કૉન્ગ્રેસના ત્રણેય એક્કા ફેલ ગયા

પાટીદાર, OBC, દલિત, ખેડૂતો, વેપારીઓ BJPથી નારાજ હતા; પરંતુ આ નારાજગીને કૉન્ગ્રેસ વોટમાં ફેરવી ન શકી

alpesh

રાજકીય નિષ્ણાતોએ જણાવ્યા મુજબ ચૂંટણીપ્રચાર દરમ્યાન કૉન્ગ્રેસના નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા વ્યક્તિગત હુમલાઓને કારણે BJPની જીતનો રસ્તો વધુ સરળ બની ગયો હતો. એમાં પણ મણિશંકર અય્યરે વડા પ્રધાનને ‘નીચ’ કહ્યા એ નિવેદન તેમ  જ અલ્પેશ ઠાકોરે ‘મશરૂમ’ વિશે આપેલું નિવેદન લોકોએ ગંભીરતાથી લીધું હતું. ખાસ કરીને વડા પ્રધાનને ‘નીચ’ કહેવાના વિવાદને લોકોએ ગુજરાતની અસ્મિતા સાથે જોડી દીધો હતો એટલે કે આ નિવેદને BJP માટે સંજીવની બુટ્ટી જેવું કામ કર્યું હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે મારું અપમાન એ ગુજરાતના અપમાન સમાન છે. આ સિવાય એલ્પેશ ઠાકોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કાળા હતા, પરંતુ ચાર લાખ રૂપિયાના ઇમ્પોર્ટેડ મશરૂમ ખાઈને તે ગોરા થઈ ગયા. વડા પ્રધાન માટેના મશરૂમ તાઇવાનથી આવે છે. તે દરરોજ પાંચ મશરૂમ ખાય છે અને પ્રત્યેક મશરૂમની કિંમત ૮૦,૦૦૦ રૂપિયા છે આવું નિવેદન આપીને બાજી બગાડી હતી.

હારનાં કારણો...

ગુજરાતમાં કૉન્ગ્રેસની હારને એક મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ગયા શનિવારે જ કૉન્ગ્રેસના અધ્યક્ષપદે રાહુલ ગાંધીની તાજપોશી થઈ ત્યાર બાદ ગુજરાતની ચૂંટણીનું કૉન્ગ્રેસ માટે સારું પરિણામ આવશે એવી આશા સેવાઈ રહી હતી. જોકે ગુજરાતમાં જીત મેળવવા માટે રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસ પાર્ટીએ બધી જ તાકાત ઝીંકી દીધી હોવા છતાં તેમને નિરાશા હાથ લાગી છે. કૉન્ગ્રેસ ગુજરાતમાં વિજયપતાકા લહેરાવવામાં નિષ્ફળ ગઈ એનાં આ કારણો હોઈ શકે છે.

પાટીદાર, OBC, દલિત, ખેડૂતો, વેપારીઓ BJPથી નારાજ હતા, પરંતુ આ નારાજગીને કૉન્ગ્રેસ વોટમાં ફેરવી ન શકી.

મુખ્ય પ્રધાનપદ માટે કોઈ મોટો ચહેરો નહોતો.

સત્તાવિરોધી લહેરે (ઍન્ટિ-ઇન્કમ્બન્સી) કામ ન કર્યું.

નરેન્દ્ર મોદી જેવા ઊર્જાસભર નેતાની ગેરહાજરી.

કૉન્ગ્રેસ ગુજરાતની જનતાનો ભરોસો જીતી ન શકી.

ત્રણેય ‘એક્કા’(હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી) ફેલ ગયા.

‘નીચ’ અને ‘મશરૂમ’વાળાં નિવેદનોએ ગુજરાતી અસ્મિતાને ઠેસ પહોંચાડી જેનાથી કૉન્ગ્રેસને મોટું નુકસાન થયું.

BJPની ભૂલોનો ફાયદો ન ઉઠાવી શકી કૉન્ગ્રેસ.

Comments (1)Add Comment
...
written by Navin Bhanushali, December 20, 2017
ભાઈ આકલન ખોટું છે
જે 77 મળી તે પાનાં મળતે 77 માં થી 45 બેઠક ત્રિપુટી ની મેરબાની થી મળી છે આંકડા નો હિસાબ માંડો તો ફેલ તો પપ્પુ થયો છે
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK