મોદી આજે ગુજરાતમાં : વલસાડથી જૂનાગઢ ને ત્યાંથી ગાંધીનગર જશે

એક દિવસમાં બે જાહેર સભા સંબોધશે : ગુજરાત ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે : સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજર રહેશે

modi



વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના હોમસ્ટેટ ગુજરાતના પ્રવાસે જશે. ગુજરાતમાં વલસાડ, જૂનાગઢ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન એક દિવસમાં બે જાહેર સભાને સંબોધશે. એ ઉપરાંત ગુજરાત ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન આપશે અને મોડી સાંજે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પણ હાજર રહેશે.

આજે નવી દિલ્હીથી સુરત એરપોર્ટ પર આવીને વલસાડ જિલ્લાના જૂજવા ગામે સવારે ૧૧ વાગ્યે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ અંતર્ગત ૧૭૨૭ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા ૧,૧૫,૫૫૧ આવાસોના લાભાર્થીઓને સામૂહિક ઈ-ગૃહપ્રવેશ કરાવશે. આ ઉપરાંત મુખ્ય પ્રધાન ગ્રામોદય યોજના હેઠળ પાંચ હજાર મહિલાઓને ઉદ્યોગ સાથે જોડાણનાં સ્કિલ સર્ટિફિકેટ તેમ જ નિમણૂકપત્રોનું વિતરણ કરશે. વલસાડના ધરમપુર કપરાડાનાં અંતરિયાળ ગામોને પીવાનું પાણી પહોંચાડવાની ૫૮૬ કરોડ રૂપિયાની જૂથ પાણીપુરવઠા યોજનાના ભૂમિપૂજનની તકતીનું અનાવરણ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે.

વલસાડથી તેઓ જૂનાગઢ જશે, જ્યાં ૨૭૫ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત ૩૦૦ બેડની સિવિલ હૉસ્પિટલ સહિતના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ કરશે અને જાહેર સભાને સંબોધન કરશે.

સાંજે ૬ વાગ્યે તેઓ ગાંધીનગરમાં ગુજરાત ફૉરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પદવી અને મેડલ એનાયત કરી દીક્ષાંત પ્રવચન આપશે. ત્યાર બાદ તેઓ રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં ઉપસ્થિત રહેશે. આ બેઠક પૂરી થયા બાદ રાત્રે નવી દિલ્હી જવા રવાના થશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK