ગુજરાતમાં મને ચમકારો દેખાયો છે, હું ફરી આવીશ : રાહુલ ગાંધી

ચૂંટણીપ્રવાસને મળેલી સફળતાથી કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ખુશ


rahul


શૈલેષ નાયક


ગુજરાતના ત્રણ દિવસના ચૂંટણીપ્રવાસે આવેલા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે છેલ્લા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નર્મદાના મુદ્દે સાણસામાં લેવાનો પ્રયાસ કરતાં આદિવાસી વિસ્તારના નાગરિકોને સવાલ કર્યો હતો કે નરેન્દ્ર મોદીએ તમને નર્મદાનું પાણી આપ્યું? આ સવાલ સાંભળીને સામે બેઠેલા નાગરિકોએ પાણી ન મળતું હોવાનું કહ્યું હતું.

ગઈ કાલે દિલ્હી રવાના થતા પહેલાં રાહુલ ગાંધીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘ગુજરાતમાં અન્ડર-કરન્ટ છે. મને અહીં પ્રવાસમાં સારું લાગ્યું છે. હું ફરી પાછો આવીશ.’

નવસર્જન યાત્રા દ્વારા કૉન્ગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે છોટાઉદેપુર, દેવગઢ બારિયા, દાહોદ સહિતના આદિવાસી વિસ્તારો તેમ જ ગોધરા, ફાગવેલ સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરીને નાની-મોટી સભાઓ યોજી તથા રોડ-શો કરીને લોકસંપર્ક કર્યો હતો. રાહુલ ગાંધીને ઠેર-ઠેર આવકાર મળ્યો હતો.

આદિવાસી વિસ્તારોમાં રાહુલે શું કહ્યું...

બાવીસ વર્ષથી નર્મદાની વાત થઈ રહી છે. મોદીજી ભાષણ આપે છે, પાણીની વાત કરે છે. નર્મદા પાસે છે તો તમને સવાલ પૂછું છું કે નરેન્દ્ર મોદીએ તમને નર્મદાનું પાણી આપ્યું? કૉન્ગ્રેસની સરકાર આવશે તો તમને નર્મદાનું પાણી અપાવશે.

મોદીજીએ ૨૦૦૭માં કહ્યું હતું કે ૧૫ હજાર કરોડ રૂપિયા આદિવાસીઓના વિકાસ માટે આપુ છું. પછી ૨૦૧૪માં કહ્યું કે ૪૦ હજાર કરોડ આપીશ. પંચાવન હજાર કરોડનો વાયદો કર્યો હતો. મને બતાવો કે કેટલા રૂપિયા તમને મળ્યા?

શિક્ષાનું ક્ષેત્ર ઉદ્યોગપતિઓના હાથમાં આપી દીધું છે. શિક્ષાની સિસ્ટમનું કામ શિક્ષા આપવાનું છે, પૈસા લેવાનું નહીં. સરકારે કમિટ કરવું જોઈએ કે અમારું લક્ષ્ય ડિગ્રીઓ આપવા માટે નહીં પણ દરેક ગુજરાતી યુવાનને રોજગાર આપવાનું છે.

હું ગુજરાતનો બેટો છું અને આજે અહીંથી ગુજરાત માટે બોલું છું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy