વિજય રૂપાણીથી નીતિન પટેલ રિસાયા?

કૅબિનેટની પહેલી બેઠક ચારેક કલાક મોડી શરૂ થઈ એને પગલે અનેકવિધ અટકળો

rupani

લોકસભામાં ગઈ કાલે ટ્રિપલ તલાકના ખરડાની ચર્ચાને કારણે મોવડીમંડળ સાથેના પરામર્શમાં મોડું થતાં ગુજરાતમાં BJPની નવી સરકારની કૅબિનેટની પ્રથમ બેઠક ચાર કલાકના વિલંબ બાદ શરૂ થઈ હતી. એને લીધે પ્રધાનોનાં ખાતાંઓની ફાળવણીની બાબતમાં સરકારમાં ડખો હોવાની અટકળો ઊઠી હતી.

ગુજરાતમાં BJP સરકારના પ્રધાનોની મંગળવારે શપથવિધિ યોજાઈ હતી. સામાન્ય રીતે શપથવિધિ બાદ પ્રધાનોને ખાતાંને વહેંચણી થઈ જતી હોય છે, પરંતુ મંગળવારે પ્રધાનોની શપથવિધિ યોજાઈ બાદ છેક ગઈ કાલે રાત્રે પ્રધાનોને ખાતાંની ફાળવણી થઈ હતી.

ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે ગાંધીનગરમાં BJP સરકારની કૅબિનેટની પ્રથમ બેઠક મળવાની હતી. એક પછી એક પ્રધાનો સમયસર બેઠકમાં ઉપસ્થિત થયા હતા, પરંતુ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ બેઠકમાં આવ્યા નહોતા અને રાત્રે નવ વાગ્યે બેઠકમાં આવ્યા હતા. એને લીધે ખાતાંઓની ફાળવણીના મુદ્દે મતભેદ હોવાની વાતને બળ મળ્યું હતું.

કૅબિનેટની બેઠક બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘બધા પ્રધાનોને વિભાગોની ફાળવણી થઈ ગઈ છે. આ બેઠકમાં મોડું થવાનું કારણ સંસદમાં ટ્રિપલ તલાક ખરડાની ચર્ચાઓ હતી. એ મોડી સાંજ સુધી ચાલી હોવાથી ટોચના નેતાઓ એમાં વ્યસ્ત હતા. તેથી નેતાઓ મોડા ઉપલબ્ધ થયા હતા. તેથી તેમની સાથે પરામર્શમાં મોડું થયું છે. આવતાં પાંચ વર્ષમાં એક ટીમ સાથેની સરકાર, વિકાસની દિશામાં કામ કરતી રહેશે.’

nitin

ખાતાંઓની ફાળવણીને લઈને મડાગાંઠ સર્જાઈ હોવાની અને પ્રશ્નો ઊભા થયા હોવાની અનેક અટકળો બાબતે ગુજરાતના મુખ્ય પ્રધાને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કોઈ ખેંચતાણ થઈ નથી કે કોઈની ડિમાન્ડ થઈ નથી. અમારે આજે આ નિર્ણય લેવાનું નક્કી કર્યું હતું.’

પ્રેસ-કૉન્ફરન્સમાં ઉલ્લેખનીય બાબત એ રહી હતી કે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ કંઈ જ બોલ્યા નહોતા અને બેસી રહ્યા હતા. તેમને પૂછવામાં આવતાં હાથ જોડી દીધા હતા અને માત્ર એટલું જ બોલ્યા હતા કે આભાર. ત્યાર પછી તેઓ ઊભા થઈને ચાલ્યા ગયા હતા.

કૅબિનેટની બેઠક સમયસર ન મળતાં અનેક અટકળો ઊઠી હતી અને જાત-જાતના તર્કવર્તિકો થવા લાગ્યા હતા. એવું પણ કહેવાઈ રહ્યું હતું કે મુખ્ય પ્રધાનના બંગલે વિજય રૂપાણી અને નીતિન પટેલની બેઠક મળી હતી જેમાં પ્રધાનોનાં ખાતાંની ફાળવણીને લઈને અસમંજસ ઊભી થઈ હતી. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન વચ્ચે ખાતાંઓની ફાળવણીને લઈને મડાગાંઠ સર્જાતાં સંગઠન કામે લાગ્યું હતું અને ગુજરાત BJPના પ્રમુખ જિતુ વાઘાણી બેઠકમાં દોડી ગયા હતા.

વિજયભાઈ અને નીતિનભાઈએ કયા-કયા વિભાગો મેળવ્યા?


આખરી જાહેરાત પ્રમાણે ગુજરાતના નવા પ્રધાનમંડળમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના અખત્યારમાં સામાન્ય વહીવટ, ઉદ્યોગ, ગૃહ, નગરવિકાસ, બંદરો, ખાણ, ખનિજ, માહિતી-પ્રસારણ, પેટ્રોલિયમ, ક્લાઇમેટ ચેન્જ, પ્લાનિંગ, સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી, પૉલિસીઝ તેમ જ અન્ય કોઈ પણ પ્રધાનને ન સોંપાયાં હોય એવા વિભાગો છે.

વિભાગોની જાહેરાત અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના અખત્યારમાં માર્ગ અને મકાન, આરોગ્ય અને કુટંબ કલ્યાણ, મેડિકલ એજ્યુકેશન, નર્મદા, કલ્પસર તેમ જ પાટનગર યોજનાનો અખત્યાર સોંપવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK