નીતિન પટેલ બાદ હવે પ્રધાન પુરષોત્તમ સોલંકી થયા નારાજ

મત્સ્ય ઉદ્યોગપ્રધાન કહે છે કે બીજા મિનિસ્ટરોને ૪-૪ ખાતાં મળ્યાં છે અને મને માત્ર એક, મારો તો ટાઇમપાસ થતો નથી

nitin

શૈલેષ નાયક

ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર માટે ગઈ કાલે બકરું કાઢતાં ઊંટ પેઠું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખાતાંફાળવણીથી નારાજ થયેલા નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મનાવીને મામલો માંડ થાળે પાડ્યો છે ત્યાં હવે મત્સ્ય ઉદ્યોગપ્રધાન પરષોત્તમ સોલંકી માત્ર એક જ ખાતાને લઈને નારાજ છે. જોકે તેમને મનાવવા માટે ગઈ કાલે શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દોડી ગયા હતા અને તેમણે પરષોત્તમભાઈ નારાજ નથી એમ કહીને સબ સલામત હોવાનો દાવો કર્યો હતો.

ગઈ કાલે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મળવા જતાં પહેલાં પરષોત્તમ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘હું પાંચ ટર્મથી જીતું છું. મને સારું ખાતું મળવું જોઈએ. મને થોડો સંકોચ થાય છે. અન્ય જે વિધાનસભ્યો પ્રધાન બન્યા તેમને ચાર-પાંચ ખાતાં અપાયાં છે એટલે મને અફસોસ થાય છે. કોળી સમાજમાંથી આવતો હું એકમાત્ર પ્રધાન છું એટલે કોઈને સંતોષ નથી. ચાર દિવસથી આવું છું. ચાર્જ સંભાïળ્યો છે, પણ ખાતું એક જ મળ્યું છે. મત્સ્ય ઉદ્યોગ ખાતું જ છે. ટાઇમપાસ થતો નથી. મારે શું કરવું? કામ કરવાનો વિચાર ન આવતો હોય તો કરવું શું?’

વિજય રૂપાણીને મળીને આવ્યા પછી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમને મળ્યા પછી પરસોત્તમ સોલંકીનો રણકો બદલાઈ ગયો હતો. તેમણે બાદમાં મીડિયા સમક્ષ કહ્યું હતું કે ‘હું નારાજ નથી. કોળી સમાજ નારાજ છે અને તેમની લાગણી છે કે મને સારું ખાતું મળે.’

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સમક્ષ સબ સલામતની વાત દોહરાવતાં કહ્યું હતું કે ‘પરષોત્તમ સોલંકીએ સ્વાભાવિક રીતે પોતાની લાગણી વ્યક્ત કરી છે. મુખ્ય પ્રધાન, પ્રદેશપ્રમુખ અને નેતાગીરી એના પર વિચાર કરે એવી વાત કરી છે. તેઓ નારાજ નથી.’

pursotam

બકરું કાઢતાં ઊંટ પેઠું

બીજા સાત અસંતુષ્ટો પણ BJPને નડી શકે છે

રશ્મિન શાહ


BJP માટે ગુજરાતનું શાસન આ વખતે અપચો કરાવી દે એ પ્રકારે નસીબમાં આવ્યું છે. નીતિન પટેલે BJPની સામે નારાજગી દેખાડીને મનભાવતું ખાતું મેળવ્યું તો એની સામે BJP ઝૂકી એ જોઈને હવે બીજા નેતાઓએ પણ નારાજગી દેખાડવાનું શરૂ કર્યું છે. ગઈ કાલે પુરુષોત્તમ સોલંકીએ પોતાને મળેલા ખાતા વિશે નારાજગી દેખાડી હતી.

પ્રધાનમંડળમાં સમાવવામાં ન આવ્યા હોય એવા અને પ્રધાનમંડળમાં સમાવ્યા પછી પણ સારાં અને મલાઈદાર ખાતાં ન મળ્યાં હોય એવા સાત નેતાઓ પણ હવે BJP સામે બાંયો ચડાવવાના મૂડમાં આવી ગયા છે. આ જે નેતાઓ છે તેમણે પોતાના કાર્યકરો અને પોતાના મિત્ર વિધાનસભ્યો સાથે ચર્ચા કરવાનું પણ શરૂ કરી દીધું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK