મમ્મીનું મર્ડર કરનાર ભાઈને બહેને ચંપલે-ચંપલે માર્યો

બહેને મારતાં-મારતાં કહ્યું કે તારાથી નહોતી સચવાતી તો કહેવું’તુંને, હું સાસરે લઈ જાત

sandip

રશ્મિન શાહ

રાજકોટમાં ૧૫૦ ફીટ રિન્ગ રોડ પર રહેતા અને જામનગરની પ્રાઇવેટ કૉલેજમાં પ્રોફેસર સંદીપ નથવાણીએ બ્રેઇન ટ્યુમરથી પીડાતી પોતાની સગી મમ્મી જયશ્રી નથવાણીને ચોથા માળની અગાસી પરથી નીચે ફેંકીને હત્યા કરી નાખી એ ઘટનાના રિહર્સલ માટે ગઈ કાલે પોલીસ સંદીપને લઈને અપાર્ટમેન્ટ પર પહોંચી ત્યારે ત્યાં તેની બહેન પણ આવી હતી. સંદીપને બે બહેન છે, જેમનાં મૅરેજ થઈ ગયાં છે.

સંદીપે આખી ઘટનાનું રિહર્સલ એકદમ સ્વસ્થતા સાથે અને કોઈ જાતનો અફસોસ ન હોય એ રીતે કરી દેખાડ્યું એ જોઈને ત્યાં હાજર રહેલા સોસાયટીના તમામ લોકો અને પોલીસના સ્ટાફને પણ અરેરાટી થઈ હતી તો સંદીપની બહેનનો અંદર ધરબાયેલો આક્રોશ બહાર નીકળી ગયો હતો અને તેણે પગમાં પહેરેલું ચંપલ કાઢીને સંદીપને મારવાનું શરૂ કરી દીધું હતું. મારતી વખતે તેની બહેન બોલતી પણ હતી કે ‘તારાથી મમ્મી નહોતી સચવાતી હતી તો મને કહેવું હતું, હું મારા સાસરે લઈ જાત.’

પોલીસની હાજરીમાં જ આ રીતે સંદીપ પર તેની બહેને હુમલો કર્યો તો પણ પોલીસ વચ્ચે નહોતી પડી. ઊલટું તેણે ત્યાં હાજર રહેલા સૌ મીડિયાકર્મીઓના કૅમેરા બંધ કરાવી તેની બહેન વિશે કંઈ લખવાની પણ ના પાડી અને બહેનને ગુસ્સો કાઢવાની પૂરી તક આપી અને આ તકનો લાભ પણ સંદીપની બહેને પૂરેપૂરો લીધો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy