હવે તો હદ થઈ ગઈ છે

TC, RPFએ ન લીધી કોઈ ઍક્શન : સુરત સ્ટેશન પર પૅસેન્જરોએ ગુનેગાર વિરુદ્ધ FIR નોંધાવવા બે કલાક રોકી રાખી ટ્રેન : એ દરમ્યાન ગાર્ડે ટ્રેન ચાલુ કરી દેતાં એક વર્ષની બાળકી એકલી પહોંચી ગઈ અંકલેશ્વર અને આખો પરિવાર રહી ગયો સુરત

train2

અલ્પા નિર્મલ

ટ્રેન દ્વારા કચ્છ જતા પ્રવાસીઓની કઠણાઈઓનો અંત આïવતો જ નથી. પાસહોલ્ડરોની દાદાગીરી, ધોળા દિવસે અને રાત્રે ટ્રેનમાં થતી ચોરી પછી ગુરુવારની રાત્રે દારૂ પીધેલી અને દારૂની ગેરકાયદે હેરફેર કરતી મહિલાઓ દ્વારા પૅસેન્જરોને કનડવાનો બનાવ સામે આવ્યો છે. એ સાથે જ RPF અને વ્ઘ્ની નિષ્ક્રિયતા અને પ્રવાસીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ પણ ઍક્શન ન લેવાની ઘટના બની છે.

ગુરુવારની સાંજે મુંબઈથી ભુજ જતી કચ્છ સુપરફાસ્ટ એક્સપ્રેસ બાંદરા ટર્મિનસથી પોણાછ વાગ્યે ઊપડી હતી અને કચ્છ જતા પ્રવાસીઓથી આ ટ્રેન ફુલ હતી જેમાં વાગડના સામખિયાળી ગામે કુળદેવીની પહેડી નિમિત્તે જતા સવાસો યાત્રીઓનું ગ્રુપ પણ હતું. બનાવની વિગત આપતાં નિકેત ગડા કહે છે, ‘અમે સવાસો સંબંધીઓ S૨, S૩, S૯ એમ ત્રણ ડબ્બામાં પ્રવાસ કરી રહ્યા હતા. એ દરમ્યાન સવા આઠથી પોણાનવ વાગ્યા દરમ્યાન અચાનક અમારા S૩ કોચમાં ત્રણ લેડીઝ આવી. તેઓ કદાચ વાપી કે વલસાડથી ચડી હશે. દારૂના નશામાં ધુત આ મહિલાઓ કન્ટિન્યુ ડબ્બાના પૅસેજમાં આંટા મારી રહી હતી અને મસ્તી કરી રહી હતી. કોઈની બૅગ-પર્સ, દાગીના ઝૂંટવવાનો પ્રયત્ન કરી રહી હતી. તેઓ મસ્તીમાં જેન્ટ્સ-લેડીઝ બધા પર ઝળૂંબી રહી હતી. ઇન શૉર્ટ બધા પૅસેન્જરોને હૅરૅસ કરી રહી હતી. હું મારી વાઇફ, મમ્મી-પપ્પા, એક વર્ષની દીકરી અને મારી સાળી સાથે ટ્રાવેલ કરી રહ્યો હતો. અમે તે મહિલાઓને હેરાન ન કરવાનું અને ચાલ્યા જવાનું કહ્યું તો તેમણે મારી વાઇફ વ્રિશિકાના ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયત્ન કર્યો. એથી મારાં મમ્મી, કાકી, સાળી, વાઇફ બધાએ મળી તેમને પકડી રાખી અને હું ડબ્બામાં રહેલા RPFના જવાનને તેને પકડવાનું કહેવા ગયો. ત્યારે જવાન આવ્યા, પણ તેઓ લેડીઝ છે અને અમે કાંઈ કરી ન શકીએ એમ કહી ઊભા રહી ગયા. મેં TCને પણ બોલાવ્યો તો તેણે પણ કાંઈ ઍક્શન ન લીધી.’

train1

એ જ ટ્રેનના S૩ કોચમાં ટ્રાવેલ કરી રહેલાં નીતા ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘લેડીઝ પૅસેન્જરોએ પેલી મહિલાઓને પકડી રાખી હતી એ દરમ્યાન એક મહિલાના શરીરમાં છુપાવી રાખેલી શરાબની બૉટલ પડી અને એમાં ખબર પડી કે તેઓ કુલ ૧૨ મહિલાની ટોળકીમાં છે અને તેમની પાસે ૧૦૦ જેટલી બૉટલો છે તથા બાકીની મહિલાઓ બીજા ડબ્બાઓના ટૉઇલેટમાં છુપાઈ છે. પ્રવાસીઓએ તેમને ટૉઇલેટમાંથી બહાર કાઢીને પોલીસને હવાલે કરવાની વાત કરી. તો આ ટોળકીએ કહ્યું કે થાય એ કરી લો, પોલીસ અને TC બધા અમારી સાથે છે. એથી ટ્રેનના પ્રવાસીઓ વધુ ગિન્નાયા. તેમણે ટ્રેન રોકવા ચેઇન-પુલિંગ કર્યું. RPF અને TC સાથે જોરદાર બોલાચાલી પણ કરી. ટ્રેન છેક સુરત ઊભી રહી અને બધા પ્રવાસીઓએ પોલીસ-કમ્પ્લેન્ટ કરવાનું નક્કી કર્યું. પૅસેન્જરોને FIR દર્જ કરાવવવો હતો અને રેલવે-ઑફિસર દાદ જ નહોતા આપતા. સુરત સ્ટેશન પર ચાલેલી દોઢેક કલાકની આ ધમાલ બાદ સુરત સ્ટેશનના સિનિયર ઑફિસર આવ્યા અને તેમણે આ બાબતે ઍક્શન લેવાનું આશ્વાસન આપ્યું અને પ્રવાસીઓને ટ્રેન આગળ જવા દેવા અને ન રોકવા કહ્યું. જોકે એ ધમાલ દરમ્યાન આઠમાંથી બે ગુનેગાર મહિલાઓ, ડબ્બામાં રહેલા RPFના જવાનો, TC રફુચક્કર થઈ ગયા હતા.

મલાડમાં રહેતો નિકેત ગડા કહે છે, ‘બધા જ પ્રવાસીઓ ખૂબ રોષે ભરાયા હતા. એક તો દારૂ પીધેલી મહિલાઓ રિઝર્વ્ડ કોચમાં ટિકિટ વગર ચડી. બીજુ, દારૂબંધીવાળા રાજ્યમાં તેમની પાસેથી દારૂની ૧૦૦ જેટલી બૉટલ મળી, તેમણે પ્રવાસીઓની કનડગત કરી, RPF-TCએ કોઈ સહકાર ન આપ્યો અને પછી પોલીસ તેમનો FIR નોંધવા પણ રાજી નહોતી. તો યાત્રીને ગુસ્સો તો આવે જને. અમારે કોઈ પણ ભોગે ફરિયાદ નોંધાવવી જ હતી ત્યારે અમને આશ્વાસન આપવા આવેલા ઑફિસરે પ્લેન પેપર આપી એમાં કમ્પ્લેઇન્ટ લખવાનું  કહ્યું, પણ અમારી માગણી ગવર્નમેન્ટના ઑફિશ્યલ રજિસ્ટરમાં ફરિયાદ લખવાની હતી. એ દરમ્યાન ગાર્ડે કચ્છ એક્સપ્રેસ શરૂ કરી દીધી. તેણે ચેઇન-પુલિંગ સિસ્ટમ બંધ કરી નાખી અને ટ્રેન શરૂ થઈ ગઈ. એમાં અમે ૬૦-૬૫ જણ સુરત સ્ટેશન પર જ રહી ગયા જેમાં દસેક તો બચ્ચાં હતાં. મારી એક વર્ષની દીકરી ટ્રેનના કોચમાં એકલી સૂતી હતી અને અમે બધાં મારાં મમ્મી, પપ્પા, વાઇફ, કાકી, સાળી સ્ટેશન પર રહી ગયાં હતાં.’

train

દીકરી એકલી રહી ગઈ એ ઇન્સિડન્ટથી તો નિકેત ડઘાઈ ગયેલો, ત્યારે S૨માં પ્રવાસ કરી રહેલાં અને ભુજ જઈ રહેલાં નીતા ગડાએ મુંબઈમાં કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શાહને વાત કરતાં નીલેશભાઈએ તાત્કાલિક અમદાવાદ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મૅનેજરે, સુરતના સ્ટેશન-માસ્ટરે કચ્છ એક્સપ્રેસને અંકલેશ્વર વધુ સમય ઊભી રખાવીને સુરત પર રહી ગયેલા યાત્રાળુઓને સવાઅગિયાર વાગ્યે સુરત પહોંચેલી મુંબઈથી ઇન્દોર જતી અવંતિકા એક્સપ્રેસ દ્વારા અંકલેશ્વર પહોંચાડવાની વ્યવસ્થા કરાવી આપી. એ સાથે જ આ કિસ્સાનો FIR નોંધવાની પણ તજવીજ કરી.

એક વર્ષની દ્વિતીની મમ્મી વ્રિશિકા ગડા ‘મિડ-ડે’ને કહે છે, ‘ટ્રેન ચાલતી હોય ત્યારે ચેઇન-પુલિંગ સિસ્ટમ કઈ રીતે બંધ કરી શકાય. કોઈ હાદસો થાય, ઇમર્જન્સી આવે તો ગાર્ડને ખબર કઈ રીતે પડે. રેલવે-પ્રશાસને હજી એક વધુ ગુનો કર્યો. પૅસેન્જરના ફન્ડામેન્ટલ રાઇટ્સ મુજબ પૅસેન્જર સ્ટેશન પર ઊતર્યા વગર ટ્રેનમાં બેસીને પણ FIR નોંધાવી શકે છે. ટ્રેનમાં RPFની લેડીઝ કૉન્સ્ટેબલ હોવી જરૂરી છે અને યાત્રાળુઓને આફત સમયે ટ્રેનની સાંકળ ખેંચવાનો અધિકાર પણ છે.’

કચ્છ પ્રવાસી સંઘના નીલેશ શાહ કહે છે, ‘વર્ષોથી કચ્છ જતી ટ્રેનમાં પ્રવાસીઓની કનડગત થાય છે, પરંતુ એ સહન કરી લે છે, કારણ કે આ ધંધાદારી વર્ગ પાસે ફરિયાદ કરવાનો, એની સામે લડત આપવાનો સમય નથી. જોકે અમારા પ્રયાસોથી હવે અહીંનો પ્રવાસી જાગ્રત થયો છે, પોતાના અધિકાર જાણતો થયો છે અને ન્યુસન્સ સામે લડતો થયો છે. આ બનાવમાં કચ્છ પ્રવાસી સંઘે અમદાવાદ ડિવિઝનના RPF હેડ અનિલ બુંદેલાનો સંપર્ક કર્યો અને તેમને સઘળી પરિસ્થિતિ જણાવી. ત્યાર બાદ તેમના રેફરન્સથી સુરત GRPના ઇન્સ્પેક્ટર વાય. બી. વાઘેલાએ અપરાધીઓ વિરુદ્ધ FIR રજિસ્ટર કરી કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK