કચ્છમાં ઍરફોર્સનું પ્લેન તૂટ્યું, સિનિયર પાઇલટનો જીવ ગયો

સીમાડે ચરતી અસંખ્ય ગાય-ભેંસોનાં પણ દુર્ઘટનામાં મોત

aircraft

કચ્છના મુન્દ્રા તાલુકાના બેરાજા ગામ પાસે ગઈ કાલે સવારે ઍરફોર્સનું જૅગ્વાર ફાઇટર પ્લેન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં પાઇલટનું પણ મૃત્યુ થયું હતું. આ ઉપરાંત સીમાડામાં ચરતી સંખ્યાબંધ ગાય-ભેંસોનાં પણ દુર્ઘટનામાં મૃત્યુ થયાં હતાં.

ઍરફોર્સના જામનગર બેઝથી આ પ્લેન સવારે ૧૦.૩૦ વાગ્યાની આસપાસ રાબેતા મુજબની તાલીમી ઉડ્ડયનમાં નીકળ્યું હતું. એ થોડી જ વારમાં ધડાકાભેર બેરાજાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા એક ખેતરમાં તૂટી પડ્યું હતું અને એનો કાટમાળ દૂર-દૂર સુધી ફંગોળાયો હતો.

પાઇલટ ઍર કૉમોડોર  સંજય ચૌહાણ સ્ટેશન-કમાન્ડર હોવા ઉપરાંત બ્રિગેડિયર કક્ષાના અધિકારી હતા. પ્લેન તૂટવા પાછળ કોઈ યાંત્રિક ક્ષતિ કે પક્ષીની અથડામણનું કારણ હોઈ શકે છે. આ દુર્ઘટના બાબતે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

પાઇલટ સંજય ચૌહાણને ૨૦૧૦માં વાયુ સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પાસે ૩૮૦૦ કલાક ફાઇટર પ્લેન ઉડાડવાનો અનુભવ હતો. સૂત્રોએ કહ્યું હતું કે તેમણે તેમની કારર્કિદીમાં ૧૭ અલગ-અલગ પ્રકારનાં ફાઇટર પ્લેન ઉડાડ્યાં હતાં અને એમાં રાફેલ જેવા આધુનિક પ્લેનનો પણ સમાવેશ છે.

પ્લેન તૂટવા પાછળ કોઈ યાંત્રિક ક્ષતિ કે પક્ષીની અથડામણનું કારણ હોઈ શકે છે

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK