ન્યાય માટે ઇન્સ્પેક્ટર ઉપવાસ આંદોલન પર

વલસાડ RTOમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર એચ. એલ. પારેખે જ્યાં સુધી પોતાને ન્યાય ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.

મદજ

વલસાડ RTOમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર એચ. એલ. પારેખનો છેલ્લા કેટલાક સમયથી પગારમાં થયેલો વધારો નહીં મળતાં અને તેમનું પ્રમોશન અટકાવી દેવામાં આવતાં તેમણે ગઈ કાલથી ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને જ્યાં સુધી પોતાને ન્યાય ન મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. આ બાબતમાં તેમણે પુષ્કળ વખત રજૂઆત કરી હતી, પણ કોઈ પરિણામ આવતું ન હોવાથી અંતે તેમણે ૩૧ ડિસેમ્બરની મહેતલ આપી હતી. એ દિવસે પણ તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં થતાં અંતે તેમણે ગઈ કાલથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા.

વલસાડની RTOમાં એચ. એલ. પારેખની નિયુક્તિ ૨૦૧૫માં કરવામાં આવી હતી, જેમાં છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન તેમને બે વખત પ્રમોશન પણ ઑફિશ્યલ મળ્યું હતું અને એ પ્રમોશનના આધારે તેમની સૅલેરી પણ વધી હતી, પણ એમ છતાં આ બન્ને હક તેમને મળતા નહોતા, જેને લીધે પારેખે અનેક વખત રજૂઆત કરી અને ગાંધીનગર પણ આ બાબતમાં રજૂઆત કરી, પણ દરેક વખતે તેમને વાયદા જ મળતા હોવાથી ગઈ કાલે તેમણે ઉપવાસ શરૂ કરી દીધા હતા. પારેખે પોતાની ઉપવાસની છાવણી પણ RTOની બહાર જ કરી હતી અને ત્યાં તે એકલા જ ઉપવાસ પર બેઠા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK