મણિનગર સ્ટેશન પર મહિલારાજ

રેલવે-સ્ટેશનની કમાન મહિલા કર્મચારીઓને સોંપવામાં આવી, માત્ર મહિલાઓ જ સંચાલન કરતી હોય એવું ગુજરાતનું પ્રથમ સ્ટેશન બન્યું


maninagar

શૈલેશ નાયક

છેલ્લા બે દિવસથી રેલમાર્ગે મુંબઈથી અમદાવાદ આવતા મુસાફરો અમદાવાદના મણિનગર રેલવે-સ્ટેશન પર ઊતરતાં જ આર્ય અનુભવી રહ્યા છે. આ આર્યની વાત એ છે કે મણિનગર રેલવે-સ્ટેશનની કમાન હવે મહિલા કર્મચારીઓને સોંપવામાં આવી છે. આમ મણિનગર રલવે-સ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું રેલવે-સ્ટેશન બન્યું છે જેનું સંચાલન માત્ર મહિલાઓ જ કરી રહી છે. સ્ટેશન-મૅનેજરથી લઈને સફાઈકર્મચારીઓ તરીકે મહિલાઓને જ ફરજ સોંપવામાં આવી છે.

વાત માત્ર મુંબઈથી આવતા મુસાફરોની નથી, પરંતુ મણિનગર રેલવે-સ્ટેશન પર રોકાતી રોજની ૬૬ જેટલી ટ્રેનના હજારો મુસાફરો છેલ્લા બે દિવસથી આખારેલવે-સ્ટેશનમાં મહિલા કર્મચારીઓને જોઈને અચરજ સાથે ગવર્નીા લાગણી અનુભવી રહ્યા છે અને રેલવેતંત્રના આ સરાહનીય અને પ્રેરણાદાયક પગલાને આવકારી રહ્યા છે.

nagar1

મણિનગરનાં સ્ટેશન-મૅનેજર જયશ્રી પિલ્લેએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘૩૪ મહિલાઓનો સ્ટાફ અહીં મૂકવામાં આવ્યો છે. વુમન એમ્પાવરમેન્ટના ભાગરૂપે આ સંચાલન સોંપવામાં આવ્યું છે. રેલવેની મહિલા કર્મચારીઓને આગળ લાવવાની વાત છે. રેલવે-સ્ટેશન પણ મહિલા કર્મચારીઓ ચલાવી શકે છે એ માટે અમને ગવર્ની  લાગણી થાય છે. અહીં

સ્ટેશન-મૅનેજર, ચીફ રિઝર્વેશન સુપરવાઇઝર, ટિકિટચેકર, રેલવે પ્રોટેક્શન ફોર્સ, ટિકિટ-બુકિંગ કર્મચારી તરીકે તેમ જ સફાઈકર્મચારી તરીકે મહિલાઓને કામગીરી સોંપવામાં આવી છે. આ સ્ટેશન પરથી અન્ય જગ્યા પર ટ્રાન્સફર કરવામાં આવેલા કોઈ જેન્ટ્સ કર્મચારીને એવું નથી લાગ્યું કે અમને અહીંથી કેમ ખસેડ્યા, પણ તેઓ અમને સપોર્ટ કરી રહ્યા છે.’

૮ માર્ચે ઇન્ટરનૅશનલ વિમેન્સ ડેથી માત્ર મહિલાઓ જ રેલવે-સ્ટેશનનું સંચાલન કરે એવી પ્રાયોગિક ધોરણે આ પહેલ ગુજરાતમાં પ્રથમ વાર કરવામાં આવી છે. મણિનગર રેલવે-સ્ટેશન પર રોજની ૬૬ ટ્રેન સ્ટૉપ કરે છે અને રોજ સરેરાશ ૧૧ હજાર મુસાફરો આ સ્ટેશન પરથી અવરજવર કરે છે ત્યારે મણિનગર રેલવે-સ્ટેશનની ૩૪ મહિલા કર્મચારીઓએ હજારો મુસાફરોને કોઈ વિક્ષેપ ન પડે એ માટે કુશળતાપૂર્વક સંચાલન કરવાનું શરૂ કરી દીધું છે.

૩૪ મહિલાઓનો સ્ટાફ મણિનગર સ્ટેશન સંભાળે છે

૬૬  ટ્રેન રોજ મણિનગર રેલવે-સ્ટેશને હૉલ્ટ કરે છે

૧૧ હજાર મુસાફરો મણિનગર રેલવે-સ્ટેશનથી અવરજવર કરે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK