BJPને લાગ્યો છે જબરદસ્ત ઝટકો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામથી ખુશ થયેલા રાહુલે કહ્યું...

rahul

BJPને માંડ-માંડ વિજય અપાવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વસનીયતા સામે પ્રશ્નાર્થચિહ્ન સમાન હોવાનું કૉન્ગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે જણાવ્યું હતું. સોમવારે જાહેર કરવામાં આવેલા ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાઓની ચૂંટણીઓનાં પરિણામો જાહેર થયાં એના બીજા દિવસે એ પરિણામો બાબતે રાહુલ ગાંધીએ દિલ્હીમાં જણાવ્યું હતું કે ગુજરાત મૉડલ ઑફ ડેવલપમેન્ટ પ્રચાર અને માર્કેટિંગનો સારો વિષય ગણાય, પણ એમાનાં દાવા પોકળ હતા. સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પછી બીજા દિવસે રાહુલ ગાંધીએ મીડિયાને સંબોધન કર્યું હતું.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘ગુજરાતની જનતા જ મોદીજીના ડેવલપમેન્ટ મૉડલને સ્વીકારતી નથી. ૧૮૨ બેઠકોની વિધાનસભામાં BJP ૯૯ બેઠક જીતી. ગુજરાતની ચૂંટણીમાં BJP ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે’

જોકે એ સંખ્યા ૨૦૧૨માં જીતેલી ૧૧૫ બેઠકો કરતાં નોંધપાત્ર પ્રમાણમાં ઓછી અને ચૂંટણી પહેલાં જે અપેક્ષા રાખી હતી એ ૧૫૦ બેઠકોના ટાર્ગેટ કરતાં ઘણી ઓછી ગણાય. બાવીસ વર્ષથી જે રાજ્ય પર BJP શાસન કરે છે એમાં પહેલી વખત બેઠકોનો આંકડો નીચે ઊતરીને ૯૯ પર આવ્યો છે. કૉન્ગ્રેસ ૨૦૧૨માં ૬૧ બેઠકો જીતી હતી અને ૨૦૧૭માં ૮૦ બેઠકો જીતી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ‘કૉન્ગ્રેસ માટે ખૂબ સારાં પરિણામ છે. આ પરિણામો અમારો નૈતિક વિજય દર્શાવે છે. મોદીજીની વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થયો છે. એ પ્રશ્ન ઉકેલવાનું તેમને માટે મુશ્કેલ બનશે, કારણ કે મોદીજી જે કહે એનો પુનરુચ્ચાર તેમનાં સંગઠનો કરે છે, પરંતુ દેશ એ બધું સાંભળતો નથી એ ગુજરાતની ચૂંટણીએ પુરવાર કર્યું છે. આગામી દિવસોમાં એ બધું સ્પષ્ટ દેખાશે. ગુજરાતની ચૂંટણીનાં પરિણામોમાં BJP અને મોદીજીને એવો સંદેશ મળ્યો છે કે તેમની અંદરનો ક્રોધ નકામો છે. વિરોધીઓને પ્રેમ અને ભાઈચારાથી હરાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK