ગુજરાતના જળસંકટમાં મુંબઈના ગુજરાતીઓ પડખે ઊભા રહ્યા

ગામનાં તળાવો ઊંડાં કરવા સવા કરોડ રૂપિયા એકઠા કરી આપ્યા : ધાનેરા, કાંકરેજ, દિયોદર અને થરાદ તાલુકાઓમાં પચીસથી વધુ ગામોમાં કામો થયાં

water

શૈલેષ નાયક

ગુજરાતમાં આ વર્ષે જળસંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ગુજરાતના આ જળસંકટની વિકટ સ્થિતિમાં મુંબઈના ગુજરાતીઓ ગુજરાતના પડખે ઊભા રહ્યા છે. આ સેવાભાવીઓએ બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં તળાવો ઊંડાં કરાવવા માટે સવા કરોડ રૂપિયા એકઠા કરી આપ્યા છે જેમાંથી ધાનેરા, કાંકરેજ, દિયોદર અને થરાદ તાલુકાઓમાં પચીસથી વધુ ગામોમાં તળાવ ઊંડાં કરવાનાં કામો થયાં છે આ ઉપરાંત ખેતરોમાં તલાવડીનાં કામો કરવામાં આવ્યાં છે.

દિયોદર તાલુકાનું ભેંસાણા ગામ હોય કે ચિભડા ગામ હોય, કાંકરેજ તાલુકાનું શિરવાડા ગામ હોય કે રવિયાણા ગામ હોય, ધાનેરા તાલુકાનું શેરાગામ હોય કે ખાપરોલ ગામ હોય, થરાદ તાલુકાનું ડોડ ગામ હોય કે ખાનપુર ગામ હોય; આવાં પચીસથી વધુ ગામોમાં તળાવો ઊંડાં કરવાનાં કામો મુંબઈના ગુજરાતીઓના ફાળાથી પૂરાં થયાં છે.

વિચરતા સમુદાય સમર્થન મંચનાં મૅનેજિંગ ટ્રસ્ટી મિત્તલ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈના રશ્મિન સંઘવી, સુધીર ઠાકરસી, સંજય શાહ, વિક્રમ મહેતા સહિતના લોકો તેમ જ જેમ્સ ઍન્ડ જ્વેલરી રિલીફ ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓ દ્વારા સવા કરોડ રૂપિયાની રકમ એકઠી કરી આપવામાં આવી છે જેમાંથી પચીસથી વધુ ગામોમાં તળાવો ઊંડાં કરવાનાં કામો થયાં છે અને બીજાં કામ ચાલી રહ્યાં છે. તળાવ ઊંડાં કરવા ઉપરાંત ખેતરોમાં તલાવડી પણ બનાવી આપવાનાં કામો કરવામાં આવ્યાં છે.’

મુંબઈમાં ફ્રેન્ડ્સ ઑફ વિચરતા સમુદાય સમર્થન મંચ નામનું સંગઠન બન્યું છે અને લગભગ દોઢસો વ્યક્તિઓનું ગ્રુપ છે. ગુજરાતમાં પાણીની ખરાબ હાલત વિશે તેમ જ પાણીનાં તળ નીચાં ગયાં છે એનાથી આ ગ્રુપને માહિતગાર કરવામાં આવ્યું હતું, જેના પગલે મુંબઈના રશ્મિન સંઘવીના માર્ગદર્શનમાં તળાવો ઊંડાં કરવાનાં કામો શરૂ થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે મિત્તલ પટેલ બનાસકાંઠા જિલ્લાનાં ગામોમાં ફરીને ‘શું આપણે બાળકોને વારસામાં પાણીના ઊંડાં ગયેલાં તળ આપીશું?’ એવો પ્રશ્ન કરીને ગ્રામજનોને પાણીનું મહત્વ સમજાવી રહ્યાં છે. ગામોમાં તળાવ ઊંડાં કરવા માટે તેમ જ ખેતરોમાં તલાવડી બનાવવા માટે જુદાં-જુદાં ગામોમાં નાની સભા યોજીને આયોજનબદ્ધ રીતે કાર્યો હાથ ધર્યાં છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK