આજનો ગુજરાત બંધ કૅન્સલ

થિયેટરો ફિલ્મ રિલીઝ જ નથી કરવાનાં એટલે સરકાર અને રાજપૂતો વચ્ચે થઈ સમજૂતી : ૪ રાજ્યોમાં હિંસા ચાલુ, ગુડગાંવમાં તો સ્કૂલ-બસ પર અટૅક

gujarat

ગુજરાતમાં જ્યાં સુધી આ ફિલ્મના વિવાદનો ઉકેલ નથી આવતો ત્યાં સુધી એક પણ થિયેટરમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ ન કરવાનો નિર્ણય ગુજરાતના થિયેટરમાલિકોએ કર્યો છે. ગુજરાત મલ્ટિપલેક્સ ઓનર્સ અસોસિએશને ગઈ કાલે જણાવ્યું હતું કે આ નિર્ણય જાહેર જનતા તેમ જ અમારી મિલકતના રક્ષણ માટે લેવામાં આવ્યો છે.

ગઈ કાલે ગાંધીનગરમાં મિનિસ્ટર ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાની રાજપૂત સમાજના આગેવાનો સાથે મીટિંગ થઈ હતી. ‘પદ્માવત’ ફિલ્મ થિયેટરમાલિકો બતાવવાના ન હોવાથી આજનો બંધ રાજપૂત સમાજે કૅન્સલ કર્યો હતો.

દરમ્યાન ગઈ કાલે ફરી સુપ્રીમ કોર્ટમાં ફિલ્મ વિશે રજૂઆત કરવામાં આવી હતી. બે વખત અરજી કર્યા છતાં ફિલ્મની રિલીઝને રોકવામાં નિષ્ફળ રહેલા વકીલ એમ. એલ. શર્માએ  ગઈ કાલે ફિલ્મની રિલીઝને રોકવા ત્રીજી વખત અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટ અરજીની સુનાવણી માટે તૈયાર થઈ છે.

ગુડગાંવમાં એક સ્કૂલ-બસ પર હુમલો કરવામાં આવ્યો હતો. સદ્નસીબે કોઈ બાળકને ઈજા થઈ નહોતી.

ક્યાં શું-શું બન્યું...

રાજપૂત કરણી સેનાના વડા લોકેન્દ્રસિંહ કાલવીએ ફિલ્મ માટે થિયેટર્સ પર ‘જનતા કરફ્યુ’નું આહ્વાન કર્યું છે. કરણી સેનાના સભ્યોએ ફિલ્મ જોઈ હોવાની વાતનો તેમણે અસ્વીકાર કર્યો હતો.

કરણી સેનાના કાર્યકરોએ ગુડગાંવમાં ભોંડસી ગામ પાસે હરિયાણા રોડવેઝની બસને આગ લગાવી હતી.

મધ્ય પ્રદેશના ઇન્દોર અને અન્ય શહેરોમાં છૂટાછવાયા દેખાવો થયા હતા અને અંદાજે ૨૦૦ પ્રદર્શનકારીઓએ આગરા-મુંબઈ નૅશનલ હાઇવે બ્લૉક કર્યો હતો.

ગુડગાંવના વજીરપુર-પટૌડી રોડ પર આગ લગાડવામાં આવી, દિલ્હી-જયપુર હાઇવે બંધ કર્યો, ગુડગાંવના સોહના રોડ પર પણ પ્રદર્શન અને પથ્થરમારો થયો તેમ જ તોફાનીઓએ એક સ્કૂલ-બસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે ૨૫માંથી કોઈ સ્ટુડન્ટ્સને ઈજા નથી પહોંચી.

રાજસ્થાનમાં ચિત્તોડગઢ કિલ્લાને મંગળવાર રાતથી બંધ કરવામાં આવ્યો હતો. રાજપૂત મહિલાઓની જૌહર કરવાની ધમકીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

રોહતકમાં એક થિયેટરની બહાર કરણી સેનાના સભ્યોએ ધમાલ મચાવતાં આ વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના લખનઉ શહેરમાં પ્રદર્શનકારીઓનો વિરોધ ઉગ્ર બનતાં આજે યોજવામાં આવેલું ફિલ્મનું પ્રીમિયર રદ કરવામાં આવ્યું છે.

મથુરામાં આંદોલનકારીઓએ ભૂતેશ્વર સ્ટેશન પર ટ્રેન રોકી હતી. મેરઠમાં પણ પથ્થરમારો કર્યો હતો. ફૈઝાબાદના થિયેટરમાલિકોએ પોલીસ-પ્રોટેક્શન ન મળવાથી ફિલ્મનું પ્રદર્શન ન કરવાનો નિર્ણય લીધો છે.

કાનપુર ક્ષત્રિય મહાસભાના પ્રમુખે દીપિકા પાદુકોણનું નાક કાપી લાવનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

ગોરખપુરના થિયેટરમાલિકોએ પણ હિંસા અને થિયેટરને નુકસાન થવાના ભયે ફિલ્મ પ્રદર્શિત ન કરવાનો નિર્ણય લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK