'રાષ્ટ્રીય શાયર' ઝવેરચંદ મેઘાણીના સંભારણા

જુઓ ઝવેરચંદ મેઘાણીની રેર તસવીરો


  એક વ્યક્તિ કેટલું કરી શકે ? એકાદ બે ક્ષેત્રોમાં કે મલ્ટીટાસ્કર હોય તો 3 ક્ષેત્રોમાં કામ કરી શકે. પણ આ તો મેઘાણી હતા. ઝવેરચંદ મેઘાણી. પૂજ્ય બાપુએ જેમને 'રાષ્ટ્રીય શાયર' કહીને નવાજ્યા તે મેઘાણી. મેઘાવી પ્રતિભાના માલિક. મેઘાણીને આજે આપણે ચારણકન્યા કે કસુંબીનો રંગ જેવી કવિતાઓથી યાદ કરીએ છીએ. પણ તેમનું પ્રદાન આટલું જ નથી. મેઘાવી પ્રતિભા ધરાવતા મેઘાણી કવિની સાથે સાથે લેખક, સંશોધક, ગાયક, પત્રકાર, સમાજસેવક, વિચારક પણ હતા. જો કે તેમનું સૌથી મોટું કામ રહ્યું છે સૌરાષ્ટ્રમાં પડેલી લોકકથાઓને શબ્દોના વાઘા પહેરાવીને આપણા સુધી પહોંચાડવાનું.

    ગુજરાતના લોકસાહિત્યમાં અમૂલ્ય પ્રદાન કરી ગયેલા ઝવેરચંદ મેઘાણીની આજે 122મી જન્મજયંતી છે. આજે કેટલાક પુસ્તકો કે માત્ર શાળાના પાઠ્યપુસ્તકો સુધી સીમીત થયેલા મેઘાણી વાચકોમાં હજીય લોકપ્રિય છે. મેઘાણીની 122મી જન્મજયંતીએ જુઓ તેમની કેટલીક એવી તસવીરો જે પહેલા તમે ક્યારેય નહીં નિહાળી હોય.


meghani 1

યુવાનીમાં આવા દેખાતા હતા ઝવેરચંદ મેઘાણી


meghani 2

જ્યારે પાઘડી નહોતી અપનાવી ત્યારનો ફોટો


meghani 3

મોટાભાગે ઝવેરચંદ મેઘાણીની તસવીરો પરંપરાગત પાઘડીમાં મળે છે, પણ આ તસવીરમાં તેમણે ગાંધીટોપી પણ પહેરી છે.

meghani 4

લોકસાહિત્યના સંશોધન માટે પ્રવાસ કરતા મેઘાણી તસવીર પડાવવાનું નહોતા ચૂક્તા

meghani 5

ઝવેરચંદ મેઘાણીનું નામ યાદ આવતા જ મૂછોવાળો ચહેરો સામે આવે, પરંતુ મૂછ વગરની પણ આ એક તસવીર છે.


meghani 6

લખતા લખતા ક્યારેક ઉંડા વિચારોમાં ચડી જતા ઝવેરચંદ મેઘાણી

meghani 7

ઝવેરચંદ મેઘાણીના પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી

meghani 8

માતા ધોળીબા

meghani 9

પહેલા પત્ની દમયંતીબહેન સાથે

meghani 10

બીજા પત્ની ચિત્રાદેવી સાથે

meghani 11

પત્ની ચિત્રાદેવી, પુત્ર મહેન્દ્ર, પુત્રી ઈન્દુ સહિત બાળકોને ફોટો બતાવતા મેઘાણી

meghani 12

પુત્રી ઈન્દુ સાથે

meghani 13

પાછલી અવસ્થામાં મેઘાણી

meghani 14

મેઘાણીના લખાણો જે આપણા સુધી પહોંચ્યા તે આ કલમથી જ કાગળ પર ઉતરતા હતા

meghani 15

મેઘાણીના હસ્તાક્ષરો

meghani 16

પ્રખ્યાત કવિતા કસુંબીનો રંગ, ઝવેરચંદ મેઘાણીના સ્વહસ્તાક્ષરમાં

meghani speech


તસવીર સૌજન્યઃhttp://www.jhaverchandmeghani.com/

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK