પેપર લીકઃ વેફરના પેકેટમાં સંતાડીને લવાયા હતા પેપર

લોકરક્ષક દળની ભરતી પરીક્ષાના પેપર દિલ્લીથી વેફરના પેકેટમાં લવાયા, આરોપી યશપાલને આવ્યો હતો આત્મહત્યાનો વિચાર

PAPER LEAK ACCUSED FILE

પેપર લીક કૌભાંડમાં મોટો ખુલાસો(તસવીરમાં અગાઉ પકડાયેલા આરોપીઓ)


9 લાખ વિદ્યાર્થી જે પરીક્ષા આપવાના હતા તેનું પેપર ફુટવાના મામલે એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં મુખ્ય સૂત્રધાર યશપાલસિંહ સોલંકી પકડાયા બાદ ખુલાસો થયો છે કે યશપાલ અને તેના સાથીઓ દિલ્લીથી વેફરના પેકેટમાં પેપર સંતાડીને લાવ્યા હતા. યશપાલને આ પેપર કાંડમાં કોઈ આર્થિક લાભ નહોતો થવાનો. તેનો હેતુ માત્ર પરીક્ષા પાસ કરવાનો હતો. અમદાવાદ, વડોદરા, પાલનપુર, મહેસાણા, ગાંધીનગરથી કુલ પાંચ ગ્રુપ દિલ્હી ગયા હતા જેમાં દરેક ગ્રુપમાં પાંચ જેટલા લોકો હતા.તપાસમાં આ કેસમાં વધુ લોકોની સંડોવણી પણ ખુલી શકે છે. 


આ પણ વાંચોઃ LRD પેપરલીકઃવધુ બે આરોપીઓની વડોદરાથી અટકાયત


શું હતો ઘટનાક્રમ?

યશપાલ દિલ્લીથી વેફરના પેકેટમાં છુપાવી જવાબ લાવ્યો. આ જવાબ તેમણે મનહર પટેલને આપ્યા. મનહર પટેલે આ જવાબો રૂપલ શર્માને મોકલ્યા હતા. ત્યારબાદ રૂપલે જવાબો વેરિફાઈ કરવા માટે PSI ભરત બોરાણાને વૉટ્સએપ કર્યા હતા. અને બોરાણાએ આ જવાબો ભરતી બોર્ડના અધ્યક્ષને મોકલ્યા હતા. જે બાદ પેપર રદ્દ કરવામાં આવ્યું હતું.


યશપાલને કરવી હતી આત્મહત્યા

પેપર લીક થવાના કારણે પરીક્ષા રદ્દ થઈ હોવાનું સામે આવતા યશપાલસિંહ ગભરાઈ ગયો હતો. અને તેને આત્મહત્યા કરવાના વિચાર આવ્યો હતો. પરંતુ તેને હતું કે તે બચી જશે. 


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK