ગુજરાતના ચીફ મિનિસ્ટરની દોડમાં આ રાજનેતાનું નામ સૌથી આગળ

નેતાને BJP હાઈ કમાન્ડને, આખું ગુજરાત સ્વીકારતું હોવાથી તેમના નામનું કરવામાં આવ્યું સૂચન, સ્મૃતિ ઈરાનીએ મુખ્ય પ્રધાનની સીટ માટે ના પાડી

vajibhai vala



રશ્મિન શાહ

ગુજરાત વિધાનસભામાં પ્રમાણમાં નબળાં પરિણામ આવતાં BJP થોડી બૅકફુટ થઈ છે અને હવે એણે મુખ્ય પ્રધાન પદ માટે કેટલાક નેતાને મળવાનું શરૂ કર્યું છે, જેમાં ગઈ કાલે વજુભાઈ વાળાને સૌથી પહેલાં મળી. ઑફિશ્યલી સ્મૃતિ ઈરાનીએ ગુજરાતના મુખ્ય પ્રધાનપદ માટે ના પાડી દેતાં ગઈ કાલે બપોરે વજુભાઈ વાળાની દિલ્હીમાં BJPની કોર કમિટી સાથે મીટિંગ થઈ, જેમાં ગુજરાત વિશે ચર્ચા થઈ અને ગુજરાતના મુખ્ય પ્રધાનપદ માટે પણ ચર્ચા કરવામાં આવી. ખાસ વાત એ છે કે વજુભાઈને મુખ્ય પ્રધાનપદ વિશે પૂછવામાં નથી આવ્યું કે એ વિશે કોઈ સૂચના આપવામાં નથી આવી, પણ ગુજરાતમાં આ જવાબદારી કોણ સ્વીકારી શકે એ વિશે પૃચ્છા કરવામાં આવી અને વજુભાઈએ કુલ ચાર નામનું સજેશન આપ્યું. આ ચાર નામમાં એક નામ વિજય રૂપાણીનું પણ છે જ.

કોર કમિટી સાથેની મીટિંગમાં વજુભાઈ વાળાએ એવું સૂચન પણ કર્યું છે કે સૌરાષ્ટ્રના નેતાને ગુજરાત આખું સ્વીકારે છે, પણ મધ્ય કે ઉત્તર ગુજરાતના નેતાને આખું ગુજરાત સ્વીકારે એવું બનતું ન હોવાથી એ દિશામાં વિચારવું ન જોઈએ. આમ આડકતરી રીતે આ પ્રકારના સૂચનથી નીતિનભાઈ પટેલનું નામ કટ થઈ જાય છે.

ગઈ કાલે સોશ્યલ મીડિયામાં આખો દિવસ એવી અટકળ ચાલી હતી કે ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે વજુભાઈ વાળા આવી શકે છે. અમદાવાદમાં વજુભાઈ વાળાની ચર્ચા આગની જેમ ચોમેર ફેલાઈ ગઈ હતી. લોકો એકબીજાને ફોન કરીને પૂછવા લાગ્યા હતા કે ‘હેં, વજુભાઈ નવા મુખ્ય પ્રધાન?’ આ પ્રકારની વાતો ફોન પર થવા માંડી હતી. કૉર્પોરેટ ઑફિસથી માંડીને અનેક નાની-મોટી ઑફિસોમાં ચર્ચા ચાલી હતી. આ ઉપરાંત વજુભાઈ દિલ્હી ગયા હોવાની વાતો પણ જોરશોરથી ચર્ચાઈ હતી.

ઉલ્લેખનીય છે કે વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ છે અને અગાઉ ગુજરાત સરકારમાં નંબર ટૂના સ્થાને રહી ચૂક્યા છે.ગુજરાતમાં BJPને ફરી એક વાર જનાદેશ મળ્યોછે ત્યારે નવા મુખ્ય પ્રધાન કોણ બનશે એની અટકળો છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહી છે. જોકે પરિણામો બાદ ગુજરાતના નવા નેતાની પસંદગી કરવા માટે આગામી શુક્રવારે BJPના જીતેલા તમામ વિધાનસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં BJPના તમામ વિધાનસભ્યો ઉપરાંત ગુજરાતના ચૂંટણી પ્રભારી અને કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલી સહિતના નેતાઓ હાજર રહેશે અને પક્ષના નેતાની પસંદગી કરશે.

રેસમાં બીજું એક નામ સંજય જોશીનું પણ

નરેન્દ્ર મોદીના વિરોધી તરીકે ઊભરી આવેલા સંજય જોષીનું નામ ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાનપદના સંભવિત ઉમેદવારોના લિસ્ટમાં ઉમેરાયું હતું અને સંજય જોષીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા તાત્કાલિક મીટિંગ માટે પણ બોલાવવામાં આવ્યા હતા. સંજય જોષી અને નરેન્દ્ર મોદી એકબીજાના કટ્ટર છે એવી મીડિયામાં જે ઇમેજ છે એ ઇમેજ વચ્ચે પણ સંજય જોષી સંઘલાઇનને છોડે નહીં એવી ખાતરી સંઘને હોવાથી સંઘ પણ તેમના નામ સાથે સહમત હોવાથી ગઈ કાલે સંજય જોષી સાથે બેઠક કરવામાં આવી હતી.

સંજય જોષી અને સંઘ વચ્ચે સહમતી હોવાથી આ નામ ગઈ કાલે બપોરે BJPના પાર્લમેન્ટરી ર્બોડમાં પણ મૂકવામાં આવ્યું હતું અને એ સમયે ચાલી રહેલી વજુભાઈ વાળાની બેઠકમાં પણ જોષીના નામની ચર્ચા થઈ હતી, જેને વજુભાઈએ પણ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. સંજય જોષીને સંઘ દ્વારા જ ગ્થ્ભ્માં મોકલવામાં આવ્યા છે અને આજે પણ તે સંઘ પ્રત્યે પોતાની વફાદારી રાખે છે. આ વફાદારીને પગલે જ આજે સંજય જોષીને પ્રમોટ કરવા ખુદ સંઘ તૈયાર થયો છે. હવે જોવાનું એ છે કે નરેન્દ્ર મોદી પોતાના ગમાઅણગમાને પકડીને ઊભા રહે છે કે પછી ગુજરાત અને BJPનું હિત વિચારીને સંજય જોષીના નામ માટે વિચારણા કરે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK