હેં! રાજકોટમાં હાઈપ્રોફાઈલ ઢીંગલી વિદાય

કન્યાવિદાય સમયે જેવી ધામધૂમ થાય એવી જ ધામધૂમ ગઈ કાલે રાજકોટનાં મહારાણીએ પોતાની સાથે ૩૭ વર્ષથી રહેતી ઢીંગલીને ડૉલ્સ મ્યુઝિયમમાં વિદાય કરતી વખતે કરી

doll

રશ્મિન શાહ

રાજકોટમાં આવેલા રોટરી વર્લ્ડ ડૉલ્સ મ્યુઝિયમમાં ગઈ કાલે રાજકોટનાં મહારાણી કાદંબરીદેવીએ પોતાના બચપણના સ્મરણની બહેનપણી એવી ખાસ ઢીંગલી ભેટ આપી હતી. ભેટ આપવામાં આવેલી આ ઢીંગલી મહારાણી ૧૧ વર્ષનાં હતાં ત્યારે તેમને તેમનાં મમ્મીએ ગિફ્ટ આપી હતી. એ સમયે મધ્ય પ્રદેશના રાજવી એવાં મહારાણીના પપ્પા એ ઢીંગલીને બેબી રાની કી ગુડિયા કહેતા. લાગણી સાથે જોડાઈ ગયેલી એ ઢીંગલીની ગઈ કાલે જાજરમાન અને ભવ્ય વિદાય કરવામાં આવી હતી. રાજવી પરિવારની શાહી સવારીમાં ઢીંગલીને રાખવામાં આવી હતી તો એ ઢીંગલીને જોઈ શકે એ માટે શહેરમાં આઠ કિલોમીટરનું જુલૂસ પણ કાઢવામાં આવ્યું હતું. ઢીંગલીને લઈ જનારા આ જુલૂસમાં અનેક રંગારંગ કાર્યક્રમો થયા હતા તો શહેરની અનેક સ્કૂલના સ્ટુડન્ટ્સ પણ એમાં જોડાયા હતા.

૩૭ વર્ષથી મહારાણી સાથે રહેલી આ ઢીંગલી મહારાણીનાં લગ્ન પછી સાસરે પણ આવી હતી અને સાસરામાં પણ એને એ જ રીતે માનપાન આપવામાં આવ્યાં હતાં જાણે તે કોઈ જીવતીજાગતી વ્યક્તિ હોય. ઢીંગલીના કરવામાં આવેલા આ વિદાય-સમારંભ પછી મહારાજા માંધાતાસિંહ અને કાદંબરીદેવીએ ૧૦૦ ભિક્ષુકોને દાન તથા ૫૧ બ્રાહ્મણોને ભેટ પણ આપી હતી. સવારે સાડાનવ વાગ્યે શરૂ કરવામાં આવેલો આ વિદાય-પ્રસંગ છેક બપોરે અઢી વાગ્યે પૂરો થયો હતો અને એ પૂરો થયો ત્યારે કાદંબરીદેવીની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. કાદંબરીદેવીએ કહ્યું હતું કે ‘મારાં મૅરેજ પણ નહોતાં થયાં એ સમયથી ઢીંગલી મારી સાથે હતી. યંગ એજમાં પણ એ મારી સાથે રહી અને મૅરેજ-લાઇફ પણ એણે મારી સાથે જ જોઈ. મારી દીકરી પણ આ જ ઢીંગલીથી રમી અને મોટી થઈ. હવે દુનિયાભરના લોકો એને જુએ અને એની યોગ્ય જાળવણી થાય એવી ભાવનાથી હવે એને ડૉલ્સ મ્યુઝિયમને આપી છે.’


બેબીરાની કી ગુડિયા તરીકે પૉપ્યુલર બનેલી આ ઢીંગલી માટે આખું ઘર સજાવવામાં આવ્યું હતું. આ ઢીંગલી પાસે ૫૦૦થી વધારે કપડાં છે તો ડ્રેસિંગ-ટેબલથી માંડીને એની પાસે સોફાસેટ, ડાઇનિંગ ટેબલ અને ચાર બેડ છે.

શું છે રોટરી ડૉલ્સ મ્યુઝિયમ?

૨૦૦૪માં શરૂ થયેલા આ ડૉલ્સ મ્યુઝિયમમાં દુનિયાભરની અલગ-અલગ ઢીંગલીઓ ત્યાંની સંસ્કૃતિ તથા ત્યાંના ભાતીગળ પોશાકમાં જ દેશ આધારિત ઇન્ટીરિયર સાથે રાખવામાં આવી છે. આ ડૉલ્સ મ્યુઝિયમને વિશ્વની અનેક વિભૂતિએ પોતાની ડૉલ ભેટ આપી છે જેમાં બિલ ક્લિન્ટન અને બ્રુનેઇના સુલતાનનો પણ સમાવેશ છે. આ મ્યુઝિયમની દરરોજ ૫૦૦થી વધુ લોકો વિઝિટ કરે છે. અત્યારે મ્યુઝિયમમાં ૨૫૦૦થી વધુ ડૉલ્સ ડિસ્પ્લેમાં રાખવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK