પોતાના કોળી બાંધવોને ભોંઠા પાડ્યા કુંવરજી બાવળિયાએ

જસદણના કૉન્ગ્રેસી વિધાનસભ્યે પરેશ ધાનાણીની વરણીને શિરોમાન્ય ગણાવીને જાહેર કર્યું કે કોળી સમાજની આજની બેઠકમાં હું હાજરી આપીશ નહીં

paresh

ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કૉન્ગ્રેસના કોળી સમાજના અગ્રણી વિધાનસભ્ય કુંવરજી બાવળિયાની પસંદગી નહીં કરવામાં આવતાં કોળી સમાજમાં નારાજગી છે અને આજે સમાજની બેઠક મળવાની છે ત્યારે કુંવરજી બાવળિયાએ સમાજની લાગણી પર ઠંડું પાણી ફેરવી દેતાં કહ્યું છે કે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી મને શિરોમાન્ય છે.

જસદણના વિધાનસભ્ય કુંવરજી બાવળિયા વિપક્ષી નેતાપદના દાવેદાર હતા. જોકે પક્ષે પરેશ ધાનાણીની પસંદગી કરતાં કોળી સમાજમાં નારાજગી ફેલાઈ હતી. આજે અમદાવાદમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળવાની છે જેમાં રાજકીય પક્ષો સમાજનો દુરુપયોગ કરી હકથી વંચિત રાખે છે એ બાબતે મનોમંથન કરવાની છે, જેમાં કુંવરજી બાવળિયા અને પરષોત્તમ સોલંકીના મુદ્દાઓની પણ ચર્ચા થવાની છે ત્યારે આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ કુંવરજી બાવળિયા વિવાદથી દૂર રહેવા માટે બેઠકમાં હાજર નહીં રહે.

kuvarji

કુંવરજી બાવળિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિપક્ષના નેતા માટે મેં દાવેદારી કરી હતી પણ હાઈ કમાન્ડે વિપક્ષના નેતા તરીકે પરેશ ધાનાણીની વરણી કરવાનો નિર્ણય કર્યો છે એ શિરોમાન્ય છે. હું એ બાબતમાં વિવાદમાં પડવા નથી માગતો. જોકે કાર્યકરો અને સમાજની લાગણી હતી કે વર્ષોથી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છો એની નોંધ લેવામાં નથી આïવી, જેના કારણે સમાજમાં નારાજગી છે. સમાજના પ્રશ્નો વિશે ૧૦ તારીખે અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગ બોલાવી છે. પાંચ–છ રાજ્યોના અધ્યક્ષ આવવાના છે, પરંતુ હું આ મીટિંગમાં જવાનો નથી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK