બીમારીથી કંટાળીને સગા દીકરાએ જ માતાને અગાસી પરથી ધક્કો માર્યો

નનામા લેટરે ભાંડો ફોડ્યો

push1

રશ્મિન શાહ

રાજકોટના પૉશ ૧૫૦ ફીટ રિંગ પર રહેતાં ૬૪ વર્ષનાં વૃદ્ધાએ બ્રેઇન-ટ્યુમરથી ત્રાસીને સપ્ટેમ્બરમાં ચોથા માળની છત પરથી ઝંપલાવીને સુસાઇડ કર્યાનું ખૂલ્યું હતું, પણ એ ઘટના હકીકતમાં સુસાઇડની નહીં, મર્ડરની હતી અને એ વૃદ્ધાનું મર્ડર બીજા કોઈએ નહીં, તેના એકમાત્ર સગા દીકરાએ જ કર્યું હતું જેની અરેસ્ટ ગઈ કાલે રાજકોટ પોલીસે કરી હતી. રાજકોટના પોલીસ-કમિશનર અનુપમસિંહ ગેહલોટે કહ્યું હતું કે ‘જયશ્રી નથવાણીનો દીકરો સંદીપ જ મમ્મીને ટેરેસ પર લઈ ગયો હતો અને તેણે જ તેને ધક્કો માર્યો હતો. સંદીપ જામનગરની પ્રાઇવેટ કૉલેજમાં પ્રોફેસર છે અને તેણે ગુનો કબૂલી લીધો છે.’

જામનગર રહેતા પણ માની સારવાર માટે રાજકોટ રહેવા આવેલા સંદીપની મોટા ભાગની ઇન્કમ તેની મમ્મીની ટ્રીટમેન્ટમાં વપરાઈ જતી હોવાથી અને એને લીધે પોતે તથા વાઇફ જિંદગી જીવી શકતાં ન હોવાનો અફસોસ થતો હોવાથી સંદીપે નક્કી કર્યું હતું કે કોઈ પણ રીતે મમ્મીથી છુટકારો મેળવવો. એક જ દીકરો હોવાથી વ્યવહારુ દૃષ્ટિએ તે આ જવાબદારીમાંથી હાથ ખંખેરી નહોતો શકતો એટલે તેણે એક

ક્રાઇમ-શોમાં સુસાઇડની આ કાર્યપદ્ધતિ જોઈને પ્લાન બનાવી લીધો હતો. પ્લાન મુજબ તે ૨૭ સપ્ટેમ્બરે રાતે ૮ વાગ્યે અશક્ત અને બીમાર મમ્મીને લઈને અગાસી પર ગયો અને પછી કોઈ જોતું નહોતું ત્યારે તેણે મમ્મીને અગાસીની પાળી પાસે ઊભી રાખીને દૂરનું દૃશ્ય દેખાડવાના બહાને ધક્કો મારી દીધો હતો. ધક્કો મારીને તે દોડતો પોતાના ફ્લૅટમાં પાછો આવી ગયો અને પોતાનું કામ કરવા માંડ્યો હતો. દસેક મિનિટ પછી ફ્લૅટમાં રહેતા અન્ય પાડોશીએ આવીને જાણ કરી એટલે તેણે એવું નાટક કર્યું જાણે તેને કશી ખબર નથી અને તે દોડતો નીચે પહોંચી ગયો, પણ ત્યાં સુધીમાં જયશ્રીબહેનનો જીવ નીકળી ગયો હતો.

push

નાટક કર્યું સ્મશાનયાત્રામાં

ઍક્સિડન્ટ તરીકે નોંધાયેલી આ ઘટનામાં મમ્મીની સ્મશાનયાત્રા વખતે પણ સંદીપે એવું જ નાટક કર્યું હતું જાણે આ ઘટના તેની વાઇફની બેદરકારીને લીધે બની હોય. તેણે બધા વચ્ચે એવો દેકારો બોલાવ્યો હતો જો તેની વાઇફે મમ્મીને એકલી ઉપર જવા ન દીધી હોત તો આજે તેની મમ્મી જીવતી હોત. જોકે તેનું આ નાટક ત્રણ મહિના ચાલ્યું, પણ એ પછી પોલીસને મળેલા નનામા પત્રના આધારે પોલીસે ખાનગી રાહે આ કેસ ઓપન કર્યો અને તપાસ શરૂ કરી જેમાં સંદીપ પોતે જ પોતાની મમ્મીને લઈને અગાસીમાં જતો હોવાનાં CCTVનાં ફુટેજ પોલીસને મળ્યાં. એ ઉપરાંત હસબન્ડ-વાઇફ વચ્ચે મમ્મીને કારણે થતા ઝઘડાઓ વિશે પણ પાડોશી પાસેથી ઇન્ફર્મેશન મળી. પોલીસે સંદીપને બોલાવીને પોતાની સ્ટાઇલથી પૂછપરછ કરતાં સંદીપે છેવટે કબૂલી લીધું હતું કે મેં જ મારી માને ધક્કો મારીને છત પરથી ફેંકી દીધી હતી.

રાજકોટ પોલીસનું માનવું છે કે આ ઘટના અપાર્ટમેન્ટના જ કોઈક પડોશીએ નરી આંખે જોઈ હોય એટલે તેણે જ આ નનામો લેટર લખ્યો હશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK