મોહમ્મદ અલી ઝીણાનું આ છે ગુજરાત કનેક્શન

ગુજરાતમાં ઝીણાનો લોહાણા પરિવાર એ ઘટના પછી મુસ્લિમ બની ગયો...


jinnah


ગુજરાતની ભૂમિએ આ દેશને સરદાર આપ્યા અને ગાંધી આપ્યા. સંખ્યાબંધ નામી અનામની સ્વાંત્ર્ય સેનાનીઓની આગેવાની લઈને આ બંને મહાપુરુષોએ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવ્યું. ગુજરાતના સરદાર દેશના પહેલા નાયબ વડાપ્રધાન બન્યા અને લોખંડી પુરુષ તરીકે જાણીતા થયા. તો ગાંધી રાષ્ટ્રપિતા તરીકે પોંખાયા. પરંતુ દેશની આઝાદીના ઈતિહાસમાં હજી એક એવું નામ છે, એક એવું વ્યક્તિત્વ છે, જે ગુજરાતની જમીન પરથી જ આવ્યું, પરંતુ તેનું પ્રદાન દેશની આઝાદીમાં આ બંને મહાપુરુષો કરતા કંઈક વિચિત્ર રહ્યું. આ વ્યક્તિત્વ એટલે પાકિસ્તાનના કાયદે આઝમ, આઝાદ પાકિસ્તાનના જનક એવા મોહમ્મદ અલી ઝીણા.


ગુજરાતે આપ્યા બે રાષ્ટ્રપિતા


મોહંમ્મદ અલી ઝીણા અને ગુજરાતનો નાતો જન્મથી રહ્યો છે. જી હાં, ભારતના ભાગલા માટે કારણભૂત મનતા મોહમ્મદ અલી ઝીણા પણ ગુજરાતની ભૂમિનું જ સંતાન છે. આ વાત વિશે પણ ઈતિહાસમાં મતમતાંતર જરૂર છે. પરંતુ મોટા ભાગના ઈતિહાસકારો મુજબ સૌરાષ્ટ્રના પોરબંદરમાં મહાત્મા ગાંધી જન્મ્યા, એ જ સૌરાષ્ટ્રના પાનોલી ગામે જન્મ્યા મોહમ્મદ અલી ઝીણા. સૌરાષ્ટ્રની ભૂમિએ બે બે દેશને રાષ્ટ્રપિતા આપ્યા છે. સૌરાષ્ટ્રના બે વ્યક્તિઓએ દક્ષિણ એશિયાના ઈતિહાસને બદલવામાં મહત્વની ભૂમિકા અદા કરી. 11 સપ્ટેમ્બરે લાંબી બીમારી બાદ મોહમ્મદ અલી ઝીણાનું નિધન થયું. પરંતુ ત્યાં સુધીમાં તેમની જીદ અને તેમના નિર્ણયોએ એક મહાન દેશના બે ભાગલા કરી નાખ્યા હતા.


ઝીણાનું આ છે ગુજરાત કનેક્શન


પાકિસ્તાનના કાયદે આઝમનું ગુજરાત કનેક્શન પણ રસપ્રદ છે. ઈતિહાસ કહે છે કે ઝીણા મૂળ મુસ્લિમ જ ન હતા. ઝીણાનો જન્મ થયો તે પૂંજાલાલ મૂળે લોહાણા હતા. એટલે કે ઝીણા જન્મે લોહાણા હતા. તેમના પિતા કપાસ અને અનાજની નિકાસ કરતા. તો ઝીણાના દાદ વેરાવળમમાં મચ્છીનો વ્યવસાય કરતા. જેને પગલે લોહાણા સમાજ નારાજ થયો. અને આ નારાજગની અસર એવી પડી કે ઝીણાના પરિવારે મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો. ઈતિહાસના આ એક વળાંકે જ ભવિષ્યમાં ભારત પાકિસ્તાનના ભાગલનો પાયો નાખ્યો હતો. ગુજરાતમાં બનેલી આ એક ઘટનાએ ભારતના ભાગલાની ઈમારત ચણવામાં પાયાનું કામ કર્યું..


ગુજરાતની એક સભામાં ઝીણાનું સંબોધન


મૂળે ગુજરાતી એવા ઝીણાનો પરિવાર પાછળથી સિંધમાં વસતો હતો. જાણીતા ઈતિહાસકાર રિઝવાન કાદરી કહે છે કે, ' 1906માં જ્યારે વલ્લભભાઈ પટેલ સરદાર નહોતા અને વકીલાત કરતા હતા ત્યારે ઝીણા એક કોન્ફરન્સમાં ભાગ લેવા ગુજરાત આવ્યા હતા. 1917માં ગોધરામાં પ્રથમ ગુજરાત રાજકીય પરિષદમાં આવ્યા. આ કોન્ફરન્સમાં ગાંધી પણ હાજર હતા. ઝીણા અને સરદારે આ કોન્ફરન્સમાં અંગ્રેજીમાં સંબોધન કર્યું. જે બદલ ગાંધીએ બેઉને ગુજરાતીમાં ન બોલવા બદલ ઠપકો પણ આપ્યો હતો.'

jinaah1



જ્યારે સરદારના ટેકામાં ઝીણાએ ગજવી પાર્લામેન્ટ


ઝીણાનું ગુજરાત કનેક્શન રસપ્રદ છે. જે ઝીણાએ કોંગ્રેસ અને ગાંધી પાસે ઝઘડીને રાજકારણ રમીને પાકિસ્તાન નામનું અલગ રાષ્ટ્ર બનાવ્યું. તે જ ઝીણાએ એક સમયે સરદારના સપોર્ટમાં આખી પાર્લામેન્ટ ગજવી હતી. 1930માં જનતાને ઉશ્કેરણીજનક ભાષણ કરવાના આરોપમાં અંગ્રેજ સરકારે સરદારને જેલમાં ધકેલ્યા. તો ઝીણાએ સરદારના ટેકામાં સંસદમાં ઉહાપોહ મચાવી દીધો.

ruttie


ઝીણાની પત્નીની કબર ગુજરાતીમાં છે સંદેશ


જો કે રાજકારણી તરીકે ઝીણાએ ભલે અલગ પાકિસ્તાન બનાવ્યું. પરંતુ તેઓ પોતાની જન્મભૂમિને ભૂલ્યા નહોતા. આ વાત સાબિત થાય છે ઝીણાની પત્ની રતનબાઈ ઉર્ફે રૂટીની કબર પરથી. રતનબાઈ ઉર્ફે રૂટીની કબર તો જાણીતી છે. પરંતુ ઈતિહાસકાર રિઝવાન કાદરીએ સંશોધન કરીને તેના પરથી ગુજરાતી લખાણ શોધ્યું છે. એટલે કે પોતાની પત્નીના મૃત્યુ બાદ ઝીણાએ પત્નીની કબર પર અંગ્રેજીની સાથે સાથે માતૃભાષા ગુજરાતીમાં પણ સંદેશો કોતરાવ્યો હતો. આ વાત બતાવે છે કે ઝીણા વતનને નહોતા ભૂલ્યા.

ગુજરાતમાં જન્મેલા ઝીણાના ગુજરાત કનેક્શનની આવી અનેક અજાણી વાતો છે. કેટલીક ઈતિહાસમાં કદાચ નોંધાઈ નથી. નોંધાઈ તો તેના પર હવે સમયના ઝાળા બાઝી ચૂક્યા છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK