BJPનો રેકૉર્ડ : ૨૯માંથી ૧૯ રાજ્યો એના કબજામાં

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી પક્ષનો વ્યાપ વિસ્તરતો ગયો છે

amit modi

ગુજરાતમાં સતત છઠ્ઠી ટર્મ માટે સત્તા મેળવવા ઉપરાંત ગઈ કાલ સુધી કૉન્ગ્રેસહસ્તકનું હિમાચલ પ્રદેશ પણ હાંસલ કરી લીધા બાદ હવે દેશનાં ૨૯ રાજ્યોમાંથી ૧૯ રાજ્યોમાં BJPનું શાસન સ્થપાયું છે. કેન્દ્ર સરકાર ઉપરાંત ૧૯ રાજ્યો પર એક પક્ષનું શાસન વિક્રમરૂપ આંકડો છે. છેલ્લે એકસાથે ૧૮ રાજ્યો પર એક રાજકીય પક્ષ (કૉન્ગ્રેસ)નું વર્ચસ ૨૪ વર્ષ પહેલાં હતું.

૧૯૯૩માં દેશનાં ૨૬ રાજ્યોમાંથી ૧૫ રાજ્યોમાં કૉન્ગ્રેસની સરકાર હતી અને એક રાજ્યમાં શાસક ગઠબંધનમાં કૉન્ગ્રેસ સામેલ હતી. અન્ય બે રાજ્યોમાં CPI (M)ની સરકારો હતી. એ વખતે CPI (M) તરફથી કૉન્ગ્રેસની કેન્દ્ર સરકારને બહારથી ટેકો આપવામાં આવ્યો હતો.

હાલમાં BJP અથવા NDખ્ના સહભાગી પક્ષોની સરકારો ૧૯ રાજ્યોમાં છે. એ બાબતનો યશ મોટે ભાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે, કારણ કે ૨૦૧૪ના મે મહિનામાં BJP સત્તા પર આવ્યા પછી મોદીના નેતૃત્વમાં એક પછી એક ચૂંટણીઓમાં BJPને વિજય મળતાં પક્ષનો આધાર વિસ્તરતો ગયો હતો.

૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં જીત પછી BJP પાંચ રાજ્યો (ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને નાગાલૅન્ડ)માં સત્તાધારી પક્ષ હતો. ૨૦૧૪માં વ્યાપક જનમત મેળવીને કેન્દ્રમાં સત્તા પ્રાપ્ત કર્યા પછી એણે રાજ્યોની વિધાનસભાઓની મોટા ભાગની ચૂંટણીઓ જીતી હતી.

લોકસભાની ચૂંટણીની સમાંતરે યોજાયેલી સિક્કિમ વિધાનસભાની ચૂંટણીમાં BJPના જોડીદાર પક્ષ સિક્કિમ ડેમોક્રૅટિક ફ્રન્ટે જીત મેળવી હતી. BJPના બીજા સાથી પક્ષ તેલુગુ દેસમ પાર્ટીએ મૂળ પ્રદેશને બે ભાગ (આંધ્ર અને તેલંગણ)માં વહેંચ્યા બાદ નવા રચાયેલા આંધ્ર પ્રદેશમાં સરકાર રચી હતી. આ ઉપરાંત ૨૮૮ બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ NDA પાર્ટનર શિવસેના સાથે ગઠબંધન કરીને કુલ ૧૨૨ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી. ત્યાર પછી BJPએ હરિયાણામાં એકલા હાથે અને ઝારખંડમાં અન્ય પક્ષોના સહયોગમાં સરકારો રચી હતી. ૨૦૧૪માં BJPએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણીમાં બીજો ક્રમ મેળવીને પહેલી વખત પક્ષનો માર્ગ મોકળો કર્યો હતો. એ રાજ્યમાં સૌથી વધારે બેઠકો મેળવનારા પક્ષ પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી સાથે ચૂંટણી બાદનું ગઠબંધન કરીને સરકાર રચી હતી.

જોકે ૨૦૧૫માં દિલ્હી અને બિહારમાં પરાજયને કારણે BJPને મોટો ફટકો પડ્યો હતો, પરંતુ BJPએ આર્યજનક રીતે પ્રાદેશિક મનાતા પક્ષ JD (U)ના નેતા નીતીશકુમાર સાથેના સંબંધો સુધારીને બિહારમાં પણ પગદંડો જમાવ્યો હતો. BJPના સહયોગમાં JD (U)ના નીતીશકુમારે રચેલી સરકારે બિહાર વિધાનસભામાં વિશ્વાસનો મત પણ જીત્યો હતો. ૧૩૧ વિધાનસભ્યોએ નવી સરકારની તરફેણમાં મત આપ્યા હતા. ૨૦૧૬માં BJPએ આસામમાં ૧૨૬માંથી ૬૦ બેઠકો જીતીને કૉન્ગ્રેસના ૧૫ વર્ષના શાસન પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK