મોદી અને જપાનના PM આજે અમદાવાદમાં છે ત્યારે સુરતમાં ભડકો

પાટીદારો વીફર્યા, ૨ બસ અને ૪ બાઇક સળગાવી દીધી : વરાછામાં યોજાયેલી BJP યુવા મોરચાના ડૉ. ઋત્વિજ પટેલની વિજય ટંકાર યાત્રાનો વિરોધ કર્યો એટલે પોલીસે લાઠીચાર્જ કર્યો અને પરિણામે તોફાન મચી ગયું


surat


રશ્મિન શાહ

BJP યુવા મોરચાના પ્રમુખ ડૉ. ઋત્વિજ પટેલે સુરતના વરાછા વિસ્તારમાં ગઈ કાલે વિજય ટંકાર યાત્રાની જાહેર સભા કરતાં પાટીદારો ગુસ્સે ભરાયા હતા. ગુજરાત વિધાનસભાના આવી રહેલા ઇલેક્શનમાં BJP જીતશે એ બાબતનો રણટંકાર કરતી યાત્રા શરૂ કરી ત્યારે જ સુરતના પાટીદારો દ્વારા આ યાત્રા વરાછા વિસ્તારમાં લાવવાની મનાઈ કરી દીધી હોવા છતાં પણ ડૉ. ઋત્વિજ પટેલે પાટીદારોને દેખાડી દેવાના હેતુથી આ જ વિસ્તારમાં જાહેર સભાનું પ્લાનિંગ કર્યું અને પોલીસ-પ્રોટેક્શન વચ્ચે જાહેરસભા શરૂ કરી દીધી હતી, પણ જાહેર સભા ચાલુ હતી એ દરમ્યાન અંદાજે સાડાનવ વાગ્યે પાટીદારો દ્વારા વિરોધ શરૂ કરવામાં આવતાં અને BJP વિરોધી નારાબાજી શરૂ કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો એના જવાબમાં પાટીદારો તોફાને ચડ્યા હતા, જે મોડી રાત સુધી ચાલુ રહ્યા.

આ લખાય છે ત્યાર સુધીમાં સુરતના ચાલીસ ટકા વિસ્તારમાં કરફ્યુ જાહેર કરી દેવામાં આવ્યો છે અને વરાછા આખું પોલીસછાવણીમાં ફેરવાઈ ગયું હતું. તોફાને ચડેલા પાટીદારોએ બે બસ અને ચાર બાઇક સળગાવી હતી તો ઠેર-ઠેર પથ્થરમારો પણ સતત ચાલુ રહ્યો હતો. પથ્થરમારામાં ૧૯ પોલીસવાળા પણ ઘાયલ થયા હતા. પોલીસે હિંસા મચાવવા બદલ ૨૦ પાટીદારોની અટક પણ કરી હતી.


જય પાટીદાર અને જય સરદારના નારા સાથે પાટીદારો રસ્તા પર ઊતરી આવ્યા પછી પાટીદારોની ધરપકડ શરૂ થઈ હતી. પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની પાછળ પાટીદાર અનામત આંદોલન સમિતિ ક્યાંય જોડાયેલી નથી, પણ જે કોઈની ધરપકડ થઈ છે તેમને જો છોડવામાં નહીં આવે તો બહુ મોટી ક્રાન્તિ BJPના નેતાઓએ જોવી પડશે.’

આજે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન અમદાવાદ આવી રહ્યા છે ત્યારે જ સુરતમાં ટેન્શન શરૂ થતાં BJP માટે પણ ટેન્શન ઊભું થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy