મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં પાટીદારોને નો-એન્ટ્રી

કુટુંબીજનો રવિવારે બૉડી સ્વીકારીને ગાંધીનગર રાજ્યપાલ પાસે લઈ જશે : મોટી સંખ્યામાં પાટીદારો ગાંધીનગર જશે

patidar


શૈલેષ નાયક


પાનના ગલ્લા પર ચોરીના કેસમાં પકડાયેલા અને મહેસાણા સબ-જેલમાં રખાયેલા પાટીદાર યુવાન કેતન પટેલનું મૃત્યુ થયા બાદ CBIની તપાસની માગણીના મુદ્દે મામલો અટવાયો છે. ગઈ કાલથી મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં પાટીદારો માટે જાણે નો-એન્ટ્રી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી છે ત્યારે રવિવારે સવારે ડેડ-બૉડી સ્વીકારીને એને ગાંધીનગરમાં રાજ્યપાલ પાસે લઈ જવાશે ત્યારે મોટી સંખ્યામાં પાટીદારો જોડાઈને ન્યાયની માગણી કરશે.

કેતન પટેલનો મૃતદેહ છેલ્લા ૯ દિવસથી સિવિલ હૉસ્પિટલમાં પડ્યો છે ત્યારે એમાં બૅક્ટેરિયા ફેલાઈ જશે અને મુશ્કેલી સર્જાશે જેથી મૃતદેહ લઈ જવા માટે વહીવટી તંત્રે કેતનના પરિવારજનોને તાકીદ કરી છે. જોકે આ કેસની તપાસ CBIને સોંપવાની માગણી સાથે પરિવારે હજી સુધી ડેડ-બૉડી સ્વીકારી નથી. રોજેરોજ મહેસાણા સિવિલ હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટી પડતા હોવાથી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગઈ કાલથી પોલીસતંત્રે મહેસાણા સિવિલ હૉસ્પિટલના તમામ ગેટ બંધ કરી દઈને નાગરિકોની અવરજવર પર નિયંત્રણ મૂકી દઈને કોઈને અંદર જવા દેવામાં આવતા નહોતા. મોટી સંખ્યામાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દઈને માત્ર સારવાર માટે આવતા દરદીઓને ચેક કરીને એન્ટ્રી આપવામાં આવતી હતી જેથી પાટીદારો માટે નો-એન્ટ્રી જેવી સ્થિતિ સર્જાઈ હતી. મૃત્યુ પામનારના પરિવારજનો પૈકી માત્ર ત્રણ જ વ્યક્તિને અંદર રહેવા દીધા હતા. કૉન્ગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા હૉસ્પિટલમાં આવતાં તેમને પણ અટકાવવામાં આવ્યા હતા, પણ તેમને પાછળથી અંદર જવા દેવાયા હતા.

ઍડ્વોકેટ બાબુભાઈ માંગુકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હૉસ્પિટલમાં પાટીદારોને અંદર જવા દીધા નહોતા. આ કેસમાં પરિવારજનોની CBIની માગણી બરકરાર છે. હવે ૧૮ જૂને રવિવારે સવારે ૬ વાગ્યે પરિવારજનો ડેડ-બૉડીનો સ્વીકાર કરશે. એ ડેડ-બૉડીને પ્લાસ્ટિકના કન્ટેનરમાં લપેટીને ઍરટાઇટ સીલ કરીને માઇનસ ૨૦ ડિગ્રી ટેમ્પરેચર મેઇન્ટેન કરીને ગાંધીનગર રાજ્યપાલને ત્યાં લઈ જવાશે. ‘અમને ન્યાય આપો’ની માગણી સાથે રાજ્યપાલ સમક્ષ રજૂઆત કરવામાં આવશે. મહેસાણાથી ગાંધીનગર જવા માટે મોટી સંખ્યામાં પાટીદારો ઊમટી આવશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK