ગુજરાતના ચૂંટણીપ્રચારમાં રામમંદિરની એન્ટ્રી

કપિલ સિબલે સુપ્રીમ કોર્ટમાં કરેલી દલીલો BJP માટે ‘ભાવતું’તું ને વૈદ્યે કીધું’ એવી સાબિત થઈ

modi


શૈલેષ નાયક

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાનને આડે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે કૉન્ગ્રેસે રામમંદિરનો મુદ્દો તાસકમાં ધરી દેતાં BJP માટે ‘ભાવતું’તું ને વૈદ્યે કીધું’ એવો ઘાટ સર્જાયો છે અને ગુજરાતના ચૂંટણીપ્રચારમાં રામમંદિરની એન્ટ્રી થઈ છે.

શ્રી રામજન્મભૂમિના મુદ્દે ચાલી રહેલા કેસમાં કૉન્ગ્રેસના નેતા અને જાણીતા ઍડ્વોક્ટ કપિલ સિબલે આ કેસને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધી ટાળવાની રજૂઆત સુપ્રીમ કોર્ટમાં કરી છે. આ મુદ્દો BJPના હાથમાં આવી જતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની ગુજરાતમાં ધાર્મિક યાત્રાની સામે BJPને એક સબળ શસ્ત્ર મળી ગયું અને શ્રી રામના નામ પર ગુજરાતમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે.

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂટંણીના અત્યાર સુધીના ચૂંટણીપ્રચારમાં રામમંદિરનો મુદ્દો ક્યાંય જોવા મળ્યો નહોતો. BJP પણ આ મુદ્દે કોઈ નિવેદન કરતી નહોતી, પણ હવે BJPને દોડવું હતું ને ઢાળ મળી ગયો છે.

મંગળવારે BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અને ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ BJPના પ્રવક્તા સંબિત પાત્રા સહિતના નેતાઓએ શ્રી રામજન્મભૂમિ મંદિરના મુદ્દે કૉન્ગ્રેસને આડે હાથ લીધી હતી. ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ચૂંટણીપ્રચાર સભાઓમાં રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે કૉન્ગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત એક લાગણીશીલ રાજ્ય છે અને મોટા ભાગના નાગરિકો શ્રદ્ધાળુઓ છે ત્યારે ચૂંટણી વખતે જ કૉન્ગ્રેસની એક નાનીઅમથી ભૂલથી જાણે BJPને નવું ટૉનિક મળી ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અત્યાર સુધી તો ગુજરાતની ચૂંટણીના પ્રચારમાં કૉન્ગ્રેસ અને BJP વચ્ચે બરોબરની ટક્કર જામી હતી. કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મહેનત પણ ઊડીને આંખે વળગી રહી હતી અને ગુજરાતમાં પ્રચારમાં તેઓ સફળ રહ્યા હતા એવા સમયમાં જ રામમંદિરનો મુદ્દો ઉખેડાતા કૉન્ગ્રેસ બૅકફુટ પર અને BJP ફ્રન્ટફુટ પર આવી ગઈ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy