૨૦૨૨ સુધીમાં દેશનો કોઈ પરિવાર એવો નહીં હોય, જેની પાસે ઘર ન હોય : મોદી

વડા પ્રધાને વલસાડ પાસેના જુજવા ગામે ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો

modi

શૈલેષ નાયક

ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની એક લાખથી વધુ બહેનોને રક્ષાબંધનના તહેવાર પર ઘરના ઘરની ભેટ આપતાં કહ્યું હતું કે ‘ગુજરાતે મારું પાલનપોષણ કર્યું છે, મારું ઘડતર કર્યું છે. એની તાકાતથી હું દેશવાસીઓનાં સપનાં પૂરાં કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું અને ૨૦૨૨ સુધીમાં દેશનો કોઈ પરિવાર એવો નહીં હોય જેની પાસે ઘર ન હોય એવું હિન્દુસ્તાન બનાવવાનું સપનું છે, મારો સંકલ્પ છે.’

ગઈ કાલે વડા પ્રધાન ગુજરાતની એક દિવસની મુલાકાતે આવ્યા હતા. તેમણે વલસાડ પાસેના જુજવા ગામ, જૂનાગઢ અને ગાંધીનગરમાં જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું.

ગઈ કાલે દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના જુજવા ગામેથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગુજરાતમાં ૧૭૨૭ કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલાં મકાનોના ૧,૧૫,૫૫૧ લાભાર્થીઓને ઈ-ગૃહપ્રવેશ કરાવ્યો હતો. આ ઉપરાંત ધરમપુર અને કપરાડા તાલુકાઓનાં ૧૭૪ ગામો અને ૧૦૨૮ ફળિયાઓને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવા માટેની પાણીપુરવઠા યોજનાનું ખાતમુરત કર્યું હતું.

મોદીએ બીજું શુ-શું કહ્યું...

બે ત્રણ દિવસ પછી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ને આપ સૌ બહેનો આવડી મોટી રાખડી લઈને આવ્યાં છો એ માટે આપ સૌનો આભારી છું. દેશની માતા–બહેનોના આર્શીવાદથી મને રક્ષાકવચ મળ્યું છે એ માટે હૃદયપૂર્વક આભાર.

રક્ષાબંધનનું પર્વ સામે હોય અને ગુજરાતમાં એક લાખથી વધુ પરિવાર–બહેનોને તેમના નામથી ઘર મળે એના જેવો રક્ષાબંધનનો સૌથી મોટો ઉપહાર બીજો કોઈ નથી. આ બધી બહેનોને ઘરની સોગાત આપીને તમારા ભાઈના રૂપમાં હું સંતોષ અનુભવું છું. પાણીપુરવઠા યોજના એ રક્ષાબંધને માતાઓ–બહેનોને ભેટસોગાદ છે.

સરકારી યોજનાનાં આટલાં સારાં મકાન બની શકે એવું બધાને થતું હશે, પણ આ એટલા માટે શક્ય બન્યું છે કેમ કે કટકી કંપની બંધ છે. દિલ્હીથી એક રૂપિયો નીકળે તો ગરીબના ઘરમાં પૂરેપૂરા ૧૦૦ પૈસા પહોંચી જાય છે એટલે આ સંભવ છે. મને ખુશી થઈ કે માતા-બહેનો કહેતી હતી કે તેમને હકનું મળ્યું છે, કોઈને એક રૂપિયો પણ આપવો નથી પડ્યો. સરકારના પૈસા સાથે પરિવારનો પરસેવો લાગ્યો છે એટલે મકાન સારાં બન્યાં છે.

હું ગુજરાતનો મુખ્ય પ્રધાન હતો ત્યારે ઉમરગામથી અંબાજી સુધીના પૂર્વ પટ્ટીના દરેક ગામને, દરેક ઘરને નળથી જળ મળે એ સપનું હતું, સંકલ્પ હતો. આજે આખરી યોજનાનું કામ શરૂ થયું છે. ગુજરાત સરકાર દ્વારા આ સંકલ્પ સાકાર કરવામાં આવી રહ્યાનો આનંદ છે. જૂથ પાણીપુરવઠા યોજના હેઠળ ૨૦૦ માળના મકાન જેટલી ઊંચાઈએ ડુંગર પર આવેલા ગામને પાણી પહોંચાડવાનો પ્રબંધ કરવામાં આવ્યો છે. નદીને ડુંગર પર પહોંચાડવા જેવો આ ટેક્નૉલૉજીનો ચમત્કાર એક આદિવાસી ગામને, ૨૦૦-૩૦૦ની વસ્તીને પાણી પૂરું પાડવા માટે ગુજરાત સરકારે કર્યો છે. લોકો પ્રત્યેની આ અસાધારણ સંવેદનશીલતાની નોંધ લેવી જરૂરી છે.

પહેલાં પણ સરકાર હતી. આદિવાસી મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. હું પહેલાંના આદિવાસી મુખ્ય પ્રધાનના ગામમાં ગયો, પાણીની ટાંકી હતી, પણ પાણી નહોતું.

એકથી દોઢ વર્ષમાં દેશના પ્રત્યેક ઘરને વીજજોડાણ ઉપલબ્ધ કરાવવાનું કામ પૂરું કરવામાં આવશે. ઉજાલા યોજના દ્વારા લોકોના ઘરનો અંધકાર નિવાર્યો છે. શૌચાલય, પાણી, રાંધણગૅસ, વીજળી જેવી સુવિધાઓ લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK