ફાળા માટે ગણપતિ-ભક્તોની સુરતમાં લુખ્ખી દાદાગીરી

ઓછો ફાળો લખાવનારા વેપારીઓની  દુકાનનાં તાળાં પર મારી દીધું એમ-સીલ, શહેરમાં ઑલમોસ્ટ હજારથી વધુ દુકાનોની થઈ આવી હાલત


surat

રશ્મિન શાહ

સુરતના ગણપતિ-ભક્તોએ છેલ્લા બે દિવસમાં સાવ લુખ્ખી કહેવાય એવી દાદાગીરી ફાળા માટે ચાલુ કરી છે. ઓછામાં ઓછો ૧૦૦૦ રૂપિયા અને બાકી જેવી દુકાન કે શોરૂમ એ મુજબના ૨૫૦૧ રૂપિયાથી માંડીને ૫૦૦૧ રૂપિયા સુધીના ફાળાની માગણી કરનારા આ ગણપતિ-ભક્તોને જોઈતો ફાળો ન મળતો હોવાથી તેમણે દુકાન અને શોરૂમના શટરનાં તાળાંના કી-હોલમાં એમ-સીલ ભરી દેવાનું ચાલુ કરતાં સુરતમાં દેકારો બોલી ગયો છે. અડધાથી પોણા કલાકમાં ચોંટીને પથ્થર જેવું નક્કર થઈ જતું આ એમ-સીલ રાતના સમયે તાળાના કી-હોલમાં લગાડી દેતાં વેપારીઓને તાળાં તોડાવવા સિવાય બીજો કોઈ છૂટકો રહ્યો નથી.

શુક્રવારે રાતે સુરતના અઠવા વિસ્તારમાં તથા અંબાજી રોડ, વરાછા અને સોશિયો સર્કલ પાસેના વિસ્તારોમાં આવેલી દુકાનોના લૉકના કી-હોલમાં એમ-સીલ ભરી દેવાની ઘટના બની હતી તો શનિવારે રાતે પણ આ ઘટનાક્રમ ચાલુ રહ્યો અને સુરતના અન્ય વિસ્તારોમાં એમ-સીલ ભરવાની ઘટનાઓ બની. ગણપતિ-વિસર્જન સમયે હષોર્લ્લાસ સાથે વિસર્જનયાત્રા નીકળે એ માટે સુરતના આઠ સાર્વજનિક ગણપતિના યુવાનો એકઠા થઈને ફાળો ઉઘરાવવાનું કામ કરતા હતા તેમના પર પોલીસને શંકા છે. સુરત પોલીસના કહેવા મુજબ શહેરની એક હજારથી વધુ દુકાનો અને શોરૂમના લૉક સાથે આવી હરકત કરવામાં આવી છે અને આ બધા પાસેથી મોટો ફાળો માગવામાં આવ્યો હતો, પણ તેમણે આપ્યો ન હોવાથી આવું બન્યું હોવાનું તેમનું કહેવું છે.


જે કોઈ દુકાનોના લૉક સાથે આવી ઘટના બની છે એ દુકાનોની આસપાસના CCTV કૅમેરાનાં વિડિયો-ફુટેજ એકઠાં કરવામાં આવી રહ્યાં છે. આ ફુટેજમાં ચારથી પાંચ યુવાનો લૉકના કીહોલમાં એમ-સીલ લગાવવાનું કામ કરતા દેખાય છે. વિઘ્નહર્તાની વિદાય સમયે આવું વિઘ્ન આવશે એવું તો સુરતના વેપારીઓએ ધાર્યું પણ નહીં હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy