જિજ્ઞેશ મેવાણી સામે વડગામમાં યોજાઈ મૌન રૅલી

વડા પ્રધાનને હાડકાં ઓગાળવા હિમાલય જવાનું કહેવાની ટિપ્પણી ભારે પડી

mevani

મૌનની તાકાત : જિજ્ઞેશ મેવાણી જ્યાંથી જીત્યો છે ત્યાંના જ લોકોએ તેની વિરુદ્ધમાં મૌન રૅલી યોજી.


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પરથી કૉન્ગ્રેસના સપોર્ટથી ચૂંટણી જીતીને વિધાનસભ્ય બનેલા દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે કરેલી ટિપ્પણી સામે મોદી સમાજમાં રોષ ફેલાયો છે. એના વિરોધમાં ગઈ કાલે વડગામમાં જિજ્ઞેશ મેવાણી સામે મૌન રૅલી યોજાઈ હતી અને જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગણી કરી હતી.

શ્રી મોઢ વણિક મોદી યુથ સર્કલ દ્વારા ગઈ કાલે વડગામમાં મોદી સમાજના નાગરિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને અપક્ષ વિધાનસભ્ય જિજ્ઞેશ મેવાણીનો વિરોધ કરવા માટે મૌન રૅલી યોજી હતી. શ્રી મોઢ વણિક મોદી યુથ સર્કલના પ્રમુખ વિમલ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દસેક દિવસ પહેલાં જિજ્ઞેશ મેવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે એવી ટિપ્પણી કરી હતી કે તેમણે હિમાલયમાં હાડ ગાળવા જતા રહેવું જોઈએ, ઉંમર થઈ ગઈ છે. આ ટિપ્પણી સામે અમારા સમાજમાં રોષ ફેલાયો છે. અમારી લાગણી વડા પ્રધાન સાથે છે ત્યારે જિજ્ઞેશ મેવાણી માફી માગે એવી માગણી સાથે સમાજના નાગરિકોએ વડગામમાં મૌન રૅલી યોજી હતી અને વડગામ મામલતદાર અને ત્યાર બાદ પાલનપુર જઈને બનાસકાંઠાના જિલ્લા-કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વડા પ્રધાન માટે કરેલી ટિપ્પણી બદલ જિજ્ઞેશ મેવાણી માફી નહીં માગે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK