ગુજરાત : રાજકોટમાંથી નળી આવ્યો દુનિયાનો સૌથી ઝેરી સ્પાઇડર

ચાર આંખ અને આઠ પગવાળો આ કરોળિયો મળ્યો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કૅમ્પસમાંથી

spider


રશ્મિન શાહ

જૂજ લોકોને ખબર હશે કે દુનિયામાં ચારસોથી પણ વધારે જાતના કરોળિયા છે, જેમાં સૌથી ઝેરી કરોળિયો જે છે એને વાયોલિન સ્પાઇડર તરીકે ઓળખવામાં આવે છે. આ સ્પાઇડર મોટા ભાગે ઍમેઝૉનનાં જંગલોમાં જોવા મળતો હોય છે. એનો માત્ર એક જ ડંખ માણસ માટે જીવલેણ પુરવાર થાય છે તો સિંહ અને વાઘ જેવા કદાવર અને જંગલી જાનવર પણ વાયોલિન સ્પાઇડરના એક ડંખથી મરી જાય છે. ભાગ્યે જ જોવા મળતો આ વાઇરલ સ્પાઇડર ગઈ કાલે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગાર્ડનમાંથી મળ્યો. ચાર આંખ અને આઠ પગવાળો આ સ્પાઇડર કેવી રીતે આવ્યો એના વિશે કોઈ જાણકારી નથી મળી, પણ ધારણા એવી મૂકવામાં આવે છે કે ઇમ્ર્પોટ કરવામાં આવેલા કન્ટેનર સાથે આ સ્પાઇડર કદાચ અહીં સુધી પહોંચી ગયો હશે.

વાયોલિન સ્પાઇડર અન્ય સ્પાઇડર કરતાં લુકમાં જુદો પડતો હોવાથી એ એક જ ઝાટકે ઓળખાઈ ગયો. વાયોલિન સ્પાઇડર પોતાના શિકારને ડંખ મારે એ પછી માત્ર ૦.૦૧ સેકન્ડમાં ગરોળીની સાઇઝનું સરીસૃપ પણ મરી જાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy