રાજપૂતો પદ્માવતને ગુજરાતમાં કોઈ કાળે રિલીઝ નહીં થવા દે

મહાકાલ સેનાએ ફિલ્મ વિશે સ્ટૅન્ડ ક્લિયર કરવા રૂપાણી સરકારને બાવીસ જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું, નહીં તો BJPના હેડક્વૉર્ટર કમલમનો ઘેરાવ કરવાની આપી ધમકી

padmavat

શૈલેષ નાયક

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી સમયે BJP સરકારે વિવાદમાં સપડાયેલી ફિલ્મ ‘પદ્માવતી’ની રિલીઝ પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ હવે આ ફિલ્મ નામ બદલીને ‘પદ્માવત’ના નામે રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગુજરાતમાં મહાકાલ સેનાએ એનો વિરોધ કરીને ચીમકી ઉચ્ચારી છે કે BJP સરકાર એનું સ્ટૅન્ડ ક્લિયર નહીં કરે તો રાજપૂત સમાજ દ્વારા ગાંધીનગર પાસે કોબામાં આવેલા ગુજરાત BJPના હેડક્વૉર્ટર કમલમનો ઘેરાવ કરવામાં આવશે.

ગઈ કાલે મહાકાલ સેનાએ આ ફિલ્મને નામ બદલીને રિલીઝ કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો. મહાકાલ સેનાના ક્રિપાલસિંહ ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણીને લઈને ‘પદ્માવતી’ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે આ ફિલ્મનું નામ બદલીને એ પચીસ જાન્યુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે બાવીસ જાન્યુઆરી સુધીમાં ગુજરાત સરકાર આ ફિલ્મ પર બૅન મૂકે, નહીં તો BJPના મુખ્ય કાર્યાલયનો રાજપૂત સમાજ ઘેરાવ કરશે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન આ બાબતે ખુલાસો કરે. અમારી ગુજરાત સરકારને અરજ છે કે સમાજની ભાવના સમજીને ફિલ્મને બૅન કરે. આ ફિલ્મને અમે ગુજરાતમાં રિલીઝ નહીં થવા દઈએ. રાજસ્થાન અને બીજાં રાજ્યોમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાયો છે તો ગુજરાતમાં પણ પ્રતિબંધ મૂકવામાં આવે. સમાજ સ્વમાનની લડાઈ લડી રહ્યો છે ત્યારે BJP સપોર્ટ કરે.’

ગઈ કાલે ગુજરાતનાં અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરોમાં ક્ષત્રિયો અને કરણી સેના દ્વારા રૅલી કાઢવામાં આવી હતી અને એ રૅલી પછી આ શહેરોના થિયેટરમાલિકોને મળીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે ફિલ્મ રિલીઝ કરવામાં ન આવે. કરણી સેનાના ગુજરાતના કન્વીનર યજુવેન્દ્રસિંહ જાડેજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે અમે ગુજરાતના મુખ્ય પ્રધાનને મળીશું અને તેમને પણ વિનંતી કરીશું કે આ ફિલ્મનો વિષય બીજા માટે પૈસો રળવાનું સાધન હશે, પણ અમારા માટે અમારી ગૌરવગાથા છે. આ ફિલ્મને ગુજરાતમાં રજૂ ન કરવાનો તે સત્તાવાર આદેશ આપે. જો એવું નહીં થાય તો પણ અમે આ ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થવા નહીં દઈએ.’

‘પદ્માવત’ ગુજરાતનાં ૮૭ મલ્ટિપ્લેક્સ અને ૨૫૦થી વધારે સિંગલ સ્ક્રીન થિયેટરમાં રિલીઝ થવાની છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK