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ. જેને હવે કેન્દ્ર સરકાર પોષણ માસ તરીકે પણ ઉજવી રહી છે. પોષણ માસ ઉજવવા પાછળનો મુખ્ય ધ્યેય છે દેશમાંથી કુપોષણ નાબૂદ કરવું, જેથી ભવિષ્યમાં ભારતને મજબૂત, ખડતલ યુવાનો મળી શકે. અને બાળકોનું જીવનધોરણ સુધરે. આમ તો પોષણ માસ અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કુપોષણ મુક્ત ગુજરાત અભિયાન, ન્યુટ્રિશિયન રિહેબિલિટેશન સેન્ટર જેવા અનેક કાર્યક્રમ ચાલી રહ્યા છે. જે અંતર્ગત બાળકો કુપોષિત ન રહે તે માટે સરકાર પ્રયત્ન કરે છે. જો કે સરકારના પ્રયત્નો સાચી દિશામાં છે કે કેમ તે એક સવાલ છે.

આ સવાલ એટલા માટે છે કે 2015-16ના છેલ્લા NHFS 4 (નેશનલ હેલ્થ ફેમિલી હેલ્થ સર્વે) મુજબ ગુજરાતમાં હજીય કુપોષણનું પ્રમાણ મોટું છે. આ રિપોર્ટ મુજબ 5 વર્ષથી નીચેના બાળકો જેમનો વિકાસ અટકી જાય છે તેવા બાળકોની ટકાવારી શહેરી વિસ્તારમાં 31.7 ટકા છે, તો ગ્રામીણ વિસ્તારમાં આ ટકાવારી 42.9 ટકા છે. એટલે કે દર 100એ શહેરોમાં 31  અને ગામડામાં 43 બાળકોનો વિકાસ અટકી જાય છે. તો 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકો જેમનું વજન હાઈટ પ્રમાણે નથી તેવા બાળકોનું પ્રમાણ શહેરમાં 23.4 ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં 28.5 ટકા છે. તો 5 વર્ષથી નીચેની ઉંમરના અને ઓછું વજન ધરાવતા કુપોષિત બાળકો શહેરી વિસ્તારમાં 32 ટકા તો ગ્રામીણ વિસ્તારમાં 44.2 ટકા છે. આમ તો આ સર્વે 2 વર્ષ પહેલાનો છે. એટલે ગુજરાતમાં હાલ આ આંકડા વધ્યા છે કે ઘટ્યા છે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ જ આંકડા ચિંતાજનક જરૂર છે. તેમાં ગ્રામીણ વિસ્તારોમાં કુપોષિત બાળકોની સંખ્યા તો ચોંકાવનારી છે.

બાળકોને પોષણ માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તો કેટલાક કાર્યક્રમ ચલાવે જ છે. પરંતુ સાથે કેટલીક NGO પણ આ ક્ષેત્રમાં કામ કરે છે. આ જ ક્ષેત્રમાં કામ કરતી ચેતના NGOના પ્રોજેક્ટ ડિરેક્ટર ચેતના બાજપાઈનું કહેવું છે કે, 'ગુજરાતમાંથી કુપોષણને નાથવું એ રાજ્ય સરકારની પ્રાથમિક્તા છે. આ મામલે આયોજન અને એજન્ડા નક્કી છે. આગામી વર્ષોમાં કુપોષણ ઘટી શકે છે.' જો કે NHFS 4ના આંકડા તો જુદુ જ ચિત્ર દર્શાવી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા કુપોષણ સામે લડવા બાલ સખા યોજના, બાલ અમૃતમ યોજના, મિશન બલમ્ સુખમ્, મમતા ઘર, દૂધ સંજીવની યોજના વગેરે વગેરે જેવી સંખ્યાબંધ યોજનાઓ ચાલે છે. આ યોજનાઓ અંતર્ગત 3થી 6 વર્ષના બાળકોને આંગણવાડીમાં જ પોષણયુક્ત આહાર અપાય છે, તો કેન્દ્ર સરકાર દ્વારા ન્યુટ્રિશિયન રિહેબિલિટેશન સેન્ટર પણ કાર્યરત છે. જેમાં કુપોષિત બાળકોને શોધીને માતા અને બાળકને 14 દિવસ સુધી રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે. અહીં માતા અને બાળકને પોષણયુક્ત ખોરાક અપાય છે. સાથે જ પૂરતી સૂચના પપણ આપવામાં આવે છે.જો કે હજી સુધી આ યોજનાઓની સફળતા ખાસ દેખાઈ નથી. કારણ કે 2005-06ના NHFSના સર્વે મુજબ 5 વર્ષથી નીચેને ઓછા વજનના બાળકોની ટકાવારી 44.6 હતી, જે 2015-16માં ઘટીને 39.3 ટકા થઈ છે. જો કે સામે હાઈટ સામે વજનનો તફાવત હોય તેવા બાળકોની ટકાવારી 2005-06માં 18.7 હતી જે 2015-16માં વધીને 26.4 ટકા થઈ છે. એટલે રાજ્ય સરકારની યોજનાઓની સફળતા સામે સવાલ છે.

જાણીતા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીનું કહેવું છે કે, 'રાજ્ય સરકારની યોજનાઓ ચાલે જરૂર છે પરંતુ તે યોગ્ય દિશામાં કામ નથી કરી રહી. રાજ્યમાં સૌથી વધુ કુપોષણ દક્ષિણ ગુજરાત જેવા પછાત વિસ્તારોમાં છે. જ્યાં આજીવિકા નથી. જરૂરી પોષણયુક્ત ખોરાક નથી. શિક્ષણ નથી એટલે સરકારી યોજનાઓ સફળ નથી થતી. તો આજીવિકા જ ન હોવાને કારણે પ્રસૂતાને પોષણયુક્ત આહાર નથી મળતો, એટલે બાળક પણ કુપોષિત જન્મે છે.' તો વહેલા લગ્ન થવાને કારણે યુવતીઓ વહેલી ગર્ભવતી થાય છે, ત્યારે તેમનું પોતાનું જ આરોગ્ય સારું ન હોવાને કારણે પણ ગર્ભમાં બાળકને પોષણ નથી મળતું અને કુપોષિત બાળકો જન્મે છે.

જો કે આ સમસ્યા ફક્ત પછાત વિસ્તારોમાં જ નથી. શહેરી વિસ્તારો અને સંપન્ન પરિવારોમાં પણ કુપોષણની સમસ્યા છે. જંક ફૂડ, ફાસ્ટ ફૂડને કારણે પણ બાળકો કુપોષણનો શિકાર થઈ રહ્યા છે. પૂરતો પોષણયુક્ત ખોરાક ન મળવાને કારણે શહેરી વિસ્તારોના બાળકો પણ કુપોષણથી પીડાય છે. દેશભરમાં ગુજરાત વિકાસનું એન્જિન તો સાબિત થયું છે. પરંતુ પાયાની આરોગ્ય જેવા મહત્વના મુદ્દા પર દુર્લક્ષ્ય સેવાયું છે. ત્યારે પોષણ માસ જેવી ઉજવણી દરમિયાન ફક્ત કાર્યક્રમો કરવાના બદલે પ્રસૂતાઓ અને બાળકોને પોષણયુક્ત ખોરાક અંગે માહિતી મળે. પૂરતી આજીવિકા મળે જેથી બાળકોને અને મહિલાઓને ખોરાક મળી શકે તેવા કાર્યક્રમો ઘડાય તે જરૂરી છે. જો આવા પગલાં લેવાશે જ તો જ કુપોષણના દાનવને નાથી શકાશે. નહીં તો ભવિષ્યનું ભારત કુપોષિત ભારત અને નબળા યુવાનોનું ભારત બની શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK