પ્રવીણ તોગડિયા ખેડૂતોના આંદોલનમાં જોડાશે, એ માટે શુક્રવારે મધ્ય પ્રદેશ જશે

ગુજરાત સહિત દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનોના સમર્થનમાં હવે ડૉ. પ્રવીણ તોગડિયા બહાર આવ્યા છે અને ખેડૂતોની અવગણના દેશને મોંઘી પડશે એમ કહીને ખેડૂત આંદોલનમાં જોડાવા અને નેતૃત્વ પૂરું પાડવા માટે ૮ જૂને તેઓ મધ્ય પ્રદેશના મંદસૌરમાં જશે.

pravin

ડૉ. પ્રવીણ તોગડિયાએ ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘દેશભરમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનોમાં ખેડૂતોની માગણીઓને હું પૂર્ણ સમર્થન આપું છું અને શુક્રવારે મધ્ય પ્રદેશના મંદસૌર જઈશ. ૧૭ વર્ષમાં ખેડૂતોની આત્મહત્યા ત્રણ લાખથી વધુ થઈ છે. દર વર્ષે ૧૨ હજારથી વધુ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે સ્વામીનાથન કમિશનની ભલામણોનો સ્વીકાર થશે, પણ એમ ન કરીને ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે વિશ્વાસઘાત કર્યો છે.’

સરકારે ડૉ. સ્વામીનાથન કમિશનની બધી ભલામણો તરત લાગુ કરવી જોઈએ એવી રજૂઆત કરતાં ડૉ. પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે ‘ખેડૂતોનાં દેવાં માફ કરે, ટેકાના ભાવ દોઢગણા આપવામાં આવે, ૧૦૦ ટકા વીમાનું કવર આપવામાં આવે, કૃષિસાધનો પર GST ન લગાવવામાં આવે એ સહિતની ખેડૂતોની માગણીઓ સરકાર પૂરી કરે.’

પહેલાં પુરુષોત્તમ માસ ગમતો હતો, હવે રમઝાન સાથે પ્રેમ થઈ રહ્યો છે : તોગડિયા


કાશ્મીરમાં રમઝાન માસમાં ફાયર ન કરવાના નિર્ણય બાદ વડા પ્રધાન મોદી સામે પ્રહાર કરતાં ડૉ. પ્રવીણ તોગડિયાએ માર્મિક રીતે વાક્પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘પહેલાં એમને પુરુષોત્તમ માસ ગમતો હતો, હવે રમઝાન સાથે પ્રેમ થઈ રહ્યો છે. જેટલા સૈનિકો પાકિસ્તાન સામેના યુદ્ધમાં નથી મર્યા એટલા કાશ્મીરમાં મર્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK