હાર્દિક પટેલનો સેક્સ વીડિયો થયો વાયરલ

વીડિયોમાં પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ રૂમમાં યુવતી સાથે આપત્તિજનક સ્થિતિમાં દેખાયો

hadik patel


અમદાવાદ : તા, 13 નવેમ્બર

ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનો નેતા અને અનામત આંદોલનનો ચેહરો બની ચુકેલા હાર્દિક પટેલને લઈને એક સનસનાટીભર્યો ખુલાસો થયો છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો છે. જેમાં હાર્દિક પટેલ કથિત યુવતી સાથે હોટલના એક રૂમમાં વાંધાનજન સ્થિતિમાં દેખાઈ આવે છે. જોકે વીડિયોમાં દેખાતી યુવતી કોણ છે તે હજી સુધી જાણી શકાયું નથી. જોકે હાર્દિક પટેલે આ ઘટનાને બનાવટી ગણાવી હતી અને તેની પાછળ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નો હાથ હોવાનો ઈશારો હર્યો હતો. વીડિયોને લઈને ગુજરાતના રાજકારણમાં અચાનક જ ગરમાટો આવી ગયો છે.

આ મામલે સ્પષ્ટતા કરતા હાર્દિક પટેલે કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યું હતું કે આ પ્રકારની સેક્સ ક્લિપ પણ બહાર આવશે. મને આવી આશંકા પહેલેથી જ હતી. હર્દિકે વીડિયો વાયરલની ઘટનાને ગંદી રાજનીતિની શરૂઆત હોવાનું કહેતા ઉમેર્યું હતું કે જેને વીડિયો આપ્યો છે તે હવે ભાજપમાં જોડાયા છે. બેંગકોકથી આવા વીડિયો બનાવવામાં આવે છે. આવા આરોપો વારંવાર લાગવાના છે. મને કોઈનો ડર નથી.

જોકે આ વીડિયોને લઈને મિડ-ડે ચોક્કસ સમર્થન આપતું નથી. પરંતુ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે ધુમ મચાવી રહ્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની રણભેરીઓ વાગી રહી છે. દરેક રાજકીય પક્ષો દ્વારા દિનપ્રતિદીન સામસામે આરોપોનો મારો ચાલી રહ્યો છે. ચુંટણીના અત્યંત ગરમ વાતાવરણનાં ગુજરાત પાટિદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલનો સેક્સ વીડીયો બહાર આવતા પાટીદાર સમાજ સહિત ગુજરાત ભરમાં સનસનાટી મચી જવા પામી છે. વીડિયોમાં હાર્દિક પટેલ અને એક યુવતી બંને એકલા જ એક રૂમમાં સાથે બેઠેલા દેખાય છે. બંને એક જ બિસ્તર પર દેખાય છે. વીડિયોમાંની યુવતી બ્લ્યુ કલરના ટી-શર્ટમાં ખુલ્લા વાળ સાથે દેખાય છે. જ્યારે હાર્દિક ટી-શર્ટ અને ગુલાબી કલરના શોર્ટ્સમાં નજરે પડી રહ્યો છે. હાર્દિક અને કથિત યુવતી બંને વાતચીત કરતા જનરે પડે છે. થોડી ક્ષણોના વાર્તાલાપ બાદ હાર્દિક બિસ્તર પરથી ઉભો થાય છે અને રૂમની લાઈટ બંધ કરી દે છે. આશરે એકાદ મીનીટ જેટલો આ વીડિયો કોઈ હોટલનો રૂમ હોવાનું જણાઈ આવે છે.


આ વીડિયો સમાચાર માધ્યમોમાં અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો છે, આને ભારે ધૂમ મચાવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સેક્સ વીડિયોથી પાટીદાર અનામત આંદોલનને જોરદાર ધક્કો લાગી શકે છે. પાટીદાર સમાજ હાર્દિક પટેલથી નારાજ થાય અને કદાચ મોં પણ ફેરવી લે.

જોકે હાર્દિક પટેલે પોતાનો બચાવ કરતા હહ્યું હતું કે મેં તો પહેલા જ આશંકા સેવી હતી કે આ પ્રકારની ઘટના ઘટી શકે છે. આ એક ગંદી રાજનીતિની શરૂઆત છે. હાર્દિકે જણાવ્યું હતું કે જેણે પણ આ વીડિયો જાહેર કર્યો છે જે હાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ સેક્સ વીડિયો પાછળ ભાજપનો જ હાથ હોવાની સ્પષ્ટ આંગળી ચીધતા હાર્દીકે ઉમેર્યું હતું કે આ પ્રકારના વીડિયો બેંગકોકથી બનાવવામાં આવે છે. હું એક નેતા હોવાથી આગામી સમયમાં પણ આવા આક્ષેપો થતા જ રહેશે. પરંતું હું તેનાથી ડરવાનો નથી અને મારી લડત જારી રાખીશ.

જોકે, હાર્દિક પટેલના આ સેક્સ વીડિયોને એક સમયે હાર્દિકના સાથીદાર રહી ચુકેલા અશ્વિન સાંકડાશેરિયાએ સમર્થન આપ્યું હતું. સાથોસાથ અશ્વિને હાર્દિક પર આરોપોની ઝડી વરસાવી દીધી હતી. અશ્વિને જણાવ્યું હતું કે ગુજરાતમાં અનામતનું આંદોલન શરૂ થયું ન હતું ત્યારે હાર્દિક એસપીજીમાં સોશિયલ મીડિયાનુ નેટવર્કિંગ સંભાળતો હતો. અનામતની બાબતો સમજવા માટે એસપીજીના લાલજી પટેલે હાર્દિકને મારી પાસે દિલ્હી મોકલ્યો હતો. મે- 2015માં હાર્દિક દિલ્હી આવ્યો ત્યારે તે દિલ્હીમાં એક હોટલમાં રોકાયો હતો. તે દરમિયાન હાર્દિકે મને શોપિંગ કરવા માટેની જગ્યા બતાવવા કહ્યું હતું. મેં તેને કેટલાક એડ્રેસ આપતા હાર્દિકે કોનોટ પ્લેટમાંથી ખરીદી કરી હતી. જેમાં હિલ સ્ટેશન પર ફરવા જવા માટેના લેડિઝના કપડાં પણ તેમાં શામેલ હતાં.


અશ્ચિન સાંકડાશેરિયાએ વધુ ઘટસ્ફોટ કરતા કહ્યું હતું કે હાર્દિકે ગુપચુપ રીતે લગ્ન પણ કરી લીધા છે અને હનીમૂન મનાવવા મસૂરી પણ ગયો હતો. હાર્દિકે મસૂરીમાં હોટેલની વ્યવસ્થા મારા મિત્ર થકી કરી હતી. અશ્વિને ખુલ્લો પડકાર ફેંક્યો હતો હાર્દિકને મારી સામે લાવ્યો હું આ તમામ આરોપો સાબિત કરી આપીશ. તેણે કહ્યું હતું કે આ બાબતના પુરાવા મસુરીની હોટલમાં મૌજુદ છે અને મારી પાસે પણ છે. હાર્દિકે રાજકીય વલણ અપનાવીને સરકાર સામે પાટીદારોને ઉશ્કેરવા 25મી ઓગસ્ટે અમદાવાદમાં સભા બોલાવતા મેં પોતે 17મી ઓગસ્ટ 2015ના રોજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આ તમામ વિગતો આપી હતી. મે- 2015માં હાર્દિકના મોબાઈલ કોલ્સની ડિટેઈલ્સ અને લોકેશનોની તપાસ થાય તો આપોઆપ તેનું ચાલ ચરિત્ર્ય ખુલ્લુ પડી જશે તેમ અશ્ચિને જણાવ્યું હતું.

અશ્વિન સાંકડાશેરિયાએ હાર્દિક આરોપોનો મારો યથાવત રાખતા કહ્યું હતું કે હાર્દિકે સમાજને ગુમરાહ કરવા સિવાય કંઈ કર્યુ નથી. અમારી મૂળ લડાઈની દિશા બદલવા તેનો રાજકીય ઉપયોગ થઈ રહ્યો છે. જે અમને મંજૂર નથી. માટે ખૂલીને બહાર આવ્યા છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK