પદ્માવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આવી સ્પષ્ટતા સાથે કહ્યું પણ ખરું કે સમાજ મહત્વનો હોય, સિનેમા નહીં

karni sena

રશ્મિન શાહ

૨૬ જાન્યુઆરીએ રિલીઝ થનારી સંજય લીલા ભણસાલીની ‘પદ્માવત’ ગુજરાતમાં  અને મધ્યપ્રદેશમાં રિલીઝ ન થાય એ માટે ગુજરાતમાં ક્ષત્રિયો દ્વારા રજૂઆત થતાં ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘અમારો જૂનો ઑર્ડર કન્ટિન્યુ છે જેમાં અમે ફિલ્મ પર બૅન મૂક્યો છે. ‘પદ્માવત’ ગુજરાતમાં  રિલીઝ નહીં થાય એટલે ક્ષત્રિય સમાજ શાંતિ રાખે.’

વિજય રૂપાણીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સમાજ મહત્વનો હોય, સિનેમા નહીં. સંસ્કૃતિ મહત્વની હોય, મનોરંજન નહીં. અમે ક્ષત્રિય સમાજની લાગણી સમજીએ છીએ અને સંપૂર્ણપણે તેમની સાથે છીએ. જ્યાં સુધી આ ફિલ્મ સાથે જોડાયેલો સમાજ અને સંસ્કૃતિનો વિવાદ ઓસરશે નહીં ત્યાં સુધી આ ફિલ્મને ગુજરાતમાં રિલીઝ નહીં થવા દેવાય.’

શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કરતાં કહ્યું હતું કે ‘સેન્સર બોર્ડમાં ફિલ્મ પાસ થવા છતાં વડા પ્રધાન અને કેન્દ્ર સરકાર આ ફિલ્મને ૩ મહિના સુધી અટકાવી શકે છે. વડા પ્રધાનને આ ફિલ્મ રોકવાનો અધિકાર છે ત્યારે અમારો નરેન્દ્ર મોદીને અનુરોધ છે કે આ ફિલ્મને રિલીઝ થતી રોકે. અમે અગામી એક-બે દિવસમાં નરેન્દ્ર મોદીને મળવા જઈશું અને અપીલ કરીશું. અમે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પણ અનુરોધ કરીએ છીએ કે પહેલાં આ ફિલ્મ પર બૅન મૂક્યો હતો તો ફરી પાછો આ ફિલ્મ પર બૅન મૂકવાની વ્યવસ્થા કરે. ઇતિહાસ સામે આંગળી ઉઠાવશે તેની સામે અમે ચાંદીનું જૂતું મારીશું.

સેન્સર બોર્ડે ભલે ‘પદ્માવતી’  ફિલ્મને ‘પદ્માવત’ નામ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી હોય પણ મધ્ય પ્રદેશ મા મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે એલાન કર્યું છે કે ‘ભલે નામ બદલવામાં આવ્યું હોય પણ તેઓ પોતાના રાજ્યમાં ફિલ્મ રિલીઝ નહીં થવા દે.’ શિવરાજ સિંહ ચૌહાણે ગઈકાલે મીડિયાને કહ્યું હતું કે ‘જો કહ દીયા સો કહ દીયા. હમ અપને યહાં ફિલ્મ રિલિઝ નહીં હોને દેંગે, તો નહીં હોને દેંગે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK