કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનું અવસાન

બ્રેઇન હૅમરેજ થતાં જાણીતા કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનું અવસાન થયું હતું.

niranjan

બ્રેઇન હૅમરેજ થતાં સારવાર માટે અમદાવાદની HCG હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવેલા જાણીતા કવિ-સાહિત્યકાર નિરંજન ભગતની ઉંમરને કારણે રિકવરી નહીં થઈ શકતાં તેમને ગઈ કાલે સાંજે હૉસ્પિટલમાંથી ઘરે લઈ જવાયા બાદ મોડી સાંજે તેમનું અવસાન થયું હતું.

બ્રેઇન હૅમરેજ થતાં છેલ્લા પાંચ દિવસથી હૉસ્પિટલમાં નિરંજન ભગતની સારવાર ચાલી રહી હતી. HCG હૉસ્પિટલના ડૉ. ભરત ગઢવીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે તેમની કન્ડિશન ક્રિટિકલ છે. બહુ હોપ નથી. તેમને બ્રેઇન હૅમરેજ થઈ ગયું છે અને હૅમરેજ વધી ગયું છે. તેમની ઉંમર ૯૨ વર્ષ છે અને ઉંમરને કારણે રિકવરીની શક્યતા નહીંવત્ છે ત્યારે તેમની ફૅમિલીએ તેમને ઘરે લઈ જવાનો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે સાહિત્યજગતમાં કવિતા અને વિવેચનમાં અમૂલ્ય પ્રદાન આપનાર નિરંજન નરહરિલાલ ભગતે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી એન્ટાયર અંગ્રેજી વિષય સાથે BA કર્યું હતું. પછી તેમણે અમદાવાદની LD આર્ટ્સ કૉલેજમાંથી MA કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK