લવ જેહાદનો પ્લાન ફ્લૉપ

વલસાડની પરિણીત ગુજરાતી યુવતીને મુસ્લિમ પ્રેમી ભગાડીને દુબઈથી પાકિસ્તાન લઈ જાય એ પહેલાં જ મુંબઈ ઍરપોર્ટ પર તેમને અણીના સમયે ફ્લાઇટમાંથી ઉતારી લેવામાં આવ્યાં

jihad

પ્રીતિ ખુમાણ ઠાકુર

કોઈ ફિલ્મમાં જોવા મળે એવા બનાવમાં વાપીમાં રહેતી ૨૩ વર્ષની ગુજરાતી પરિણીત યુવતી મુસ્લિમ પ્રેમી સાથે રવિવારે પાકિસ્તાન ભાગી જવાની તૈયારીમાં હતી ત્યારે બન્નેને મુંબઈ ઍરપોર્ટ પરથી મુંબઈથી દુબઈ જતી ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. વાપીના અત્યંત ભદ્ર પરિવારની યુવતીના પરિવારજનોને જાણ થતાં તેમણે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ કરી હતી. એથી પોલીસે ઍરપોર્ટ ઑથોરિટીને આખું પ્રકરણ સમજાવતાં બન્નેને ફ્લાઇટમાંથી નીચે ઉતારવામાં આવ્યાં હતાં. તેઓ મુંબઈથી દુબઈ અને ત્યાંથી પાકિસ્તાન જવાની તૈયારીમાં હોવાનું પોલીસે કહ્યું હતું. લવ જેહાદના આ મામલે યુવતી જે જ્ઞાતિની છે એના વાપી અને મુંબઈના સમાજે મહેનત અને એકતા દેખાડી હતી અને પોલીસની મદદ મળી હોવાથી ગુજરાતી યુવતીને ફરી તેના ઘરે લાવવામાં સફળતા મેળવી હતી. જોકે રવિવારે અને સોમવારે પોલીસ-સ્ટેશન આગળ મોટી સંખ્યામાં યુવતીની જ્ઞાતિના સમાજના લોકો એકઠા થયા હતા. વાપી ટાઉન પોલીસે કહ્યું હતું કે ‘વાપીમાં રહેતી આ યુવતીના પિતાનો મોટા પાયે બિઝનેસ છે. તેનાં લગ્ન ચારેક મહિના પહેલાં જ વલસાડમાં રહેતા તેમની જ જ્ઞાતિના યુવક સાથે થયાં હતાં. આ યુવતી મુંબઈમાં આવેલી એક કૉલેજમાં ભણવા બે-ત્રણ વર્ષ મુંબઈમાં રહી હતી. ત્યારે તેની ઓળખાણ મુંબઈમાં વડાલા (ઈસ્ટ)ના બરકત અલી રોડ પર રહેતા સલમાન શેખ સાથે થઈ હતી. બન્નેની કૉમન ફ્રેન્ડ દ્વારા ઓળખાણ થઈ હતી અને તેઓ પ્રેમમાં પડ્યાં હતાં.’

અભ્યાસ બાદ યુવતી વાપી આવી ત્યારે તેનાં લગ્ન કરાવી દેવામાં આવ્યાં હતાં. જોકે રવિવારે પિયર જાઉં છું એમ કહીને યુવતી નીકળી હતી, પરંતુ મોડે સુધી તે ન આવી એટલે તેને ફોન કરવામાં આવ્યો ત્યારે મરાઠી ભાષામાં સ્પીચ આવતાં પરિવારજનોને શંકા ગઈ હતી. એથી સાસરિયાંએ તેના પિયરમાં જાણ કરી હતી. તેઓ બધા પોલીસ-સ્ટેશનમાં પહોંચ્યા હતા અને તપાસ કરતાં મોબાઇલનું લોકેશન મુંબઈ આવી રહ્યું હતું. એ દરમ્યાન સમાજના લોકો પણ પોલીસ-સ્ટેશને પહોંચ્યા હતા. મુંબઈમાં રહેતા તેમના સમાજના લોકોને પણ જાણ કરવામાં આવી હતી. એથી મુંબઈમાં રહેતા સમાજના લોકો દોડતા થઈ ગયા હતા. બધા ઍરપોર્ટ પહોંચ્યા હતા અને ઍરપોર્ટ પરથી બન્નેને પકડીને વાપી ટાઉન પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યાં હતાં. આખો સમાજ આખી રાત ત્યાં જ હતો. સોમવાર સુધી સમાજના લોકો ત્યાં જ હતા. સમાજે એકતા દેખાડીને પાકિસ્તાન પલાયન થતી આ યુવતીને બચાવી લીધી હતી. 

jihad1

વાપી ટાઉન પોલીસનું કાબિલે તારીફ કામ

વાપી ટાઉન પોલીસ પાસે રવિવારે રાતે લગભગ ૮.૨૦ વાગ્યે છોકરીના પરિવારજનો ફરિયાદ કરવા આવ્યા હતા અને નવ વાગ્યે તો આ લોકોની ફ્લાઇટ ઊપડવાની હતી. એથી પોલીસે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધીને મુંબઈ ઍરપોર્ટ ઑથોરિટી સાથે સંપર્ક કરીને ઈ-મેઇલ દ્વારા ફરિયાદ મોકલી હતી. આ વિશે માહિતી આપતાં વાપી ટાઉન પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર આર. ડી. મકવાણાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘પોલીસ-સ્ટેશન પર ફરિયાદ આવી ત્યારે અમારી પાસે ખૂબ જ ઓછો સમય હતો, કારણ કે ફ્લાઇટ ઊપડવાને ફક્ત અડધો કલાકની આસપાસનો જ સમય હતો. એથી અમે તાત્કાલિક ધોરણે ફરિયાદ નોંધીને મુંબઈ ઍરપોર્ટ ઑથોરિટીને સંપર્ક કરીને આખી ઘટનાની જાણ કરી હતી. તેમણે પણ અમને સારો સહકાર આપીને કપલને ફ્લાઇટમાંથી નીચે ઉતાર્યું હતું, જ્યારે અહીંથી પોલીસ-ટીમને તરત ઍરપોર્ટ એ લોકોને પકડવા રવાના કરવામાં આવી હતી.’

યુવતીને ભગાવીને લઈ જનારા ૨૮ વર્ષના આરોપી સલમાન શેખની ધરપકડ કરીને તેના પર ૩૬૫મી કલમ લગાડી છે, જ્યારે આરોપીએ યુવતી પાસેથી લીધેલા પૈસાની પણ અમે રિકવરી કરી છે એમ જણાવીને પોલીસ-અધિકારી આર. ડી. મકવાણાએ કહ્યું હતું કે ‘મુંબઈમાં આરોપીના સંબંધીઓને ત્યાંથી ૯૧ લાખ રૂપિયા રોકડા અને ૭ હજાર ડૉલરની રકમ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. આરોપી વિશે મળેલી તમામ માહિતીની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે યુવતી તેની મરજી પ્રમાણે મમ્મી-પપ્પાના ઘરે ગઈ હતી.’

arrest

મુંબઈના સમાજના અગ્રણીઓએ ફતવો બહાર પાડ્યો

આ ઘટના બાદ યુવતીના સમાજમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. મુંબઈના સમાજના અગ્રણીઓએ ફતવો બહાર પાડ્યો છે. એમાં ખૂબ કડક શબ્દો લખ્યું છે કે ‘સમાજની કોઈ છોકરી જો કોઈ વિધર્મી, કોઈ મુલ્લા કે દેશદ્રોહી જાતિના યુવક સાથે પ્રેમમાં પડીને પોતાના પરિવાર પર કે સમાજના માન અને સ્વાભિમાન પર લાંછન લગાડવાનું કાર્ય કરશે તો તે છોકરી અને તેના સમસ્ત પરિવારને આજીવન નાતબહાર કરી દેવામાં આવશે. જો એ પરિવાર સાથે કોઈ સંબંધ રાખવાની ભૂલ કરશે તો તે વ્યક્તિ અને તેના પરિવારે પણ સરખી સજા ભોગવવી પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK