અંધેરીના બે કૉન્ટ્રૅક્ટ કિલરની અમદાવાદ પોલીસે કરી અરેસ્ટ

૫૦,૦૦,૦૦૦ રૂપિયાની સુપારી લઈ જામનગરના ઍડ્વોકેટની ભરરસ્તે હત્યા કરી હતી




રશ્મિન શાહ

જામનગરના જાણીતા ઍડ્વોકેટ કિરીટ જોષી ૨૮ એપ્રિલે ઑફિસથી નીકળીને પોતાની કાર તરફ જતા હતા ત્યારે જાહેરમાં છરીના ૧૮ ઘા મારીને તેમની હત્યા કરવામાં આવી, જે હત્યા માટે ગઈ કાલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના બે કૉન્ટ્રૅક્ટ કિલરની અરેસ્ટ કરી હતી.

kirit

ઍડ્વોકેટ કિરીટ જોષી

jayesh

આરોપી જયેશ પટેલ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ડ્રગ્સના એક કેસની ઇન્ક્વાયરી કરતી હતી, જેમાં અજાણતાં જ એના હાથમાં આ બન્ને કૉન્ટ્રૅક્ટ કિલર આવી ગયા હતા અને તેમણે ગુનો કબૂલી લીધો હતો. કિરીટ જોષીના મર્ડરની સુપારી મૂળ જામનગરના અને થોડા સમયથી ફેક પાસપોર્ટ પર દુબઈ ફરાર થઈ ગયેલા જયેશ પટેલે આપી હતી. બોગસ ડૉક્યુમેન્ટ્સ કરીને સો કરોડની જમીન હડપ કરી લેનારા જયેશ પટેલે કિરીટ જોષીના મર્ડર માટે પચાસ લાખ રૂપિયા આપ્યા હતા, જેમાંથી અડધી રકમ મુંબઈમાં અને બાકીની રકમ દુબઈમાં ચૂકવવાનું નક્કી થયું હતું અને ટોકનપેટે એંસી હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા.

arrest

જયેશ પટેલ અને કિરીટ જોષીને આમ કોઈ સંબંધો નહોતા, પણ જયેશ પટેલે જે જમીન હડપ કરી લીધી હોવાનું કહેવાય છે એ જમીનના માલિકનો કેસ કિરીટ જોષી લડતા હતા. આ કેસમાં જયેશ પટેલની ધરપકડ થઈ હતી અને પછી તેમને જામીન પણ મળ્યા, જે જામીન રદ કરવા માટે કિરીટ જોષીએ અરજી કરી હતી અને પોતાને આ કેસમાં ખરીદવામાં આવે છે એ સંદર્ભના પુરાવા પણ તેમણે કોર્ટ સમક્ષ મૂક્યા હતા. આ પુરાવાને લીધે જયેશ પટેલને કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લીધે જયેશ પટેલને ગુસ્સો આવ્યો હતો. સાથોસાથ બીક પણ લાગી કે કિરીટ જોષીને કારણે તે આ કેસ હારી જશે. આ જ કારણે ૧૩ એપ્રિલે ગુમ થયેલા અને ૨૦ એપ્રિલે ફેક પાસપોર્ટના આધારે દુબઈ ફરાર થઈ જનારા જયેશ પટેલે અંધેરીના બે કૉન્ટ્રૅક્ટ કિલરને કિરીટ જોષીના મર્ડર માટે સુપારી આપી. મર્ડર માટે જે બે કિલરને કામ સોંપવામાં આવ્યું હતું તે બન્ને કિલર અગાઉ રાજન સાથે પણ કામ કરી ચૂક્યા છે.

આરોપી જયેશ પટેલ સામે જમીનની છેતરપિંડી બાબતની કુલ ૨૭ ફરિયાદો થઈ છે, જેમાંથી સૌથી મોટી ફરિયાદવાળા કેસમાં કિરીટ જોષી કેસ લડતા હતા.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy