શિક્ષક દિવસ સ્પેશિયલઃ બાળકોને ભણાવવા આ ટીચરનો નવતર ઉપાય

એક શિક્ષકે બાળકોને ભણતર પ્રત્યે આકર્ષવા માટે નવો ઉપાય અજમાવ્યો. આજે ગુજરાતના અન્ય કેટલાક શિક્ષકો પણ તેમની કોપી કરી રહ્યા છે. અને શાળામાં બાળકોની સંખ્યા પણ વધી છે.

teacher

- ભાવિન રાવલ

5 સપ્ટેમ્બર, એટલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્નનનો જન્મ દિવસ. જેને દેશ આખામાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસ એટલે ગુરુપૂર્ણિમાની જેમ જ શિક્ષકોને સન્માન આપવાનો દિવસ. બાળકો માટે શિક્ષકો એ સૌથી મોટું ઉદાહરણ છે. માતા પિતા બાદ બાળકો શિક્ષક પાસેથી અને શિક્ષકોને જ જોઈને જ જીવનના પાઠ શીખે છે. પરંતુ આજકાલ શિક્ષકો પણ બાળકોને માત્ર પુસ્તકિયું જ્ઞાન આપીને પોતાની ફરજ બજાવી લે છે.

ગુજરાતમાં શિક્ષણનું સ્તર ગગડી રહ્યું છે. ડ્રોપ આઉટ રેશિયો વધતો હોવાની બૂમરાણ મચે છે. આ માટે સરકાર કદાચ કામ કરતી જ હશે. પરંતુ કેટલાક શિક્ષકો પણ છે, જે એકલ પંડે વિદ્યાર્થીઓને સ્કૂલે લાવવા મહેનત કરી રહ્યા છે.. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલી અરણીવાડાના શિક્ષકે એકલપંડે જ આવો યજ્ઞ આદર્યો છે.

આ છે ડાન્સિંગ ટીચર

અરણીવાડા પ્રાથમિક શાળામાં કામ કરતા શિક્ષક રોહિત પટેલે કંઈક એવું કર્યું છે કે વિદ્યાર્થીઓને હવે શાળાએ આવવામાં મજા પડી રહી છે. બાળકો દોડીને સ્કૂલે આવે છે. અને સ્કૂલમાં બાળકોની સંખ્યા પણ વધી છે. હકીકતમાં રોહિત પટેલ બાળકોને અભિયન અને ગીતો સાથે શિક્ષણ આપે છે. પ્રાથમિક શાળાના માસૂમ બાળકો પર ભણતરનો ભાર થોપવાને બદલે રોહિત પટેલ બાળકો સાથે બાળક બની જાય છે. ગીતો ગાતા અભિનય કરીને નાચતા નાચતા બાળકોને ભણવાના વિષય સમજાવી દે છે. જેને પગલે બાળકોને પણ ભણવામાં રસ જાગે છે. અને બાળકો હોંશે હોંશે શીખે છે..

teacher 1


શું કહે છે આચાર્યા ?

અરણીવાડા શાળાના આચાર્યા ગાયત્રીબહેનનું કહેવું છે કે, 'રોહિતભાઈએ શરૂઆતમાં જ્યારે અભિનય ગીત સાથે બાળકોને ભણાવવાની શરૂઆત કરી ત્યારે અમને અજુગતું લાગતું હતું. પરંતુ ધીરે ધીરે તેમનો આ પ્રયત્ન ફળ્યો. અને આજે તેઓ બાળકોના પ્રિય શિક્ષક બન્યા છે. એટલું જ નહીં શાળામાં બાળકોની હાજરી પણ વધી છે.'


જો કે હાલ ભલે રોહિતભાઈ પોતાના આ અનોખા અંદાજને આખા ગુજરાતમાં જાણીતા બન્યા હોય. પરંતુ શરૂઆતમાં તેમના પ્રયત્ન સામે સવાલ ઉઠ્યા હતા. રોહિત પટેલ કહે છે કે, 'પીટીસીના અભ્યાસ ક્રમ દરમિયાન દરેક શિક્ષકને નાના બાળકોને ભણાવવા માટે અભિનય ગીત અંગે શીખવવામાં આવે છે. પરંતુ શરમ અને સંકોચને કારણે યુવાન શિક્ષકો આ રીત અપનાવતા નથી.' રોહિત પટેલે શરમ સંકોચ છોડીને બાળકોને ભણાવવા ડાન્સનો ઉપયોગ કર્યો અને બાળકો સામેથી તેમની પાસે ભણવાની ઈચ્છા વ્યક્ત કરે છે.

કેવી રીતે કરી શરૂઆત ?

શિક્ષણ મામલે કાંકરેજ પછાત વિસ્તાર છે. પરંતુ ચાર વર્ષ પહેલા અરણીવાડાની શાળામાં જોડાયેલા રોહિત પટેલે પીટીસી કરતા સમયે જ આ ટ્રીક અપનાવવાનું નક્કી કર્યું હતું. અને છેલ્લા ચાર વર્ષથી તેઓ સફળતાથી આ રીતે બાળકોને ભણાવી રહ્યા છે.તો અરણીવાડા ગામના વાલીઓ પણ તેમના બાળકોના શિક્ષણના સ્તરથી ખુશ છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી અરણીવાડા ગામમાં ફરજ બજાવે છે. રોહિતભાઈ પટેલ કહે છે કે,‘ બાળકોને અભિનય ગીત દ્વારા શિક્ષણ આપવાથી બાળકોમાં તેનું જ્ઞાન ઝડપથી આવે છે. તેમજ બાળકોને શિક્ષક પ્રત્યે ડર નહીં પરંતુ મિત્રતા બંધાય છે. જેને લઇ બાળકો શાળામાં ઉત્સાહિત થાય છે.’ આ ઉપરાંત આ શિક્ષક પ્રવાસ દરમિયાન જાતે ભોજન બનાવીને બાળકોને પીરસે છે.

રોહિત પટેલની અભિનય ગીત દ્વારા ભણાવવાની રીત એટલી ફેમસ થઈ છે કે તેમના ડાન્સ કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ પણ થઈ ચૂક્યુ છે. હાલ ટ્યુશનિયા શિક્ષકોની સામે રોહિત પટેલ જેવા શિક્ષકો એક આગવું ઉદાહરણ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK