મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદે જોર પકડ્યું

આ ચોમાસામાં વરસાદે મધ્ય અને ઉત્તર ગુજરાતને અત્યાર સુધી હાથતાળી આપી હતી, પણ ગઈ કાલે એ મન મૂકીને વરસ્યો હતો. વહેલી સવારે મધ્ય ગુજરાતના પંચમહાલ, ખેડા, આણંદ અને અમદાવાદ તેમ જ ઉત્તરના મહેસાણા, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જોરદાર વરસાદ પડ્યો હતો.

rain



ખેડા જિલ્લાના કપડવંજમાં ૧૪૫ મીલીમીટર વરસાદ પડ્યો જ્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં ૧૨૦ મિલીમીટર, અમદાવાદ જિલ્લાના સાણંદમાં ૧૧૦ મિલીમીટર અને ખેડા જિલ્લાના માતર જિલ્લામાં ૧૦ ૪ મિલીમીટર વરસાદ પડ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના કલોલમાં ૧૦૦ મિલીમીટર, અરવલ્લીના માલપુરમાં ૮૮ મિલીમીટર, મહેસાણા જિલ્લાના કડી ગામે ૭૯ મિલીમીટર અને સાબરકાંઠા જિલ્લાના પોસીનામાં ૭૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

આ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ૧૫૦ મિલીમીટર વરસાદ નોંધાયો હતો, પરંતુ ગઈ કાલે સવારે માત્ર ચાર કલાકમાં ૧૦૨ મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયાં હતાં જેને કારણે ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાઈ હતી અને ઝાડ પણ મૂળમાંથી ઊખડી પડ્યાં હતાં.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત તેમ જ રાજ્યના કેટલાક અન્ય ભાગોમાં લાંબા સમયથી વરસાદે દેખા ન દેતાં રાજ્યના ૪૪ તાલુકામાં મોસમની શરૂઆતથી ઑગસ્ટના પહેલા સપ્તાહ સુધીમાં ૧૨૫ મિલીમીટર કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો હતો.

કચ્છમાં પણ વરસાદ

ગઈ કાલે કચ્છમાં પધરામણી કરનારા મેઘરાજાએ પૂવર્‍ કચ્છના ચાર તાલુકાઓમાં અડધાથી લઈને સવાબે ઇંચ સુધીની મેઘમહેર કરી છે. મધ્ય પ્રદેશના નૈ•ર્ત્ય ખૂણા પર સર્જા‍યેલું ડિપ્રેશન વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાં પરિવર્તિત થઈ ગયું છે જેના કારણે આજે પણ કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસવાની પ્રબળ સંભાવના છે. રવિવારથી લો પ્રેશરની અસર ઓસરવાની શરૂઆત થશે. ખાનગી વેધર વેબસાઇટ સ્કાયમેટ વેધરે આગામી ૨૪થી ૪૮ કલાક દરમ્યાન કચ્છમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK