૧૯૯૬ના ધોતિયાકાંડમાં ડૉ. પ્રવીણ તોગડિયા કોર્ટમાં હાજર : વૉરન્ટ રદ થયું

૨૧ વર્ષ બાદ આરોપીઓ પહેલી વાર કોર્ટમાં આવ્યા

pravin1

શૈલેષ નાયક

૧૯૯૬માં અમદાવાદમાં થયેલા ધોતીકાંડ કેસમાં વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયા સહિત ૮ આરોપીઓ સામે ઇશ્યુ થયેલા નૉન-બેઇલેબલ વૉરન્ટને રદ કરવા કરેલી અરજી અમદાવાદની મેટ્રોપૉલિટન કોર્ટના ઍડિશનલ મેટ્રોપૉલિટન મૅજિસ્ટ્રેટ જે. એ. બારોટે ગ્રાહ્ય રાખી હતી અને ૧૫ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કરવા આદેશ કરી આ કેસની વધુ સુનાવણી ૨૦૧૮ની ૩૦ જાન્યુઆરીએ રાખી છે.

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં યોજાયેલા એક સમારોહમાં હાજર રહેલા BJPના વરિષ્ઠ નેતા આત્મારામ પટેલનું ધોતિયું કોઈકે ખેંચ્યું હતું અને વિવાદ થયો હતો. આ ઘટના બાબતે ડૉ. પ્રવીણ તોગડિયા, BJPના હાલના વિધાનસભ્ય બાબુ જમના પટેલ, BJPના હાલના કૉર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિત ૩૯ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના ૩૯ આરોપીઓ સામે વૉરન્ટ ઇશ્યુ થયાં હતાં. જોકે કોઈ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટે નૉન-બેઇલેબલ વૉરન્ટ ઇશ્યુ કરતાં ગઈ કાલે ડૉ. પ્રવીણ તોગડિયા, બાબુ જમના પટેલ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિતના આઠ આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયા હતા.

ઍડ્વોકેટ ચેતન શાહે મીડિયાને કહ્યું હતું કે ‘ધોતીકાંડના આરોપીઓ સામે વૉરન્ટ કાઢ્યાં હતાં એમાં ગઈ કાલે ડૉ. પ્રવીણ તોગડિયા સહિતના આઠ આરોપીઓ હાજર રહ્યા હતા. કોર્ટ સમક્ષ તેમના વતી એવી રજૂઆત કરવામાં આવી હતી કે અગાઉ સમન્સ ઇશ્યુ થયા એની કોઈ જાણકારી ન હોવાથી કોર્ટમાં હાજર નહોતા રહી શક્યા. આ વૉરન્ટની જાણકારી થતાં હાજર થયા છીએ. તારીખની ખબર ન હોવાથી વૉરન્ટ રદ કરવા કોર્ટને વિનંતી કરી અરજ કરતાં કોર્ટે એ ગ્રાહ્ય રાખી હતી અને ૧૫ હજાર રૂપિયાના જામીન પર મુક્ત કર્યા હતા. આ કેસની વધુ સુનાવણી ૩૦ જાન્યુઆરીએ રાખી છે જેમાં હાજર રહેવાનો આદેશ કર્યો છે.

pravin

મારો અવાજ દબાવવાનો પ્રયાસ છે : તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ ગઈ કાલે કોર્ટમાંથી બહાર આવીને મીડિયા સમક્ષ એવો આક્ષેપ કર્યો હતો કે મારો અવાજ દબાવવાનો પ્રયાસ છે.

તેમણે દાવો કરતાં કહ્યું હતું કે ‘ઘટના બની ત્યારે હું પોલીસની સુરક્ષામાં હતો. ઘટના સાથે મારે કોઈ લેવાદેવા નથી, હું નિર્દોષ હતો. મને ખોટી રીતે સંડોવવામાં આવ્યો હતો. મારો અવાજ બંધ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. મને ગિરફ્તાર કરી ડરાવવાનું ષડ્યંત્ર હતું. રામ મંદિર અને ખેડૂતોનો અવાજ દબાવવાનું ષડ્યંત્ર હતું. મુખ્ય પ્રધાન અને હોમ મિનિસ્ટરની જાણબહાર પોલીસના અધિકારીઓને સૂચના આપી છે. એ તત્વો કોણ છે જેણે પાંચ વાર મને સમન્સ ન આપવા દીધા એ ગુજરાત સરકાર તપાસ કરે. રામ મંદિર બનાવવા, ખેડૂતો માટે અને યુવાનોને રોજગારી માટે અવાજ ઉઠાવતો રહીશ.’

ગઈ કાલે બપોરથી કોર્ટ પરિસરમાં મોટી સંખ્યામાં ડૉ. પ્રવીણ તોગડિયાના સમર્થકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ઊમટી પડ્યા હતા. ડૉ. તોગડિયા કોર્ટમાં આવતાં પહેલાં કોર્ટની બહાર આવેલા રામદેવ બાબાના મંદિરમાં દર્શન કરીને સમર્થકો સાથે કોર્ટ પરિસરમાં આવ્યા હતા. કાર્યકરોએ પ્લૅકાર્ડ સાથે દેખાવો કરી વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને કોર્ટ પરિસરમાં રામ મંદિરના નારા ગુંજ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK