મોદીના નવરાત્રિના વ્રતે વિવાદ સર્જ્યો

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ઉપવાસે ફરી વિવાદ સરજ્યો છે. મોદીએ નવરાત્રિના ઉપવાસને લીધે નવી દિલ્હીમાં આજથી શરૂ થનારી રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠકમાં ભાગ ન લેવાનો નર્ણિય લીધો છે. મોદીએ કહ્યું હતું કે નવરાત્રિ દરમ્યાન હું રાજ્યની બહાર નથી જતો. જોકે આને લીધે એવી અટકળો થઈ રહી છે કે મોદી અને અડવાણી વચ્ચેના મતભેદો વધારે વકર્યા છે.


રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે અડવાણીએ બે દાયકાથી સોમનાથ આવવાની પરંપરા તોડી એનો બદલો વાળવા મોદીએ નવી દિલ્હી નહીં જવાનું નક્કી કર્યું છે. અડવાણીએ રથયાત્રા ગુજરાતને બદલે બિહારથી કાઢીને પણ પોતાનો મોદી સાથેનો ખટરાગ જાહેર કર્યો હતો. જોકે મોદી અડવાણીની રથયાત્રાની તરફેણમાં નહોતા.’

બીજેપીના પ્રવક્તા અને પ્રમુખે અડવાણી અને મોદી વચ્ચે તિરાડ પડી હોવાની વાતને નકારી કાઢી હતી. બીજેપીના પ્રમુખ નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘અમે મોદી સાથે વાતચીત કરી રહ્યા છીએ. સામાન્ય રીતે તેઓ આવે છે, પરંતુ આ વખતે નવરાત્રિ છે.’

આ અગાઉ મોદીએ સદ્ભાવના મિશનમાં ત્રણ દિવસ ઉપવાસ કર્યા હતા અને અડવાણીએ પહેલા દિવસે એમાં હાજરી આપી હતી. મુખ્ય પ્રધાન મોદીએ સરકારી નવરાત્રિ ૨૦૧૧ ફેસ્ટિવલનું ઇનોગ્રેશન કર્યું છે અને આમાં ૧૭ દેશોના હાઈ કમિશનરો હાજરી આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આ ઉત્સવથી ગુજરાત વિશ્વ ટૂરિઝમના નકશા પર મુકાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK