'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું ચીન ફેક્ટર, જાણો ખાસિયત

ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનીને તૈયાર થઈ ગઈ છે


STATUE


લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા 182 મીટર ઉંચી હશે. આ પ્રતિમાનું નામ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' રખાયું છે. હાલ દુનિયાની સૌથી મોટી પ્રતિમા ચીનમાં છે. ચીનમાં આવેલી બુદ્ધની પ્રતિમા 128 મીટર ઉંચી છે. જેના નિર્માણમાં ચીન અને મલેશિયાની મુખ્ય ભૂમિકા છે.

જણાવી દઈએ કે સરદાર પટેલ ભારતના પહેલા ગૃહમંત્રી અને સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન હતા. દેશની આઝાદી બાદ સરદારે ભારતીય રજવાડાઓના એકત્રીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વિશેષ યોગદાનને કારણે તેમને ઈતિહાસમાં લોખંડી પુરુષના નામથી ઓળખાય છે.

182 મીટર ઉંચી પ્રતિમા પાછળનું કારણ

સરદાર પટેલની આ પ્રતિમાની ઉંચાઈ ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો જેટલી છે. વિધાનસભામાં 182 મીટર છે. એટલે પ્રતિમાની ઉંચાઈ પણ 182 મીટર રખાઈ છે. 31 ઓક્ટોબર, 2013ના રોજ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે કેવડિયા કોલોનીમાં આ પ્રતિમાની આધારશિલા મુકાઈ હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખાસિયત


1. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું માળખું કોંક્રીટ અને સ્ટીલનું બનેલું છે. આ મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં ચીનની ટીક્યુ આર્ટ ફાઉન્ડ્રીના કારીગર સરદારની પ્રતિમાનું તાંબાનું આવરણ તૈયાર કરવામાં મદદ કરશે.



2. પ્રતિમાનું બહારનું માળખું લગાવવા માટે ટીક્યુ આર્ટ ફાઉન્ડ્રીના રામ સુથારની મુખ્ય ભૂમિકા છે. તેમના નેતૃત્તવમાં તાંબાની 5 હજાર પેનલ ડિઝાઈન કરાઈ છે. આ તમામ પેનલને પહેલા એક વર્કશોપમાં એસેમ્બલ કરાશે. ત્યાર બાદ તબક્કાવાર પ્રતિમાનું બહારનું માળખું તૈયાર કરવામાં આવશે.



3. પ્રતિમાના પગ અને ધોતીના ભાગ માટે ઉચ્ચ ગુણવત્તાની તાંબાની પેનલ ચીનથી આયાત કરાશે, અને સ્થળ પર જ લગાવવામાં આવશે.



4. પ્રતિમાને પુરુ કરવા માટે 2400 કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે. તો ચીનના પણ 100 કારીગરોની મદદ લેવાઈ રહી છે. આ પ્રતિમાનું સ્ટીલ ફ્રેમવર્ક તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ મલેશઇયાની એવરસેનડાઈ કંપનીને અપાયો છે, જે દુબઈના બુર્જ ખલીફા અને બુર્જ અલ અરબ જેવી ઈમારતો તૈયાર કરી ચૂકી છે.



2990 કરોડનું સ્ટેચ્યુ


સ્ટેચ્યુ બનાવવાનો કુલ ખર્ચ 2990 કરોડ રૂપિયા છે. 2332 કરોડ રૂપિયા પ્રતિમાના નિર્માણ અને 600 કરોડ રૂપિયા 15 વર્ષ સુધી પ્રતિમાની જાળવણી કરવા માટે છે. જે અંતર્ગત એક હાઈટેક મ્યુઝિયમ પણ બનશે, જેમાં ભારતના સ્વતંત્રતા સેનાનીઓો 90 વર્ષનો ઈતિહાસ હશે. સરદાર પટેલની પ્રતિમાનું ઉદઘાટન 31 ઓક્ટોબરે પીએમ મોદી કરશે.

2013થી ચાલી રહ્યું છે કામ


ઓક્ટોબર, 2010માં તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગ પર લોખંડી પુરુષનું એક સ્મારક તૈયાર કરવા અંગે લખ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય 2013થી શરૂ થયું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK