સચિન તેન્ડુલકરને રાજ્યસભામાં બોલવા ન દીધો એટલે સોશ્યલ મીડિયા પર બોલ્યો

નૅશનલ લેવલના ઍથ્લીટ્સની આર્થિક સુરક્ષાનો મુદ્દો રજૂ કર્યો

sschin

રાજ્યસભામાં રાષ્ટ્રીય સ્તરના ઍથ્લીટ્સની આર્થિક સુરક્ષાનો મુદ્દો રજૂ કરવાનો મુઠ્ઠીઊંચેરા ક્રિકેટર ગણાતા સચિન તેન્ડુલકરનો પ્રયાસ વિરોધ-પ્રદર્શનના શોરકોરમાં ડૂબી ગયો હતો. સચિન તેન્ડુલકર ગુરુવારે જે સ્પીચ રાજ્યસભામાં વાંચી ન શક્યો એમાં ઍથ્લીટ્સની આર્થિક સુરક્ષાના અનેક મહત્વના મુદ્દા હતા. યોગાનુયોગ સચિન તેન્ડુલકરે સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ (CGHS)માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચંદ્રક મેળવનાર સ્પોર્ટ્સ પર્સન્સને સામેલ કરવાનો અનુરોધ કરતો પત્ર વડા પ્રધાનને લખ્યો છે. 

સચિન તેન્ડુલકરે શું-શું કહ્યું?

કોઈ પણ સ્પોર્ટ્સ-પર્સન કરીઅર તરીકે ફક્ત સ્પોર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છે તો તેને માટે આર્થિક સુરક્ષા ઘણી વખત પડકારરૂપ બને છે. હું જાણું છું કે સરકાર એનાં અનેક સંસ્થાનોમાં સ્પોર્ટ્સ પર્સન્સને નોકરી આપીને તેમને સપોર્ટ કરે છે. એ વલણને અમે બિરદાવીએ છીએ; પરંતુ ભારતમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લાસ્તરના સંખ્યાબંધ રિટાયર્ડ ઍથ્લીટ્સ પાસે યોગ્ય નોકરી નથી. તેમને આર્થિક સ્થિરતા આપવા સાથે તેમનાં મન પણ પરોવાયેલાં રહે એની આપણે તકેદારી રાખવી જોઈએ. તેમનાં કૌશલ અને સ્પોર્ટ્સ પ્રત્યેના લગાવનો ઉપયોગ આપણે ભાવિ પેઢીઓને સંબંધિત સ્પોર્ટ્સના કોચિંગ માટે કરી શકીએ.

ઝારખંડના નૅશનલ લેવલના હૉકી-પ્લેયર નૌરી મુંડુ શિક્ષક અને ખેડૂત એમ બન્ને કામ કરે છે. ઍથેન્સમાં ૨૦૧૧માં યોજાયેલા સ્પેશ્યલ ઑલિમ્પિક્સમાં ચંદ્રક મેળવનાર સીતા સાહુ આજીવિકા રળવા પાણીપૂરી વેચે છે. આપણે એક સંસ્થા ઊભી કરવી જોઈએ અને એના દ્વારા એ ઍથ્લીટ્સને સ્કૂલોમાં ભણતાં બાળકોને સ્પોર્ટ્સની ટ્રેઇનિંગ આપવા અને એ બાïળકોમાં છુપાયેલી ટૅલન્ટ ઓળખવા-પારખવાની કામગીરી સોંપવી જોઈએ. એ ઍથ્લીટ્સ સમાજને ઘણું આપી શકે એમ છે.

નૅશનલ લેવલના ઍથ્લીટ્સના હેલ્થ ઇન્શ્યૉરન્સનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. મહાન હૉકી ખેલાડી મોહમ્મદ શાહિદે તેમના આખરી દિવસોમાં જે સંઘર્ષ જોયો છે એવી કમનસીબીભરી સ્થિતિનું પુનરાવર્તન ટાળવાની જરૂરિયાત છે. ૧૯૫૬ની મેલબર્ન ઑલિમ્પિક્સમાં ભાગ લેનારા અને ૨૦૦ મીટરની બટરફ્લાય ફાઇનલ માટે ક્વૉલિફાઇડ થયેલા શમશેર ખાન ભારતના પ્રથમ ઑલિમ્પિક સ્વિમર હતા. આપણે દેશના નૅશનલ હીરોઝને કેવી રીતે હતાશામાં મૂક્યા એનો વધુ એક પુરાવો શમશેર ખાન છે. આપણા નૅશનલ હીરોઝ સન્માનનીય જીવન જીવી શકે એવી તેમની સ્થિતિ હોવી જોઈએ. CGHSના લાભો નૅશનલ સ્પોર્ટ્સ પર્સન્સને ઉપલબ્ધ કરાવવાનું એ દિશાનું પગલું ગણાય. હું આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગના પ્રધાન જે. પી. નડ્ડાને આ વિષય પરની મારી વિનંતી પર વિચારણાની વિનંતી કરું છું. મારી આ વિનંતી ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ સ્પોર્ટ્સ (AICS)ની ભલામણોના અનુસંધાનમાં છે.

મહાન સ્પોર્ટ્સ પર્સન્સના જીવન અને કાર્ય વિશેના પાઠ સ્કૂલના અભ્યાસક્રમમાં સામેલ કરીને તેમને અમર બનાવવાની જરૂર છે. ભારત માટે સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રક જીતનારા સ્પોર્ટ્સ પર્સન્સને બિરદાવવા માટે આપણે યોગ્ય પગલાં લઈએ છીએ? એ ચૅમ્પિયન ખેલાડીઓ પાસે બધું શ્રેષ્ઠ નહોતું. તેમણે તેમની પાસે જે હતું એને શ્રેષ્ઠ બનાવ્યું હતું. મને લાગે છે કે બાળકો અને યુવાનોએ ખેલકૂદના ઇતિહાસમાંથી શીખવું જોઈએ. હું ગંભીરતાપૂર્વક માનું છું કે એ ચૅમ્પિયન્સ સ્કૂલો અને કૉલેજોના અભ્યાસક્રમનો હિસ્સો હોવા જોઈએ. ૨૦૦૯માં રાજ્યસભાએ બાળકોને વિનામૂલ્ય ફરજિયાત શિક્ષણના અધિકારનો ખરડો પસાર કર્યો. એ કાયદામાં સુધારો કરીને એમાં બાળકને સ્પોર્ટ્સ ખેલવાના અધિકારનો પણ સમાવેશ કરવો જોઈએ.

ઑલિમ્પિક્સ કે અન્ય મોટી સ્પોર્ટ્સ-ઇવેન્ટ પૂર્વે આપણી અપેક્ષાઓ આકાશને આંબે છે. મને લાગે છે કે અચ્છાઈ માટે પરિવર્તન આવે છે અને આપણે તૈયારી માટે લાંબા ગાળાનો અભિગમ અપનાવ્યો છે. કુમળી વયમાં બાળકોની ટૅલન્ટ ઓળખવાની જરૂરિયાત ઉપરાંત ઍથ્લીટ્સની તૈયારીઓમાં માર્ગદર્શન આપતી ટુકડી હોવી જરૂરી છે. આપણે ઍથ્લીટ્સને ફુલટાઇમ સપોર્ટ-સ્ટાફ ઉપલબ્ધ કરાવવાની અત્યંત મહત્વપૂર્ણ આવશ્યકતા છે. એ સાથે ચંદ્રકો જીતવાનું પણ ટાર્ગેટ રાખવું જોઈએ.

ભારતને સ્વસ્થ અને આરોગ્યમય બનાવવાની અનિવાર્યતા પર પણ ધ્યાન આપવું જોઈએ. અત્યારે ડાયાબિટીઝના ૭૫૦ લાખ દરદીઓ સાથે ભારત વિશ્વનું ડાયાબેટિક પાટનગર બની રહ્યું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK