વાર્યા ન વળે તે હાર્યા વળે

ઉપવાસના ૧૪મા દિવસે પણ, પોતાની તબિયત લથડી રહી હોવા છતાં સરકારના પેટનું પાણી જરાસરખું પણ હલ્યું નહીં એટલે હાર્દિક પટેલ કોઈ વિરોધ વગર હૉસ્પિટલમાં ઍડ્મિટ થઈ ગયો

hardik1

હાર્દિક પટેલની આડકતરી પીછેહઠ

સાથીઓ હૉસ્પિટલમાં લઈ ગયા એનો વિરોધ ન કર્યો : ઉપવાસના ૧૪મા દિવસે શ્વાસ લેવામાં તકલીફ અને અર્ધબેહોશી જેવી હાલત પાટીદારોને અનામત મળે, ખેડૂતોનાં દેવાં માફ થાય અને અલ્પેશ કથીરિયાને મુક્ત કરવાની માગણી સાથે ૧૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલા પાટીદાર નેતા હાર્દિક પટેલની તબિયત ગઈ કાલે બપોરે લથડતાં તેના સાથીદારો તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા હતા અને એનો વિરોધ પણ હાર્દિક પટેલે કર્યો નહોતો. આમ તબિયત ખરાબ થતાં તેમ જ સરકાર તરફથી કોઈ હિલચાલ ન થતાં હાર્દિક પટેલે આમરણ ઉપવાસમાં આડકતરી પીછેહઠ કરી હોવાનો સૂર ઊઠ્યો હતો. સોલા હૉસ્પિટલ સરકારી હોવાથી મોડી રાતે તેને પાટીદાર નેતાઓ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી સ્વામીનારાયણ ગુરુકુળ વિશ્વ પ્રતિષ્ઠાનમ (SGVP) હૉસ્પિટલમાં લઈ ગયા હતા. એવું માનવામાં આવે છે કે તેને બૅન્ગલોરની જિંદલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવશે.

નરેશ પટેલને મળ્યા બાદ તબિયત બગડી

પાટીદાર આગેવાન અને ખોડલધામના નરેશ પટેલે ગઈ કાલે હાર્દિક પટેલને મળીને તેને પારણાં કરવા તેમ જ મેડીકલ ટ્રીટમેન્ટ લેવા માટે સમજાવ્યો હતો, પરંતુ પારણાં કરવા હાર્દિક માન્યો નહોતો. નરેશ પટેલના ગયા બાદ થોડીક જ વારમાં હાર્દિકની તબિયત લથડતાં તેના ઘરની બહાર ગુજરાત સરકાર દ્વારા તહેનાત કરાયેલી ICU ઑન વ્હીલ્સમાં બેસાડીને તેને સોલા સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. હૉસ્પિટલના છઠ્ઠા માળે ICU વૉર્ડમાં તેને ઍડ્મિટ કરવામાં આવ્યો છે. ત્રણ ફિઝિશ્યન ડૉક્ટરોની ટીમ દ્વારા હાર્દિકની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.

hardiuk

ત્રણ મુદ્દે અનશન ચાલુ

પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવક્તા મનોજ પનારાએ મીડિયાને કહ્યું હતું કે ‘નરેશ પટેલના ગયા બાદ હાર્દિકને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી તેમ જ બેભાન થઈ જવા જેવું લાગ્યું હતું. કોમામાં જવાની શરૂઆત થતાં તબિયત લથડતાં અમારી ટીમે નક્કી કર્યું કે ઝડપથી તેને હૉસ્પિટલમાં દાખલ કરવો જોઈએ એટલે હૉસ્પિટલમાં લાવ્યા છીએ. ગુરુવારે ડૉક્ટરે કહ્યું હતું કે ૧૨ કે ૧૮ કલાક પછી હાલત બગડી શકે છે અને આજે ૧૮ કલાક થતાં તે કોમામાં જવા લાગ્યો ત્યારે તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાર્દિક પટેલનું ત્રણ મુદ્દા પર અનશન ચાલુ છે. અમારું ઉપવાસ-આંદોલન ચાલુ રહેશે. હાર્દિક હશે તો આગળ લડાઈ સાથે મળીને લડીશું.’

હૉસ્પિટલની બહાર પોલીસ ખડેપગે

હાર્દિક પટેલને અમદાવાદની સોલા સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવતાં તેના સમર્થકો હૉસ્પિટલ પર ઊમટી પડ્યા હતા અને હૉસ્પિટલની બહાર પાટીદાર સમર્થકોનો જમાવડો થઈ ગયો હતો. હૉસ્પિટલમાં હાર્દિક પટેલને સારવાર માટે લાવવાનો હોવાથી હૉસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ તહેનાત થઈ ગઈ હતી. હાર્દિક પટેલ જ્યાં સારવાર લઈ રહ્યો છે એ ફ્લોર પર, હૉસ્પિટલના પરિસરમાં તેમ જ હૉસ્પિટલની આસપાસ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં  આવ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK