ગુજરાતના માથે ગંભીર જળસંકટ

રાજ્યના ૪૪ તાલુકાઓમાં ૧૨૫ મિલીમીટરથી ઓછો વરસાદ થયો : નર્મદા બંધમાં પાણીનો લાઇવ જથ્થો માત્ર ચાર-પાંચ દિવસ ચાલે એટલો જ છે : કચ્છના ટપ્પર ડૅમને સરદાર સરોવરના પાણીથી ભરવામાં આવશે : મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ હાઈ પાવર કમિટી સાથે મીટિંગ કરી

cm meeting


ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે અને બીજી તરફ ગુજરાતની જીવાદોરી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમમાં પાણીનો લાઇવ જથ્થો જે કેનાલમાં વહાવી શકાય એ ચાર-પાંચ દિવસ ચાલે એટલો જ બાકી હોવાથી ગુજરાતમાં વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે અને ખેડૂતો તેમ જ નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ગુજરાત સરકાર ચિંતિત થઈ ઊઠી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈ કાલે હાઈ પાવર કમિટીની બેઠક યોજીને ઊભી થયેલી સ્થિતિની વિગતો મેળવી ઊભી થયેલી સ્થિતિને પહોંચી વળવા કવાયત હાથ ધરી હતી.

વિજય રૂપાણીએ ગુજરાતના ૪૪ તાલુકાઓમાં જ્યાં ૧૨૫ મિલીમીટરથી ઓછો વરસાદ થયો છે ત્યાં સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને કચ્છનો ટપ્પર ડૅમ તાત્કાલિક નર્મદાના પાણીથી ભરી દેવાની સૂચના આપી હતી.

આ બેઠક બાદ ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘કમનસીબે અત્યાર સુધીમાં ગુજરાતમાં જે વરસાદ થવો જોઈતો હતો એ થયો નથી. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત ઉપરાંત અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ સહિતના જિલ્લાઓમાં ખૂબ જ ઓછો વરસાદ થયો છે. નર્મદા બંધમાં પણ જે પાણી આવવું જોઈએ એ પૂરતું આવ્યું નથી. નર્મદા નદીના ૧૨૦૦ કિલોમીટરના આખા કૅચમેન્ટ એરિયામાં પણ ખૂબ જ ઓછો વરસાદ થયો છે. સરદાર સરોવર ડૅમમાં ૫૭૬૦ મિલિયમ ક્યુબિક મીટર પાણી સંગ્રહ કરી શકીએ છીએ, પરંતુ અત્યારે ૧૦૨ મિલિયમ ક્યુબિક મીટર પાણી છે જે જરૂરિયાતની સામે બે ટકા પાણી છે. નર્મદામાં પાણી ચાલુ રહેશે અને વરસાદ પડશે એવું હતું, પરંતુ કમનસીબે ૧૨૦૦ કિલોમીટરના પટ્ટામાં વરસાદ ઓછો થયો છે એટલે સરદાર સરોવરમાં પૂરતું પાણી આપી શકતા નથી. નર્મદા બંધમાં લાઇવ જથ્થો જે કેનાલમાં વહાવી શકીએ છીએ એ ચાર-પાંચ દિવસ જેટલો જ બાકી છે. ગુજરાતના અન્ય ડૅમોમાં પાણીની સ્થિતિ ચિંતાજનક છે એટલે વરસાદ આવે તો જ આવનારી પરિસ્થિતિને આપણે સારી રીતે કાબૂમાં લઈ શકીએ.’

નાયબ મુખ્ય પ્રધાને કહ્યું હતું કે ‘ઊભી થયેલી પરિસ્થિતિમાં પાક બચાવવા માટે ગુજરાતમાં આઠ કલાકને બદલે ખેડૂતોને દસ કલાક વીજળી આપવાનો નિર્ણય સરકારે કર્યો છે. સરદાર સરોવરમાં પાણીનો જે જથ્થો છે એ જોતાં આખું વર્ષ પીવાના પાણી માટે કોઈ પણ જાતનો પ્રfન ઉપસ્થિત થશે નહીં એવો અમને વિશ્વાસ છે. જે તાલુકાઓમાં પાંચ ઇંચથી ઓછો વરસાદ થયો છે એવા ૪૪ તાલુકાઓની ગૌશાળા અને પાંજરાપોળમાં જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી બે રૂપિયે કિલો ઘાસચારો આપવાની મુદત લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ૪૪ તાલુકાઓમાં પશુપાલકોને બે રૂપિયે કિલો ઘાસ ફાળવવાનો સરકારે નિર્ણય કર્યો છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK